Team Chabuk – Business Desk : 2020નું વર્ષ કોરોના ઉપરાંત રોકાણકારો માટે પણ સારું સાબિત થયું. એમાંય ખાસ કરીને 2020માં આવેલા કેટલાક IPOએ રોકાણકારોને બમ્પર કમાણી કરાવી. રોસારી બાયોટેક, હેપ્પીએસ્ટ માઈન્ડ, રુટ મોબાઈલ, કેમકોન, કોમ્પ્યૂટર એજ, મઝગાવ ડોક, ગ્લેન્ડ ફાર્મા, બર્ગર કિંગ, બેક્ટર ફૂડ જેવા IPOએ રોકાણકારોને ખુશખુશાલ કરી દીધા. 2020માં લગભગ 15 મોટી કંપનીઓએ પોતાના IPO દ્વારા લગભગ 31 હજાર કરોડ રૂપિયા એકઠાં કર્યા. સારા લિસ્ટિંગના કારણે ઘણી કંપનીઓના IPOમાં રોકાણકારોને પણ સારું વળતર મળ્યું. 2020 બાદ હવે 2021માં પણ ઘણી સારી કંપનીઓ પોતાના IPO લઈને આવી રહી છે. નજર કરીએ 2021માં બહાર પડતાં કેટલાક મુખ્ય IPO પર.
ભારતીય જીવન વીમા નિગમ (LIC)
આ IPOએ રોકાણકારોને બહુ રાહ જોવડાવી છે. છેલ્લા ઘણા મહિનાથી એલઆઈસીના IPOની રોકાણકારો રાહ જોઈને બેઠા છે. કેમ કે એલઆઈસીનો IPO ભારતના શેરબજારનો સૌથી મોટો IPO બની શકે છે. જૂન મહિના સુધીમાં ગમે ત્યારે એલઆઈસીનો IPO બજારમાં આવી શકે છે. એલઆઈસી ખૂબ જુની અને ભારત સરકાર હસ્તકનું સાહસ હોવાથી રોકાણકારો આ IPO આવવાની રાહ જોઈ રહ્યા છે. 2020માં જ એલઆઈસીનો IPO બહાર પડવાના સમાચાર હતા પરંતુ કોઈને કોઈ કારણોસર IPOની તારીખ આગળ વધતી ગઈ. ગત વર્ષે એવા પણ સમાચાર આવ્યા હતા કે સરકાર એલઆઈસીનું ખાનગીકરણ કરી રહી છે. જો કે રોકાણકારો માટે 2021નો સૌથી સારો IPO આ સાબિત થઈ શકે છે.
ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશન (IRFC)
ભારતીય રેલવેનો ફાયનાન્સ વિભાગ ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશનનો IPO જાન્યુઆરી 2021માં આવી શકે છે. આ IPO લાવનારી પ્રથમ જાહેર ક્ષેત્રની નોન-બેન્કીંગ ફાયનાન્સિયલ કંપની હશે. કંપની આ IPO દ્વારા લગભગ 4600 કરોડ રૂપિયા એકત્ર કરવાની છે. કંપનીએ IPOની ઓફર પ્રાઈસ હજુ જાહેર નથી કરી.
રેલટેલ
ભારતીય રેલવેની માલિકીની કંપની રેલટેલ કોર્પોરેશન પણ આ જાન્યુઆરી મહિનામાં IPO લઈને આવી શકે છે. કંપની IPOથી લગભગ 700 કરોડ રૂપિયા એકત્ર કરવાનું વિચારી રહી છે. આ એક ટેલિકોમ કંપની છે જેનું કામ બ્રોડબેન્ડ અને વીપીએન સેવા પૂરું પાડવાનું છે. આ કંપની રેલવે સ્ટોશન, રેલવે લાઈન વગેરેની પાસે ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ કરાવે છે.
કલ્યાણ જ્વેલર્સ
આ IPO પર ઘણા બધા રોકાણકારોની નજર છે. દેશભરમાં જ્વેલરી શો-રૂમ ધરાવતા કલ્યાણ જ્વેલર્સનો IPO આ વર્ષે આવી રહ્યો છે. લગભગ માર્ચ સુધીમાં કલ્યાણ જ્વેલર્સનો IPO બહાર પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. કંપની આ IPO થકી આશરે 1750 કરોડ જેટલી રકમ એકત્ર કરવા માગે છે. આ રકમ કંપની પોતાના બિઝનેસને આગળ ધપાવવામાં વાપરવાનું વિચારી રહી છે. કલ્યાણ જ્વેલર્સના શો-રૂમ દેશભરમાં છે અને એ વિશ્વાસપાત્ર શો-રૂમ હોવાથી રોકાણકારો પણ IPO આવવાની રાહ જોઈ રહ્યા છે.
STUDDS
આ કંપની હેલમેટ, બાઈક એસેસરીઝ અને સેફ્ટી ઈક્વિપમેન્ટનું ઉત્પાદન કરે છે. દુનિયાભરમાં કંપનીની પ્રોડક્ટ પહોંચે છે. ત્યારે ભારતની આ હેલમેટ બનાવતી કંપની આ વર્ષે IPO લઈને આવી રહી છે. ફેબ્રુઆરીમાં કંપનીનો IPO બહાર પડી શકે છે. આશરે 450 કરોડ રૂપિયા એકઠાં કરવાનો કંપનીનો પ્લાન છે.
ESAF સ્મોલ ફાયનાન્સ બેંક
ESAF સ્મોલ ફાયનાન્સ બેંક IPO થકી લગભગ 976 કરોડ રૂપિયા એકઠાં કરવા માગે છે. કેરળની ESAF સ્મોલ ફાયનાન્સ બેંક પ્રથમ ત્રિમાસિક સમયગાળાના અંતમાં IPO બહાર પાડી શકે છે. કંપની 800 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડશે.
HDB ફાયનાન્સીયલ સર્વિસિસ
ખાનગી ક્ષેત્રની હાઉસિંગ લોન આપતી મોટી કંપની એચડીએફસી હસ્તકની કંપની HDB ફાયનાન્સીયલ સર્વિસિસ આ વર્ષે બજારમાં IPO બહાર પાડી શકે છે. કંપની આ IPOથી 9 હજાર કરોડ જેટલી માતબર રકમ એકઠી કરવા માગે છે. જેમાં એચડીએફસીની લગભગ 95 ટકા આસપાસ ભાગીદારી હશે.
ઝોમેટો
ફૂડ ડિલિવરી કરતી કંપની ઝોમેટો પણ શેરબજારમાં એન્ટ્રી કરવાનું વિચારી રહી છે. ઝોમેટો કંપની લગભગ જુન મહિના સુધીમાં IPO બહાર પાડી શકે છે. ઝોમેટો ભારતની સૌથી મોટી ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી કંપની છે. ભારતીય બજારમાં તેની લગભગ 50 ટકા ભાગીદારી છે. તેથી IPOમાં રોકાણકારોને સારું એવું વળતર મળવાની આશા છે.
બાર્બેક્યુ નેશન
દેશભરમાં રેસ્ટોરન્ટની ચેઈન ધરાવતી બાર્બેક્યુ નેશનનો IPO 2020માં જ આવવાનો હતો પરંતુ કોરોના કારણે કંપનીએ IPO બહાર પાડવાનું માંડી વાળ્યું હતું. જેથી હવે 2021માં બાર્બેક્યુ નેશનનો IPO બહાર પડવાની પૂરેપૂરી શક્યતા છે. IPO દ્વારા અંદાજે 1200 કરોડ રૂપિયા એકઠાં કરવાની કંપનીની યોજના છે.
ગ્રોફર્સ
ગ્રોસરીની ઓનલાઈન ડિલિવરી કરતી કંપની ગ્રોફર્સ પણ શેરબજારમાં એન્ટ્રી કરશે. ગ્રોફર્સ પણ પોતાનો IPO લાવવા માટે તૈયારી કરી રહી છે. આ કંપનીની હરીફાઈ જીયોમાર્ટ, બિગબાસ્કેટ જેવી મોટી કંપની સાથે છે. ગ્રોફર્સ કંપનીમાં ચીનની સોફ્ટબેંકનું મોટું રોકાણ છે.
લોધા ડેવલપર્સ
લોધા ડેવલપર્સનો IPO આવવાની છેલ્લા ત્રણ વર્ષથી વાતો થઈ રહી છે. પરંતુ કંપની શેરબજારમાં એન્ટ્રી કરી નથી રહી. જો કે હવે 2021માં લોધા ડેવલપર્સનો IPO આવવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે. કંપની IPO દ્વારા લગભગ 5500 કરોડ રૂપિયા એકત્ર કરવાનું પ્લાનિંગ કરી રહી છે. લોધા ડેવલપર્સ બાંધકામ ક્ષેત્રની દેશની દિગ્ગજ કંપની છે. તે કોમર્શિયલ અને રેસિડેન્સિયલ બાંધકામમાં મોટું નામ ધરાવે છે.
આમ ઉપરના તમામ IPO 2021માં આવી રહ્યા છે. રોકાણકારોની નજર તમામ IPO પર મંડરાયેલી છે. શેરબજારમાં IPO એવી વસ્તુ છે જે ખૂબ જ ઓછા સમયમાં રોકાણકારોને સારું વળતર અપાવી શકે છે. IPOનું સારું લિસ્ટિંગ થાય તો રોકાણકારોને રોકાણનું ડબલ કરતાં પણ વધુ વળતર મળતું હોય છે.
(સમાચાર, રાજકારણ, સાહિત્ય, સિનેમા, પ્રવાસ, રમત-જગત સહિતના વિવિધ વિષયો પર બનતી ઘટનાઓના રસપ્રદ અને હળવીશૈલીમાં લખાયેલા લેખ અને સમાચાર વાંચવા આજે જ THE CHABUK વેબસાઈટના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરો.)
ફેસબુક પેઈજ- https://www.facebook.com/Thechabuk
ટ્વિટર એકાઉન્ટ- https://twitter.com/thechabuk
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ- https://www.instagram.com/thechabuk/
ટેલિગ્રામ ચેનલ- https://t.me/TheChabuk
વોટ્સએપ ગ્રુપ લિંક- https://chat.whatsapp.com/HY3J67V9bjG35HY4GLwm7o
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત