Homeગામનાં ચોરેહે ચાબુક હવે ખાતામાં 30 હજાર જમા થશે

હે ચાબુક હવે ખાતામાં 30 હજાર જમા થશે

ગોવાબાપા : હે ચાબુક દર વખતે આપણે ત્યાં ખાતામાં 15-15 લાખ રૂપિયા જમા થવાની વાતની મજાક ઉડાવવામાં આવે છે. આજે સવારમાં રવીશ કુમારને વાંચતો હતો. એમણે ફેહબુકમાં લખ્યું છે કે, ભારતના બેરોજગારોને ધર્મનો પતાકો અને અમેરિકામાં બેરોજગારોને 400 ડોલર એ પણ એક અઠવાડિયાના.

भारत के बेरोज़गारों को धर्म पताका, अमरीकी बेरोज़गारों को 400 डॉलर प्रति सप्ताह अगले हफ्ते अमरीका के राष्ट्रपति का…

Posted by Ravish Kumar on Thursday, 14 January 2021

આપણે આપણી વાત ઉપર આવીએ ચાબુક તો આજથી બરાબર પાંચમે દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ખુરશી સંભાળી લેશે. એટલે લાંબા સમયથી ચાલતી કોણ કોણની માથાકૂટનો અંત આવશે. હવે અમેરિકાના રાષ્ટ્રપતિએ 138 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. એમાં દરેક અમેરિકનના ખાતામાં 30 હજાર રૂપિયા જમા થશે. આ પાછળનું કારણ એવું છે ચાબુક કે પાટા પરથી ઉતરી ગયેલી અમેરિકાની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની કવાયત આદરવામાં આવી છે. અહીં ભારતમાં ઘણાના ધંધા રોજગાર ગયા પણ શું કરવું ? સારા સારા હિબકે ચડ્યા હતા. અમેરિકામાં પણ ધંધા રોજગારની માઠી બેઠેલી અને એટલે જ અમેરિકામાં લોકોના ધંધા ફરી પાટા પર ચડી શકે એ માટે જ આ કરવામાં આવી રહ્યું છે. હવે હું કઉં ચાબુક કે આ કુલ પેકેજ 1.9 ટ્રિલિયન ડોલરનું છે. જે અમેરિકાની સંસદના બંને ગૃહોમાંથી પસાર કરવામાં આવશે.

‘ખરી મોજ બાપા ખરી મોજ.’

અભ્યાસ કરીએ છીએ

મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ બંને ભાજપ શાસિત રાજ્ય. એમાં ત્રીજુ રાજ્ય ગુજરાત. જ્યાં ભાજપ 25-25 વર્ષથી રાજ કરે છે. ઉપરના બંને રાજ્યમાં લવ જેહાદનો કાયદો આવી ચૂક્યો છે. સામે ગુજરાતમાં કાયદો હોવો જોઈએ એવી પ્રથમ માગ ધારાસભ્ય અને હમણાં જેઓ રિહાઈ ગ્યા હતા એ મનસુખભાઈ વસાવાએ કરી હતી. આજે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તેમના પર નિવેદન આપતા કહ્યું છે કે, લવ જેહાદનો કાયદો બનાવી શકાય કે નહીં, જે માટે અભ્યાસ ચાલી રહ્યો છે. વિધર્મીઓ હિન્દુ યુવતીઓને ફસાવી લોભ લાલચ આપીને લગ્ન કરે છે. આટલું કહી એમણે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના લવજેહાદના કાયદા વિશે કહ્યું હતું કે, ત્યાં પણ અટકાવવા જ કાયદો બન્યો છે.

કોરોના નહીં વેક્સિન જીવ ખાઈ ગઈ

હવે એક ઘાતક સમાચાર આવ્યા છે ચાબુક. આપણે ત્યાં તો કાલથી કોરોનાની વેક્સિનનું કામ શરૂ થઈ જાશે પણ આ વચ્ચે નોર્વેમાંથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. નોર્વેમાં કોરોનાની ફાઈઝર વેક્સિન લગાવવાથી 13 લોકોના મોત થયા છે. નોર્વેનો મેડિકલ વિભાગ કહે છે કે આની આડઅસર થશે એવું પહેલાથી જ કહી દેવામાં આવ્યું હતું. 29 લોકોમાં તેની આડ અસર દેખાય છે. જો કે મેડિસીન એજન્સીએ કહ્યું છે કે, અમને બિલકુલ ચિંતા નથી કારણ કે જેમના મોત થયા તેઓ 80 વર્ષના હતા. શરીરથી દુબળા હતા. વૃદ્ધ હતા.

મેં પણ વેક્સિન લીધી

કાલથી ભારતમાં વેક્સિનના ડોઝ આપવાની શરૂઆત થઈ જશે. એ વચ્ચે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જબરુ નિવેદન આપી દીધું છે, એમણે કીધું છે કે કાલથી કોરોનાની હાર અને ભારતની જીત. આવતીકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અમદાવાદની સિવિલમાં હાજર રહેશે. મુખ્યપ્રધાને કહ્યું છે ચાબુક કે જેણે જેણે વેક્સિન લીધી એને એને ‘મેં પણ વેક્સિન લીધી’નો બિલ્લો લગાવશે.

‘એ ગોવાબાપા આ મેં પણ વેક્સિન લીધી એ કેના જેવું લાગે ?’

‘કેના જેવું ?’

‘હું પણ ચોકીદાર’

હા મોજ હા… આમેય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન તો કહી જ ચૂક્યા છે કે વેક્સિનનું કામ ચૂંટણી બુથની પ્રક્રિયાની જેમ જ કરવાનું છે એટલે આવો રણકો આવી જાય એમાં કંઈ નવાઈ નહીં.

ધૂતારા નીકળી પડ્યા છે

હવે ચાબુક રામ મંદિરના નિર્માણ માટે ફંડ ઉઘરાવવાની શરૂઆત થઈ ચૂકી છે. જેને જે દેવું હોય એ દેય, પણ હવે ટાઈઢ ઉડાડવા સાટુ ધૂતારાઓય સામે આવવા માંડ્યા છે. હું તને કઉં એ સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના છે. ન્યાં એક નબીરો રામમંદિરના નામે ફંડ ઉઘરાવતો હતો. એની પાહેણ નકલી રસીદ હતી.

‘પછી?’

પછી શું ? પોલીસે અટકાયત કરી લીધી. સાવધાન રહેજો ભાઈઓ બહેનો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments