Team Chabuk-Political Desk : કોરોના સંકટમાં સરકારને ચારે બાજુથી ઘેર્યા પછી ખેડૂત આંદોલનની ઘટના પર વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહી છે. એ જ દિશામાં આગળ વધતા કોંગ્રેસના સાંસદ અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કૃષિ કાયદા ખેતીને બર્બાદ કરીને રાખી દેશે. હું તેનો વિરોધ કરું છું. હું જેપી નડ્ડાના સવાલોના જવાબ નહીં આપીશ ફક્ત ખેડૂતો અને દેશના જ સવાલનો જ જવાબ આપીશ.
LIVE: देश के 62 करोड़ मेहनती किसान-मज़दूर के लिए न्याय की माँग के संबंध में मेरी पत्रकार वार्ता। https://t.co/hXaxdRD4DW
— Rahul Gandhi (@RahulGandhi) January 19, 2021
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતના ઉદ્યોગજગતના મોટામાથાઓના નામ લીધા વિના મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી એક એક ચરણમાં ખેડૂતોને પૂર્ણ કરવામાં લાગ્યા છે. એ ફક્ત ત્રણ કાયદાઓ પર જ નહીં રોકાય. પણ અંતે ખેડૂતોને પૂરા કરવા માગે છે. જેથી દેશની સમગ્ર ખેતી તેના ત્રણ ચાર મિત્રોને આપી શકે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, સમગ્ર દેશ મારી વિરૂદ્ધ થઈ જાય છતાં હું સત્ય માટે જ લડતો રહીશ. હું નરેન્દ્ર મોદી કે બીજેપીથી નથી ડરતો. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, આ લોકો મને હાથ નથી લગાવી શકતા, પણ ગોળી મરાવી શકે છે. આ લોકો ખેડૂતોને થકાવવા માગે છે. એમને મુર્ખ ન બનાવી શકાય.
રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી એ ખેડૂત આંદોલનનું સન્માન કરે છે. પણ તેમની વિરૂદ્ધ જે પણ બોલે છે એમને દેશદ્રોહી સાબિત કરી દેવામાં આવે છે. સરકાર બોલતા પહેલા વિચારતી નથી. RSSથી એમને નહીં શીખવવામાં આવતું. પણ બોલતા પહેલા વિચારવાની જરૂર છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રીની પદ્ધતિ વાત કરવાની નથી એક બિલકુલ અલગ રીતે ચાલે છે.
मोदी-माया टूट गयी, मोदी सरकार का अहंकार भी टूटेगा लेकिन अन्नदाता का हौसला ना टूटा है, ना टूटेगा।
— Rahul Gandhi (@RahulGandhi) January 15, 2021
सरकार को कृषि विरोधी क़ानून वापस लेने ही होंगे!#SpeakUpForKisanAdhikar pic.twitter.com/xa2BhS5s2O
રાહુલ ગાંધીએ પોતાની સરકારને વાતમાં વણી લેતા જણાવ્યું હતું કે, જ્યારે મેં ભટ્ટા પરસૌલાનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે અમારી જ સરકાર હતી. અમારી સરકારે ખેડૂતોનું કરોડો રૂપિયાનું દેવુ માફ કર્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એક બુકલેટ જાહેર કરી છે. જેનું શીર્ષક ‘ખેતીનું ખૂન’ છે.
ખેડૂત આંદોલન હોય કે વેક્સિનેશનની પ્રક્રિયા હોય કે પછી ચીનની સાથેનો વિવાદ હોય રાહુલ ગાંધી સતત વિરોધ પક્ષની ભૂમિકા ભજવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સરકાર પર પ્રહાર કરી રહ્યા છે.
अपने सूट-बूट वाले दोस्तों का 875000 करोड़ क़र्ज़ माफ़ करने वाली मोदी सरकार अन्नदाताओं की पूंजी साफ़ करने में लगी है। pic.twitter.com/p6qL0bifQW
— Rahul Gandhi (@RahulGandhi) January 18, 2021
કોંગ્રેસની તરફથી સંસદમાં ખેડૂતોના બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ વિરોધ પક્ષે મુલાકાત કરી હતી. સાથે જ મંગળવારે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે અરૂણાચલ પ્રદેશમાં ચીન એક ગામ બનાવી રહ્યું છે.
Remember his promise- “मैं देश झुकने नहीं दूँगा।” pic.twitter.com/NdXT4hqkNK
— Rahul Gandhi (@RahulGandhi) January 19, 2021
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપ પર કેન્દ્રિય મંત્રી કિરણ રિજ્જુએ ટ્વીટ મારફતે જવાબ આપ્યો હતો કે જે વાતનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે એના પર તો કોંગ્રેસ સરકાર દરમિયાન ચીને કબ્જો કર્યો હતો. એક નેશનલ લીડર કેવી રીતે કોઈ પૂરાવા વગર આરોપ લગાવી શકે છે ?
अपने गिरेबान में भी झाँका करो कभी-कभी, किसी दूजे पर गर्द झाड़ देना आसां बहुत होता है!
— Kiren Rijiju (@KirenRijiju) January 19, 2021
Those locations you are referring to have been under Chinese occupation since very-very long Congress regime in India.
How can a national leader is ignorant and unaware of sensitive facts? https://t.co/9nH2DxevvG
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત