Team Chabuk-National Desk : 27 ફેબ્રુઆરીથી હરિદ્વારમાં કુંભ મેળાની શરૂઆત થઈ શકે છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સાથે વાતચીત દરમિયાન આ તારીખનું સૂચન કર્યું છે. તો આરોગ્ય મંત્રાલયે કુંભમેળા મુદ્દે SOP પણ જાહેર કરી દીધી છે. એક અંદાજ મુજબ કુંભ મેળામાં રોજ 10 લાખ શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા છે. જો કે, વિશેષ અવસરોમાં આ સંખ્યા 50 લાખ સુધી પહોંચી શકે તેમ છે.
12 વર્ષ પછી યોજાનારો કુંભનો મેળો 27 ફેબ્રુઆરીથી 30 એપ્રિલ સુધી યોજાય તેવી શક્યતા છે. કુંભ મેળા અંગે રાજ્ય સરકારે હજુ કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. જો કે, કુંભ મેળાની તૈયારીઓ પૂરજોસમાં ચાલી રહી છે.
કુભના મેળાના વિશેષ સ્નાન
કુંભના મેળામાં 27 ફેબ્રુઆરીએ માગ પૂર્ણિમા,11 માર્ચે મહાશિવરાત્રી, 12 એપ્રિલે સોમવતી અમાસ, 14 એપ્રિલે વૈશાખી, 21 એપ્રિલે રામ નવમી અને 27 એપ્રિલે ચૈત્ર પૂર્ણિમાનું શાહી સ્નાન કરવામાં આવશે. કેન્દ્રએ શક્યતા વ્યક્ત કરી છે કે, આ શાહી સ્નાનમાં ‘હર કી પૌડી’ પર સૌથી વધુ ભીડ એકત્ર થશે.
IMAએ પણ આપવો પડશે સહયોગ
કોરોનાને ફેલાતો અટકાવવા માટે IMAની મદદ જરૂરી છે. કુંભ મેળામાં ભારતીય મેડિકલ એસોસિએશન (IMA)એ તેના ખાનગી પ્રેક્ટીસ કરતાં તબીબોને પ્રોત્સાહન આપવું પડશે. આ માટે તેઓ ઋષિકેશ, હરિદ્વાર અને નજીકના સ્થળોએ વર્કશોપ કરવા પડશે જેથી જો કોઈ વ્યક્તિમાં કોરોનાના લક્ષણ જોવા મળે તો તેઓ તાત્કાલિક સરકારને જાણ કરી શકે
કુંભમેળામાં આવતા શ્રદ્ધાળુઓને RTPCR ટેસ્ટ કરાવવો પડશે. આ માટે કુંભમેળા વહીવટીએ વિશેષ વ્યવસ્થા કરવી પડશે. એઈમ્સ ઋષિકેશ, દૂન મેડિકલ કોલેજ, હિમાલયન મેડિકલ કોલેજ જોલીગ્રન્ટની સાથે, સાત ખાનગી લેબ્સની પણ મદદ લેવી પડશે. જેથી કોરોનાનો રિપોર્ટ સમયસર મેળવી શકાય.
આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી SOPમાં પણ મેળાનું સંચાલન કરનારા લોકોની જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોરોના મુદ્દે કોઈ પણ સમજૂતી સ્વીકાર્ય નથી. મોટી સંખ્યામાં ભીડ એકત્રીત થવા ન દેવામાં આવે. ભીડનું સંચાલન કરવું એ સૌથી મોટો પડકાર હશે. આ માટે કેટલીક સૂચના આપવામાં આવી છે.
કોરોનાને દૂર રાખવા આટલું કરવું પડશે
- સામાજિક અંતર રાખવા માટે કુંભમેળા વિસ્તારને ચિન્હીત કરી ત્યાં મજબુત વ્યવસ્થા કરવી પડશે. થર્મલ સ્ક્રિનિંગ, સામાજિક અંતર અને સેનિટાઈઝેશન માટે યોગ્ય વ્યવસ્થા કરવી પડશે.
- 65 વર્ષથી વધુ અને 10 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, ગંભીર બીમારીઓથી પીડિત લોકોને કુંભ મેળામાં આવતા રોકવા માટે રાજ્ય સરકારને પૂરતો પ્રચાર કરવા કહેવાયું છે.
- કુંભમેળામાં પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ-અલગ દરવાજા બનાવવા પડશે. આ દરવાજા પર હેલ્પ ડેસ્ક ગોઠવવું પડશે જેથી શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે.
- મેળાના પ્રવેશ દ્વાર પર થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા કરવી પડશે. જો કોઈ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જોવા મળશે તો તેને મેળામાં પ્રવેશવા નહીં દેવામાં આવે.
- કુંભમેળા વિસ્તારમાં સામાજિક અંતર રાખવા માટે રાઉન્ડ બનાવવા પડશે.
- કુંભમેળા સ્થળ પર કોઈપણ પ્રકારનું પ્રદર્શન, એવી પૂજા જેમાં ભીડ એકત્રીત થાય છે તે બંધ રહેશે. આવા કોઈપણ આયોજન માટે તંત્રની મંજૂરી લેવી પડશે.
- આખાડા, ફૂડ કોર્ટ, પૂજા સ્થાનો વગેરે જ્યાં લોકો બેસશે ત્યાં પણ શારીરિક અંતરનું ચુસ્ત પાલન કરવું પડશે.
- લંગર, અનાજ દાન જેવા આયોજનમાં પણ સામાજિક અંતરના નિયમોનું કડક પાલન કરવું પડશે.
- પાર્કિંગ, વેઈટિંગ રૂમ, સ્ટોલ વગેરે પર ભીડના સંચાલન માટેની વિશેષ વ્યવસ્થા કરવી પડશે.
- માસ્ક અને સામાજિક અંતરના નિયમો પર નજર રાખવા માટે CCTV કેમેરા લગાવાશે.
- મેળાના સ્થળે પુરતી સંખ્યામાં એમ્બ્યુલન્સ પણ રાખવી પડશે. આ એબ્યુલન્સના સંચાલન માટે કન્ટ્રોલરૂમને જવાદારી સોંપવી પડશે.
મેગા હોસ્પિટલ બનાવવી પડશે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, મેળાના સ્થળે ઓછામાં ઓછી 1 હજાર બેડની અસ્થાયી હોસ્પિટલ બનાવવી પડશે. આ હોસ્પિટલ એવી હોવી જોઈએ જેને જરૂર પડે તો બે હજાર બેડ સુધીની વ્યવસ્થા થઈ શકે. આ માટે રાજ્ય સરકાર અને DRDOની મદદ લઈ શકે છે. હોસ્પિટલમાં પૂરતી સંખ્યામાં PPE કીટ, ઓક્સિજન, વેન્ટિલેટર રાખવા પડશે. ક્લિનિકલ મેનેજમેન્ટ માટે કુંભ મેળા વિસ્તારના નિષ્ણાંત પ્રેક્ટિશનરોની ટીમ અને એઈમ્સ દિલ્હીના નિષ્ણાત પ્રેક્ટિશનરોની ટીમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સતત સમીક્ષા કરશે.
આ વ્યવસ્થા પણ કરવી પડશે
રોજ ઓછામાં ઓછી બે વાર સમગ્ર કુંભ મેળા વિસ્તારની સફાઇ કરવી પડશે. આ માટે એક ટકા સોડિયમ હાયપોક્લોરાઇટનો ઉપયોગ કરાઈ શકે છે. એવી જગ્યા જ્યાં વધુ હાથ અડે છે. તેવી જગ્યાની રોજ સફાઈ કરવી પડશે. શૌચાલય, હાથ ધોવા અને પીવાનું પાણી દરરોજ ઓછામાં ઓછા ત્રણથી ચાર વખત સાફ કરવું પડશે. કુંભ મેળા વિસ્તારમાં કોરોના સામે રક્ષણ માટે શું કરવું તેની માહિતી વિવિધ માધ્યમથી શ્રદ્ધાળુઓ સુધી પહોંચાડવી પડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત