Team Chabuk : કુસુમપુર નગરમાં એક રાજા રાજ્ય કરતો હતો. તેના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણને ચાર પુત્રો હતા. પુત્રો મોટા થયા. બીજી બાજુ પિતા ઊંમરલાયક થતા મૃત્યુ પામ્યા. એમના મૃત્યુ પામતા બ્રાહ્મણી પણ સતી થઈ ગઈ. હવે પુત્રો જ રહ્યા હતા. એ એકલા શું કરી શકવાના ? આમ વિચારી તેમના સગા સંબંધીઓએ બ્રાહ્મણે મહેનત કરી એકઠું કરેલું ધન તેમના પુત્રો પાસેથી છીનવી લીધું. પુત્રો હક્કાબક્કા રહી જોયા જ કર્યા.
હવે કંઈ રહ્યું નહીં એટલે ચારે ભાઈઓ તેમના નાના પાસે ચાલ્યા ગયા. થોડા સમય તો નાનાને ઘેર મજા આવી પણ પછી ત્યાં પણ તેમની સાથે ખરાબ વ્યવહાર થવા લાગ્યો. રોજ રોજ થતા અપમાનથી કંટાળીને ચારે નાનાના ઘરેથી નીકળી ગયા. નક્કી કર્યું કે વિદ્યા શીખીએ. વિદ્યા શીખવા માટે ચારેયે અલગ અલગ દિશા પકડી.
સમય રેતીની માફક સરકતો ગયો. બ્રાહ્મણ પુત્રો વિદ્યા શીખતા ગયા. વિદ્યામાં પારંગત થઈ ગયા એટલે નક્કી કરેલી જગ્યાએ, જ્યાંથી વિખૂટા પડ્યા હતા ત્યાં જ પાછા મળ્યા. એકે કહ્યું, ‘મેં એવી વિદ્યા શીખી છે કે હું મરેલા પ્રાણીઓ પર હાડમાંસ ચડાવી શકું છું.’
બીજાએ કહ્યું, ‘એ તો કંઈ નહીં, પણ હું તો તેની ઉપર ચામડી અને વાળ લાવી શકું છું.’
ત્રીજાએ કહ્યું, ‘હું તેના અંગો બનાવી શકું છું.’
અને ચોથો બોલ્યો, ‘તમારી વિદ્યા મારી વિદ્યા આગળ પાણી ભરે. તમે જે જે કરો તેમાં હું સૌથી શ્રેષ્ઠ કરી શકું છું. હું તેમાં જીવ ફુંકી શકું છું.’
ચારે અંદરોઅંદર ઝઘડી પડ્યા. મારી વિદ્યા મોટી… મારી વિદ્યા મોટી… આવી વાત પેદા થઈ ગઈ. ઝઘડાનું સમાધાન કરવા માટે તેમણે જંગલમાં જવાનું નક્કી કર્યું. ત્યાં કોઈ મરેલું જાનવર મળી જાય તો તેના પર પ્રયોગ કરી વિદ્યાનો પરચો બતાવી શકાય.
રસ્તામાં ચાલતા ચાલતા તેમને એક મડદુ મળ્યું. પહેલાએ વિદ્યાનો પ્રયોગ કરતા તેમાં માંસ નાખ્યું. બીજાએ ચામડી અને વાળનું સર્જન કર્યું. ત્રીજાએ તમામ અંગો બનાવ્યા અને ચોથાએ તેમાં જીવ ફૂંકી દીધો. વાઘ જીવતો થઈ ગયો. એ ભૂખ્યો જ હતો. ચારે બ્રાહ્મણપુત્રોને આંખ સામે જોઈ તેણે મોઢા આગળ જીભ ફેરવી. ત્રાપ મારી અને ખાઈ ગયો.
વિક્રમને કથા સંભળાવીને વેતાલ બોલ્યો, ‘હે રાજન્ હવે તું બતાવ. આ ચારેમાંથી સૌથી મોટો અપરાધી કોન કહેવાય ?’
રાજાએ કહ્યું, ‘ચોથો ભાઈ. જેણે વાઘમાં પ્રાણનો સંચાર કર્યો. બનાવતા પહેલા બાકીના ત્રણને તો ખ્યાલ પણ નહોતો કે આ શું બની રહ્યું છે ? એથી એમનો કોઈ દોષ નથી.’
‘હાહાહાહા…’ વેતાલ હસવા લાગ્યો, ‘રાજા મેં કહેલું બોલતો નહીં. તું બોલ્યો હવે હું જાઉં છું.’ વેતાલ ઊડવા લાગ્યો અને રાજા વિક્રમ તેની પાછળ દોડવા લાગ્યો. વેતાલ સિદ્ધવડ પર લટકી ગયો. રાજાએ તેને ઉતાર્યો અને પીઠ પર નાખ્યો. વેતાલ ફરી બોલ્યો, ‘રાજન્ હજુ એક વાર્તા સંભળાવું પણ બોલતો નહીં… હાહાહાહાહા’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત