ગોવાબાપા : બે ધ્રુવ હોય ચાબુક. એક ઉત્તર ધ્રુવ અને એક દક્ષિણ ધ્રુવ. આકર્ષણ અને અપાકર્ષણ. આજે એ બે ધ્રુવ સાથે હું તારી મુલાકાત કરાવું. એકનું નામ છે અખિલેશ યાદવ જેઓ ઉત્તર પ્રદેશના ધ્રુવ છે અને બીજાનું નામ છે ઓમર અબ્દુલ્લા જેઓ કાશ્મીરના ધ્રુવ છે. હવે ઓમર અબ્દુલ્લાએ અખિલેશ યાદવ કંઈક સમજે એ માટે ટ્વીટ કર્યું છે… ચાબુક જો સમજે તો, કારણ કે અખિલેશભાઈ તો કહી જ ચૂક્યા છે કે વેક્સિન અને ભાજપની ? મને ભરોસો નથી. એમણે તો ન્યાં સુધી કહી દીધું છે કે આપણી સરકાર આવશે ત્યારે બધાને ફ્રીમાં વેક્સિન મળશે.
The more people that get vaccinated the better it will be for the country & the economy. No vaccine belongs to any political party, they belong to humanity & the sooner we get vulnerable people vaccinated the better.
— Omar Abdullah (@OmarAbdullah) January 2, 2021
હવે ઓમર અબ્દુલ્લાએ ઉત્તર ધ્રુવને સમજાવ્યું છે કે વેક્સિન એ કોઈ પાર્ટીની નથી હોતી. હું તો વેક્સિન લેવા માટે તૈયાર જ છું. જેટલા લોકો વેક્સિન લેશે દેશના અર્થતંત્ર માટે એટલું જ સારું છે. આ વેક્સિન કોઈ રાજકીય પક્ષ માટે નહીં પણ માનવતા માટે છે.
હાલો પતંગ ચગાવવા !!
‘હે ચાબુક હાલો કાઢો પતંગ. ચગાવવા મંડો.’
‘અરે આમ હેઠા બેહો ક્યાંક ખુરશીમાંથી પડી ન જાવ. અને સમાચાર સંભળાવો…’
હવે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે જે જાહેરાત કરી છે તેના પરથી મને લાગે છે કે તું અને હું ધાબે ચડીને પતંગ ઉડાવી શકીશું. નીતિનભાઈએ ટૂંક સમયમાં મકરસંક્રાંતિને લગતા નિયમોની જાહેરાત કરવાની વાત કરી છે. એમણે કહ્યું છે કે વધારે લોકો અગાશી પર ભેગા ન થયા તે જરૂરી છે એટલે 50થી વધારે લોકોને એકત્રિત નહીં થવા દેવાય.
‘તમે જરાક વિચારો તો અહીં બેસીને આર્ટિકલ લખશો કે ધાબે પતંગ ચગાવશો? આપણી ઓફિસમાં નીતિનભાઈ કેય એમ નહીં ચાબુકના માલિક કેય એમ થાય.’
ખુશીના સમાચાર પછી દુ:ખના…
હે ચાબુક. તને તો ખબર છે કે ખેડૂતો મહીના દિ ઉપર સરકારના કૃષિ કાયદાની વિરુદ્ધમાં બેઠા છે. ખેડૂતો મૃત્યુ પણ પામી રહ્યા છે. એમાં હવે શિયાળો અને માથે ચોમાસુ બંનેએ ખેડૂતોની માઠી બેસાડવાની શરૂઆત કરી છે. ઉપરથી આજે વધારે બે ખેડૂતોના મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઈ છે. શનિવારે એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી હતી. એમાં ભારે ઠંડીના કારણે વધુ બે ખેડૂતોના મૃત્યુ નીપજ્યા. જોકે ખેડૂતોની હિંમતને દાદ દેવી પડે હો ચાબુક. એમણે શિયાળાની વચ્ચે ખાબકેલા કમોસમી વરસાદના આગમનને વધાવ્યું અને હજુ અડગ છે.
હવે જઈએ વેક્સિનની પાસે
તને તો ખબર જ છે ચાબુક કે બે દિવસમાં બે કોરોનાની વેક્સિન દેશને મળી ચૂકી છે. હવે એ વેક્સિનને લગાવવા માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે તને આખું વિગતવાર બુલેટુ મારીને સમજાવું.
પ્રથમ તબક્કામાં 70.33 લાખ આરોગ્યકર્મી અને પ્રોવાઇડરને વેક્સિન અપાશે. એમાં તારો અને મારો વારો ન આવે કારણ કે આપણે ઓરોગ્યકર્મી નથી.
96 હજાર આરોગ્યકર્મીને વેક્સિન માટેની તાલીમ અપાઈ. આ એ લોકો છે ચાબુક જે આપણને વેક્સિન લગાવશે.
વેક્સિનેશન માટે ચૂંટણી પ્રક્રિયાના માળખાનો ઉપયોગ કરવામાં આવશે. વર્ષો સુધી ચાલી આવતી આ જ એક સરળ પદ્ધતિ છે.
બૂથ લેવલ સુધી વેક્સિન માટેની તૈયારીઓ કરવામાં આવી છે.
800 કરતા વધુ લોકો હેલ્પલાઇન પર માહિતી આપશે.
ટ્રેન શરૂ
હવે તને તો ખબર જ છે ચાબુક કે કેવડિયામાં જાત જાતનું અને ભાત ભાતનું બનાવ્યું છે. ત્યાં સુધી લોકોને પહોંચાડવા માટે કંઈક વ્યવસ્થા તો કરવી પડેને? એટલે જ 11મી જાન્યુઆરીએ અમદાવાદ-કેવડિયા સુધીની સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવશે. અને આ સ્પેશિયલ ટ્રેનને પ્રધાનમંત્રી જ લીલીઝંડી આપશે. એમાંય કેવડિયા ખાતે તો આધુનિક રેલવે સ્ટેશન બનાવ્યું છે. અને એમાંય ચાબુક 180 ડિગ્રી ફરી શકે એવી ખુરશીઓ મૂકાઈ છે. બોલ તારે જાવું ?
(રોજ સાંજે વાંચો ગોવાબાપાની કલમે)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત