ગોવાબાપા : હે ચાબુક તું જેની મીટ માંડીને રાહ જોતો હતો એ કોરોનાની વેક્સિન આજે ગુજરાતમાં આવી ગઈ છે. નેતાઓએ તેનું શ્રીફળ ફોડીને સ્વાગત કર્યું છે. હવે આપણને બધાને વેક્સિન મળશે. આજે અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર સેન્ટરને 2.76 લાખ વેક્સિનનો જથ્થો મળ્યો છે. આવતીકાલે 2.65 લાખનો સુરત, વડોદરા અને રાજકોટને જથ્થો મળશે. એટલે આપણા દુ:ખના દાડા જવાના છે. વેક્સિન સૌ પ્રથમ કોને આપવાના છે ? તો કે…

‘હવે બકતા નહીં અને લખતા પણ નહીં. બધાને ખબર છે કોરોના વોરિયરને પ્રથમ તબક્કામાં આપવામાં આવશે.’
મને એમ તને યાદ નહીં હોય એટલે બોલતો તો. સારું યાદ રહે છે તને. ચાલો એ બ્હાને ચાબુકનો કંઈક ઉદ્ધાર તો થ્યો. ચાલો હવે વેક્સિન મળવાની છે એ મળવાની જ છે. બધાને મળવાની છે. એક પણ વ્યક્તિ નહીં રહી જાય.
કમિટીમાં ગુલાટી
વેક્સિનનું તો હમણાં પતી જાશે ચાબુક પણ ખેડૂતોનું શું થાશે ? આજે પચાસ પચાસ દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે પણ કોઈનું રૂવાડું સુદ્ધા ફરકતું નથી. હવે સમાચાર તો તને મળી જ ગયા હશે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કૃષિ કાયદાની અમલવારી પર સ્ટે લગાવી દેવામાં આવ્યો છે અને 4 લોકોની કમિટી બનાવવામાં આવી છે. જે જે લોકો કમિટીમાં છે એમાં અશોક ગુલાટી કૃષિ અર્થશાસ્ત્રી છે. અનિલ ઘનવટ જે શેતકારી સંગઠનના અધ્યક્ષ છે. કૃષિ અર્થશાસ્ત્રી અને ખાદ્ય વિશેષજ્ઞ પ્રમોદ કુમાર જોશી. ને છેલ્લે ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ ભૂપિંદર સિંહ માન. પણ કમિટી બનાવ્યા છતાં ખેડૂતોને વાંકુ પડ્યું છે.
‘કેમ શું થયું ?’
કોર્ટનો જે નિર્ણય છે ચાબુક તેના પર ખેડૂત સંગઠનો અસહમતિ દર્શાવી રહ્યા છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, દેશના ખેડૂતો કોર્ટના નિર્ણયથી ખૂબ જ નારાજ છે. અશોક ગુલાટીની અધ્યક્ષતામાં કમિટીની ભલામણ કરી હતી. ગુલાટીએ જ કૃષિ કાયદાઓની ભલામણ કરી હતી. રાકેશ ટિકૈતે આ માટે ટ્વીટ કર્યું છે એ હું તને દેખાડું.
कृषि कानूनों पर बनी समिति के सदस्यों पर राकेश टिकैत ने उठाये सवाल
— असलीभारत.🌾 (@aslibharat_) January 12, 2021
“जो अशोक गुलाटी कृषि कानून बनवाने वाली समिति में शामिल हैं, सरकार की तमाम कमेटियों में शामिल हैं, वो किसान की बात कैसे करेंगे?” pic.twitter.com/oy6PPfo97M
‘‘માનનીય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ગઠીત કમિટીના તમામ સદસ્યો ખુલી બજાર વ્યવસ્થા અથવા કાયદાઓના સમર્થક રહ્યા છે. અશોક ગુલાટીની અધ્યક્ષતામાં ગઠન કરવામાં આવેલી કમિટીએ જ આ કાયદાઓને લઈ આવવાની ભલામણ કરી હતી. દેશનો ખેડૂત આ નિર્ણયથી નિરાશ છે.’’
“सुप्रीम कोर्ट ने किसानों के प्रति जो सकारात्मक रुख दिखाया है। उसके लिये हम आभार व्यक्त करते हैं।
— असलीभारत.🌾 (@aslibharat_) January 12, 2021
किसानों की मांग कानून को रद्द करने व न्यूनतम समर्थन मूल्य का कानून बनाने की है। जब तक यह मांग पूरी नही होती तब तक आंदोलन जारी रहेगा।”
– राकेश टिकैत, प्रवक्ता भाकियू pic.twitter.com/PInaSuRSzZ
રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂતોની માગ કાયદાઓને રદ કરીને ન્યૂનતમ સમર્થન મૂલ્યને કાયદો બનાવવાની છે. જ્યાં સુધી આ માગ પૂર્ણ નથી થતી ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું પરિક્ષણ કરીને કાલ સંયુક્ત મોર્ચો આગળની રણનીતિની ઘોષણા કરશે.
પ્રેમીની પીટાઈ
હવે ચાબુક ખબર છે બેંગ્લોરથી. એક ભાઈ એક તરફી પ્રેમમાં ગાંડા હતા.
‘કેમ પાગલ લખોને ?’
‘હવે મારી મેટર છે, હું જેમ લખું એમ, તારે વચ્ચે ડબકા નહીં મારવાના.’
‘હા આગળ હલાવો.’
એક તરફી પ્રેમમાં પાગલ યુવક એરોપ્લેનમાં બેઠો. એરોપ્લેન આકાશમાં ઉડતું હતું ચાબુક, ને પછી એ ઉતર્યું બેંગ્લોરની ધરતી પર. ભેટ લઈ પ્રેમી પોતાની પ્રેમિકા, જે એના મતે જ છે. એને મળવા ગયો. ઘરે પહોંચતા જ છોકરીએ આને જોયો અને રાડારાડી કરવા લાગી. આસપાસના લોકો એકઠા થઈ ગયા અને પ્રેમીને કમદની જેમ ખખેરી નાઈખો. જાણે બાજરાની ગુણ ભારકઢી રીક્ષામાં નાખતા હોઈ એમ પોલીસને હવાલે કર્યો. એની સાથે એનો મિત્ર પણ આવ્યો હતો. એ એક સાથે એક ફ્રીમાં આવી ગયો.
મેકેનિકનું કામ કરતા અને હાલ જેમના શરીરના જ પૂર્જા પૂર્જા ઢીલા છે એવા પ્રેમીની સાત મહિના પહેલા એક મોબાઈલ એપ્લિકેશન મારફતે યુવતી સાથે મુલાકાત થઈ હતી. નંબરની આપ-લે પણ થઈ હતી. છોકરીના મનમાં કંઈ એવું નહોતું પણ આ ભાઈ જ હતા જેમને પ્રેમનો કાનખજૂરો હ્રદયમાં ઉગી નીકળ્યો હતો. ઘણા બધા ટાંટીયા ધરાવતા એ કાનખજૂરાને લખનઉથી બેંગ્લોર જવાની ભભક ઉપડી હતી. એ કાનખજૂરો ફ્લાઈટમાં બેંગ્લોરથી માર ખાવા માટે સ્પેશિયલ આવ્યો અને એના સંધાય ટાંગા સરખા કરી નાખ્યા. ભાઈએ છોકરીઓને ગમે એવી જ વસ્તુ લીધી હતી. ઢીંગલો, સોકલેટ અને પેંડા… એ બધું હતું એમનું એમ પઈડુ ર્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત