Homeગામનાં ચોરેકેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણે કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે...

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણે કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો

Team Chabuk National Desk : કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. કૃષિ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર સ્ટે મૂકી દીધો છે. અને જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો આદેશ ન થાય ત્યાં સુધી આ ત્રણેય કૃષિ કાયદા પર સ્ટે રહેશે. કૃષિ કાયદાની અમલવારી પર સુપ્રીમ કોર્ટે લગાવેલી રોક ખેડૂતોની મોટી જીત માનવામાં આવી રહી છે.

સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદા પર રોક લગાવીને ચાર સભ્યોની કમિટીની રચના કરી છે. જેમાં ભારતીય કિસાન યુનિયનના જીતેન્દ્રસિંહ, એઆઈકેસીસીના પ્રમોદ જોશી, મહારાષ્ટ્ર શેતકારી સંગઠનના અનિલ ધનવંત અને કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટીની નિયુક્તિ કરી છે. ચારેય સભ્યોની આ કમિટી કૃષિ કાયદા પર અભ્યાસ કરશે. સાથે જ ખેડૂતો અને સરકાર વચ્ચે કાયદાને લઈને જે વિવાદ સર્જાયો છે તેને સમજશે અને બાદમાં સંપૂર્ણ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપશે.

સુનાવણી દરમિયાન ખેડૂતો તરફથી શરૂઆતમાં કહેવામાં આવ્યું કે તેઓ કમિટી સમક્ષ હાજર નહીં થાય. જો કે સુપ્રીમ કોર્ટે કડકાઈ દાખવી અને કહ્યું કે જો સમસ્યાનું સમાધાન લાવવું હશે તો કમિટી સમક્ષ હાજર થવું પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે કોઈ પણ મુદ્દો હશે તો કમિટી સમક્ષ રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે કમિટી કોઈ મધ્યસ્થતા કરાવવાનું કામ નહીં કરે પરંતુ તે નિર્ણાયક ભૂમિકા ભજવશે.

ઉલ્લેખનીય છે કે ગત્ત દિવસોમાં થયેલી સુનાવણીમાં કેન્દ્ર સરકાર તરફથી અદાલતમાં કૃષિ કાયદાના અમલીકરણમાં રોક લગાવતા આપત્તિ વ્યક્ત કરી હતી. સાથે જ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, આમ કરવું એ યોગ્ય નથી. હાલમાં સરકાર અને ખેડૂતોની વચ્ચે વાતચીત થઈ રહી છે. જોકે સામે કોર્ટે પણ કહ્યું હતું કે, લાંબા સમયથી કોઈ પરિણામ નથી નીકળ્યું સરકાર ઠીક નથી કરી રહી.

કાયદા પર સ્ટે નહીં પરત લોઃ ખેડૂત

સિંઘુ બોર્ડર પર આંદોલન કરી રહેલા એક ખેડૂતે સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટની રોક લગાવવાથી કોઈ ફાયદો નથી. કેમ કે આ એક સરકારનો પ્રયાસ છે કે અમારું આંદોલન બંધ થઈ જાય. આ સુપ્રીમ કોર્ટનું કામ નથી, સરકારનું કામ છે. સંસદનું કામ છે અને સંસદ  આ કાયદાને પરત લે. જ્યાં સુધી સંસદમાં આ કાયદાઓ પરત નહીં લેવામાં આવે ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે’

હાજર થવું પડશે

સુપ્રીમ કોર્ટે પણ સાફ કહ્યું છે કે કમિટી કોઈ મધ્યસ્થી કરાવવાનું કામ નહીં કરે. એ નિર્ણાયક ભૂમિકા ભજવશે. કમિટી કાયદાનું સમર્થન અને વિરોધ કરી રહેલા ખેડૂતો વચ્ચે વાતચીત કરશે. બંને પક્ષને સાંભળવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એ કાયદાને સસ્પેન્ડ કરવા તૈયાર છે. પણ કોઈ લક્ષ્ય વિના નહીં. જો ખેડૂતો સમસ્યાનું નિરાકરણ ઈચ્છતા હોય તો તેમને કમિટી સામે હાજર થવું પડશે.

આંદોલનનું અર્ધશતક

દિલ્હી બોર્ડર પર ખેડૂતો 50 દિવસથી આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રાજ્યોમાંથી હજ્જારો ખેડૂતો ઉમટી પડ્યા. જેમાં બાળકોથી લઈને વૃદ્ધો પણ સામેલ છે. અત્યાર સુધીમાં અસંખ્ય ખેડૂતો મોતને ભેટી ચૂક્યા છે. જેમાં કેટલાક ખેડૂતોએ ઠંડીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે તો કેટલાક ખેડૂતોએ બિલના વિરોધમાં આત્મહત્યા કરી છે. કૃષિ કાયદાના સંકટને દૂર કરવા માટે અત્યાર સુધી ખેડૂતો અને સરકાર અગણિત વખત બેઠકો પણ કરી જોકે ઘીના ઠામમાં ઘી નથી ઢળ્યું. ખેડૂતો સરકારની વાત માનવા તૈયાર નથી અને સરકાર ખેડૂતોની વાત માનવા માટે તૈયાર નથી. આ કારણે રસ્સાકસ્સી જેવી સ્થિતિ સર્જાય છે કે કોઈ દોરડું છોડવા નથી માગતું. ખેડૂતો ત્રણે કાયદાઓને પરત લેવા પર અડગ છે જ્યારે સરકાર આ કાયદાઓમાં સંશોધન કરવા માગે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments