Team Chabuk-Sports Desk : સિડનીના મેદાનમાં રમાય રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં છેલ્લા 49 રનના અંતરે જ છ વિકેટ ગુમાવી દેતા સોશિયલ મીડિયા પર ભારતીય ટીમની આકરી ટીકા થઈ રહી છે. સીડની ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમ પીચ પર મજબૂત દેખાતી હતી. જોકે રમતના ત્રીજા દિવસે ભારતીય ટીમ સાથે એ જ થયું જે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે થયું હતું. ત્રીજા દિવસે એવી આશા હતી કે અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા મોટી ઈનિંગ રમી ભારતીય ટીમને 350થી 400ના સ્કોર સુધી પહોંચાડી દેશે અને ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પકડ મજબૂત બનાવશે. પણ તેનાથી વિરૂદ્ધ થયું.
ચેતેશ્વર પુજારાની ધીમી બેટીંગની અસર અજિંક્ય રહાણેની બેટીંગ પર પણ પડી. ગત્ત ટેસ્ટ મેચમાં સેન્ચુરી ફટકારનાર અજિંક્ય રહાણે 22 રન પર જ આઉટ થઈ ગયો હતો. એ પેટ કમિન્સની બોલમાં બોલ્ડ થઈ ગયો હતો. રહાણેના આઉટ થતા જ હનુમા વિહારી અને ઋષભ પંત પણ ક્રમશ: 4 અને 36 રને આઊટ થઈ ગયા હતા. એ પછી ભારતીય ટીમ પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ ગઈ હતી અને એક બાદ એક વિકેટ પડી ગઈ હતી.
29-4! Incredible Cummins! #AUSvIND @patcummins30 pic.twitter.com/zGHa8zsmC4
— Anupam Bhaumik (@AnupamBhaumik_) January 9, 2021
Rishabh Pant was hit on the left elbow while batting in the second session on Saturday. He has been taken for scans. #AUSvIND pic.twitter.com/NrUPgjAp2c
— BCCI (@BCCI) January 9, 2021
Rishabh Pant in Tests in Australia:
— Cricbuzz (@cricbuzz) January 9, 2021
25
28
36
30
39
33
159*
29
26* (today)
First visiting player to score 25+ in nine consecutive innings in Australia.
Wally Hammond, Rusi Surti & Viv Richards have all did that in eight consecutive innings each.#AUSvIND pic.twitter.com/nMW7YxKNB7
એક સમયે ભારતીય ટીમની 195 રનના સ્કોર પર 4 વિકેટ પડી હતી. જોકે એ પછી ભારતીય ટીમે માત્ર 49 રનના સામાન્ય સ્કોર પર 6 વિકેટ સામેથી આપી દીધી હોય તેવા હાલ હવાલા થયા હતા. ભારતીય ટીમ તરફથી ત્રણ વિકેટ રન આઉટમાં ગઈ હતી. એકદમ લાપરવાહીપૂર્વક દોડતા ચાર રનના સ્કોર પર હનુમા વિહારી, દસ રનના સ્કોર પર રવિચંદ્રન અશ્વિન અને શૂન્ય પર જસપ્રીત બુમરાહ આઊટ થયા હતા.
The domination of Virender Sehwag even after 7 years of retirement stays at the top. #AUSvIND @virendersehwag pic.twitter.com/zuQp3Apvld
— Anupam Bhaumik (@AnupamBhaumik_) January 9, 2021
ભારતીય ટીમના ટેસ્ટ ઈતિહાસની જો વાત કરવામાં આવે તો આ સાતમી વખત એવું બન્યું કે ત્રણ બેટ્સમેન એક જ ઈનિંગમાં રન આઉટ થયા હોય. આજથી 12 વર્ષ પહેલા 2008માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ મોહાલી ટેસ્ટની બીજી ઈનિંગમાં વિરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ અને વીવીએસ લક્ષ્મણ આઊટ થયા હતા. ધડાધડ વિકેટો પડતા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ટીમ પર દબાણ લાદવામાં ચૂકી ગઈ હતી અને પોતે જ દબાણમાં સરકી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ કુલ 197 રનની લીડ સાથે ત્રીજી ટેસ્ટમાં શનિવારે પોતાની ઈનિંગને મજબૂત કરી દીધી છે.
The world's best bowler 🙌#AUSvIND pic.twitter.com/UqjNOIWS6e
— 7Cricket (@7Cricket) January 9, 2021
પેટ કમિન્સે બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાએ ભારતને તેની પહેલી ઈનિંગમાં 244 રન પર ઓલ આઉટ કરી દીધું હતું. બાદમાં માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથની હાફ સેન્ચુરીએ ભારતીય ટીમના બોલરોને પરેશાન કર્યા હતા. ત્રીજા દિવસની રમત પૂર્ણ થતા ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં બે વિકેટના નુકસાન પર 103 રન બનાવ્યા હતા. હવે સ્મિથ 29 અને લાબુશેન 47 રન બનાવીને રમતમાં છે.
Statement.#AUSvIND pic.twitter.com/iw4gVoKXXy
— cricket.com.au (@cricketcomau) January 9, 2021
તો સાથે જ ભારતીય ટીમ માટે બે ખરાબ સમાચાર છે. ફોર્મમાં ચાલી રહેલા રવીન્દ્ર જાડેજા અને વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંત ઈજાગ્રસ્ત થયા છે. તેમને સ્કેન માટે લઈ જવામાં આવ્યા છે. જોકે બંને બીજી ઈનિંગમાં બેટીંગ માટે ઉપલબ્ધ રહેશે. સૌથી મોટી સમસ્યા એ છે કે રવીન્દ્ર જાડેજાનું બોલિંગ કરવું એ અનિશ્ચિત લાગી રહ્યું છે.
Another blow for India!
— ICC (@ICC) January 9, 2021
Ravindra Jadeja, who suffered a blow to his left thumb while batting, has been taken for scans.#AUSvIND pic.twitter.com/jPUlF7HddY
વાત જો ચેતેશ્વર પુજારાની કરવામાં આવે તો પુજારા પુલ કે હુક કોઈ પણ શોટ આત્મવિશ્વાસ પૂર્વક નહોતો રમી શક્યો. બીજી બાજુ પુજારા સ્ટ્રાઈક રેટ પણ રોટેટ નહોતો કરી શક્યો જેથી રન ન થઈ શક્યા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત