Team Chabuk – International Desk : લગ્ન એ તો સાત જનમનું બંધન છે. જોડી તો ઉપરથી બનીને આવે છે. આ સંવાદોને હિન્દીમાં અનુવાદિત કરી નાખો એટલે 90ની ફિલ્મોના છાતીફાડ ડાઈલોગ થઈ ગયા. ‘થનાર પત્ની જો ઉંમરમાં બે ત્રણ વર્ષ મોટી હોય તો પ્રેમમાં કૂચી કુ બેબી સોના કરવાની મજા આવે છે.’ આ ચાબુકે નથી લખ્યું. આ તો એક દિવાના થા ફિલ્મનો ડાઈલોગ છે. અને હવે માની લોકે વધુની ઉંમર 81 વર્ષની અને વરની ઉંમર 36 વર્ષની હોય તો ? શું આવી જોડીઓ પણ ઉપરથી જ બને છે ? શું આવી જોડીઓ પણ સાત જનમનું બંધન છે ? કે હવે આ જોડીને જોઈ ટ્રોલર્સ કહી રહ્યા છે એમ, આ તો વીઝા માટે કરવામાં આવેલું બંધન છે!!
બ્રિટનમાં રહેનારી 81 વર્ષની આઈરિસ જોન્સે થોડા સમય પહેલા 36 વર્ષના મોહમ્મદ અહમદ ઈબ્રાહિમ સાથે વાતો કરવાની શરૂઆત કરી. બંને વચ્ચે ઉંમરની 45 વર્ષ લાંબી, આમ કહો તો ઊંડી ખીણ હતી. સંબંધમાં તો એ એમના કાકી થાય. ઊંમરની 45 વર્ષની ઊંડી ખીણને પ્રેમનું બંધન ન નડ્યું. બંને લગ્ન કરી ચૂક્યા છે. મિસ્ત્રમાં રહેનારો મોહમ્મદ તો વીઝાના કારણે તેની પ્રેમિકાથી દૂર છે. આ જોડીને જોઈ બસ એટલું કહી શકાય કે પ્રેમ આંધળો જ નહીં ઉંમર લાયક પણ હોય છે.
હાલમાં તો મોહમ્મદભાઈ સ્પાઉસ વીઝા લેવાની તૈયારીઓ કરી રહ્યા છે. પણ તેમને એ વીઝા મળી નથી રહ્યા. આ કારણે જ તે ઈંગ્લેન્ડના સોમરસેટમાં રહેનારી જોન્સને મળવા નથી જઈ શકતો. જોકે સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને ઓનલાઈન મળતા રહે છે. હમણાં જ ફેસબુકમાં પોતાના પ્રેમને આઈરિસ થ્રૂ પૃથ્વીવાસીઓ સમક્ષ મુકતા વરે લખેલું, ‘મારી જિંદગીના અંત સુધી મારો પ્રેમ તારા માટે જ રહેશે. મારી રાણી આઈરિસ.’
આઈરિસે મેટ્રો વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘હું અહમદને અનહદ યાદ કરું છું. હું ત્રણ વખત મિસ્ત્ર જઈ ચૂકી છું પણ ત્રણે વખત મારે મિસ્ત્રમાં અહમદ વગર જ પરત આવવું પડ્યું છે. હું મિસ્ત્ર વારંવાર નથી જઈ શકતી. એ દેશ મારા શરીર માટે યોગ્ય નથી. ત્યાં ખૂબ જ ગરમી છે અને ધૂળ છે. ટ્રાફિક પણ ઘણો છે અને ત્યાંનું ભોજન પણ મને પસંદ નથી.’
મહિલાના પુત્રોને આ સંબંધથી ખૂબ જ પરેશાની હતી. જોકે આઈરિસનું કહેવું છે કે હવે તમામ વસ્તુઓ સામાન્ય થઈ ચૂકી છે. આઈરિસના બે પુત્રો છે અને બંને પુત્રોની હાલ ઉંમર 50 વર્ષ ઉપર છે. આઈરિસે પોતાના પુત્રો વિશે કહ્યું કે, મારા બંને દીકરાઓ હવે સમજી ચૂક્યા છે કે આ સંબંધમાં ઈમાનદારી છે અને અમે એકબીજાને પસંદ કરીએ છીએ.
બંને મિસ્ત્રમાં લગ્ન કરી ચૂક્યા છે. જોકે પરંપરાગત લગ્ન કરવાની જગ્યાએ બંનેએ માત્ર પેપર સાઈન કર્યા છે અને કેએફસી ચિકનની દુકાનમાં ચિકન ખાઈ ઉજવણી કરી છે.
આઈરિસે આ અંગે વધુમાં કહ્યું કે, ‘મને નહોતું લાગતું કે મારી આ ઉંમરમાં પ્રેમ થશે ત્યારે હું મારાથી અડધી વયના વ્યક્તિને પ્રેમ કરવા લાગીશ. ઉંમરની કોઈ પ્રાસંગિકતા નથી. ચાલીસ વર્ષ પહેલા મારા છૂટાછેડા થઈ ગયા હતા અને હું ખૂબ જ ખુશ હતી. મને આ ઉંમરમાં પણ એક રોમેન્ટિક પાર્ટનર મળી ગયો.’
આઈરિસને તેની ઉંમરના કારણે સરકાર તરફથી પેન્શન મળે છે. ઘણા લોકો એવા પણ છે જે આ કપલને ટ્રોલ કરી રહ્યા છે. અને એવું માની રહ્યા છે કે યુકે વીઝા મેળવવા માટે મોહમ્મદે 45 વર્ષ મોટી વૃદ્ધ મહિલા સાથે સગપણ રચ્યું. જોકે બંનેને આ વાતનો કોઈ ફર્ક નથી પડતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત