Homeદે ઘુમા કેભારતની જીત : બ્રિસ્બેનનો અભેદ કિલ્લો ધરાશાયી

ભારતની જીત : બ્રિસ્બેનનો અભેદ કિલ્લો ધરાશાયી

Team Chabuk-Sports Desk : ભારતીય ટીમે બ્રિસ્બેનના ગાબા મેદાનના અભેદ કિલ્લાને ભેદી ઐતિહાસિક જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાને તેના જ ઘર આંગણે ભારતની યુવા ટીમે હરાવી સમગ્ર ક્રિકેટ વિશ્વને ચકિત કરી દીધું છે. ભારતીય ટીમે ચોથી ટેસ્ટના અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વિકેટે જીત મેળવી હતી. અંતિમ ઓવરમાં ખરાખરીનો ખેલ સર્જાયો હતો. થોડી ક્ષણો માટે ટેસ્ટ મેચ ટી ટ્વેન્ટીમાં પરિવર્તિત થઈ ગઈ હતી અને દર્શકોને જીવ અદ્ધર થઈ ગયા હતા. એક તરફથી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતને હરાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી હતી તો બીજી તરફ ઋષભ પંત તેમની જીતની આડે દિવાલ બનીને ઊભો હતો.

ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને 369 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જેની સામે ભારતના પૂંછડીયા બેટ્સમેન અને બોલર ગણાતા શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરની પચાસના બળે ઓસ્ટ્રેલિયાને ફક્ત 33 રનની લીડ મળી હતી. જોકે બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની મહોમ્મદ સિરાઝે પાંચ અને શાર્દુલ ઠાકુરે ચાર વિકેટ લીધી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ મોટો સ્કોર નહોતી કરી શકી.

ભારતની ટીમ જ્યારે બેટીંગ પર આવી ત્યારે રોહિત શર્મા 4 અને શુભમન ગિલ શૂન્ય રન પર હતા અને દિવસ પૂર્ણ થયો હતો. બીજા દિવસે જ્યારે ભારતની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે ઓસ્ટ્રેલિયા આંકડાની દૃષ્ટીએ ભારતની સામે ભારે પડશે તેવું લાગતું હતું તેની સામે ભારતીય બેટ્સમેનોએ મક્કમપણે ઓસ્ટ્રેલિયન બોલરોનો સામનો કરતા મેચ પર પકડ જમાવી લીધી હતી.

11 રન પર ભારતીય ટીમે રોહિત શર્માના રૂપે એક વિકેટ ગુમાવી હતી. જે પછી શુભમન ગિલે ઈનિંગને આગળ ધપાવતા ઓસ્ટ્રેલિયાના બોલરોને ભારે સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. ઘર આંગણે પણ ઓસ્ટ્રેલિયન બોલરોને શુભમને હંફાવ્યા હતા. ગીલે બે છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી 146 બોલમાં 91 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમની નવી દિવાલ ગણાતા ચેતેશ્વર પુજારાએ વિકેટ બચાવતા 211 બોલમાં 56 રન ફટકાર્યા હતા, જેમાં 7 બાઉન્ડ્રીનો પણ સમાવેશ થાય છે.

ભારતીય ટીમના કેપ્ટન અજિંક્ય રહાણેએ 22 બોલમાં 24 રન કર્યા હતા. જેમાં તેણે એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. એ પછી રહાણે પાસેથી કેપ્ટન ઈનિંગની આશા હતી જોકે ઓસ્ટ્રેલિયાના બોલર કમિનસ તેને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

ભારતીય ટીમની જીતમાં મહત્વનો ફાળો ઋષભ પંતે નોંધાવ્યો હતો. તેણે અણનમ બેટીંગ કરતા એક છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી 138 બોલમાં 89 રન કર્યા હતા. તેની વિકેટ મહત્વની હતી જોકે ઓસ્ટ્રેલિયાની ટીમ પંતની આગળ તમામ દાવપેચ અજમાવવામાં નિષ્ફળ પુરવાર થઈ હતી.

વોશિંગ્ટન સુંદરે ફરી બેટ વડે પરાક્રમ કરી બતાવતા 75.86ની સ્ટ્રાઈક રેટથી એક છગ્ગો અને એક ચોગ્ગાની મદદથી 29 બોલમાં 22 રન ફટકાર્યા હતા. આમ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને અંતિમ ઓવરમાં રસાકસ્સી ભર્યા મેચમાં હરાવ્યું હતું. અંતિમ ઓવરમાં ભારતીય ટીમ માટે ટી ટ્વેન્ટી જેવો માહોલ સર્જાયો હતો. ભારતની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના બોલરો દબાણ હેઠળ આવી ગયા હતા અને વિકેટ નહોતા લઈ શકતા. બીજી બાજુ ઋષભ પંતની હાજરીએ ઓસ્ટ્રેલિયાને પરાજયનો કડવો ઘૂંટડો પીવડાવ્યો હતો.  

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની હેટ્રીક

છેલ્લા ત્રણ વર્ષથી ભારતીય ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતતી આવી છે. ભારતે સતત બીજી વખત ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં જ હરાવ્યું છે. 2018-19માં ઓસ્ટ્રેલિયાને ભારતે તેના જ ઘર આંગણે હરાવ્યું હતું, એ પછી આ પુનરાવર્તન થયું છે. 2018-19માં પણ 2-1થી જ પરાજય આપ્યો હતો. 2016-17માં ભારતના આંગણે આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી દીધી હતી અને 2020-21માં ત્રીજી વખત ભારતે ઓસ્ટ્રેલિયાને પરાજય આપતા આંકડો હેટ્રીકનો થઈ ચૂક્યો છે.

ભારતીય ટીમે જીત મેળવતા જ બીસીસીઆઈએ પણ ટીમને બોનસ પેટે 5 કરોડ રૂપિયા આપવાની તાત્કાલિક જાહેરાત કરી દીધી હતી. જેથી ક્રિકેટરોની જીતની ખુશી પણ બેવડાઈ ગઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments