Homeગામનાં ચોરેમહિન્દ્રાની આ કાર આફ્રિકામાં 5 સ્ટાર સેફ્ટી રેટીંગ મેળવનારી દેશની પ્રથમ કાર...

મહિન્દ્રાની આ કાર આફ્રિકામાં 5 સ્ટાર સેફ્ટી રેટીંગ મેળવનારી દેશની પ્રથમ કાર બની

Team Chabuk-Auto Desk : નવી કાર ખરીદતી વખતે આપણે અનેક બાબતોનું ધ્યાન રાખતા હોઈએ છીએ. તેમાં સૌથી મહત્વની બાબત છે સુરક્ષા. આપણે જો નવી કાર ખરીદતા હોઈએ ત્યારે એ પણ વિચારતા હોઈએ છીએ કે ન કરે નારાયણ ને જો કારનો અકસ્માત થશે તો અંદર સવાર લોકોની સેફ્ટી કેટલી ? કાર કેટલું પ્રેસર હેન્ડલ કરી શકશે ? વગેરે.

હવે સુરક્ષાની દ્રષ્ટીએ જ વિદેશી કારને ટક્કર આપવા માટે મેડ ઈન ઈન્ડિયા કાર મેદાને આવી ગઈ છે. આ કારે દક્ષિણ આફ્રિકામાં સુરક્ષા રેટિંગમાં 5 સ્ટાર મેળવી લીધા છે. દક્ષિણ આફ્રિકામાં કોઈ કારને સુરક્ષાની દ્રષ્ટીએ 5 સ્ટાર મળ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. ચાલો જાણીએ કઈ છે આ XUV ?

Mahindra XUV300 (મહિન્દ્રા XUV300)એ એસયુવી કારે વધુ એક સિદ્ધી હાંસલ કરી છે. આ ભારતીય સબ-કોમ્પેક્ટ એસયુવીને Global NCAP દ્વારા 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. આમ, આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે દક્ષિણ આફ્રિકાની પહેલી કાર પણ બની ગઈ છે.

XUV300 SUVને વર્ષ 2020માં ભારતમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું હતું. ગ્લોબલ એનસીએપીના ભારતીય અને આફ્રિકન કાર્યક્રમો સમાન મૂલ્યાંકન પ્રોટોકોલને અનુસરે છે. હવે દક્ષિણ આફ્રિકામાં પણ આ મોડેલ માટેની રેટિંગની પુષ્ટિ થઈ છે. XUV300 ભારતમાં બનાવવામાં આવે છે અને આ કારનું દક્ષિણ આફ્રિકા સહિત વિદેશની ઘણી બજારોમાં નિકાસ થાય છે.

ટુવર્ડ્સ ઝીરો ફાઉન્ડેશનના પ્રમુખ ડેવિડ વોર્ડે ક્રેશ ટેસ્ટ રેટિંગ અંગે જણાવ્યું હતું કે, સલામત કાર માટેના આફ્રિકા પ્રોજેક્ટમાં પ્રથમ 5-સ્ટાર કારનું નામ સામે આવતા ખુશી થઈ છે. આફ્રિકામાં વાહનની સલામતી માટે આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે. અમે ખાસ કરીને મહિન્દ્રાની સતત સુરક્ષા પ્રતિબદ્ધતાથી ઉત્સુક છીએ.

XUV300નું ઉત્પાદન ભારતમાં કરવામાં આવ્યું હતું અને સ્થાનિક ભારતીય ઓટો ઉદ્યોગની સલામતી ડિઝાઇન અને વૈશ્વિક નિકાસ બજારોમાં કામગીરીમાં ઉત્તમ પ્રદર્શનની ક્ષમતા ધરાવે છે.

સીઇઓ વિલીમ ગ્રોનીવાલ્ડે જણાવ્યું હતું કે, “આ #SaferCarsforAfrica (SAFE CAR for AFRICA) પ્રોજેક્ટ માટે એક માઇલસ્ટોન ઇવેન્ટ છે, અને આ સંકેત આપે છે કે, અમારી બજારમાં વાહનો માટે ઉત્તમ રેટિંગ પ્રાપ્ત કરવું પણ શક્ય છે. મને આનંદ છે કે આ રેટિંગ અનુપાલનની સમીક્ષા દ્વારા પ્રાપ્ત થયો છે. અમે આ તથ્યની પ્રશંસા કરીએ છીએ કે આફ્રિકામાં એક વ્યાજબી ભાવે ફાઇવ સ્ટાર વાહન ઉપલબ્ધ છે જે નવી કાર ખરીદતી વખતે ગ્રાહકોને સલામત વિકલ્પ પ્રદાન કરે છે.

એડલ્ટ એક્યૂપેંટ પ્રોટેક્શન સંબધે મહિન્દ્રા XUV300એ ડ્રાઇવર અને મુસાફરના માથા અને ગળાને સારી સુરક્ષા આપી હતી. ક્રેશ પરીક્ષણના પરિણામો મુજબ ડ્રાઇવરની છાતીને પૂરતી સુરક્ષા મળી હતી, જ્યારે મુસાફરની છાતીને પણ સારી સુરક્ષા મળી હતી.

બોડિશેલને સ્થિર રેટિંગ મળી છે અને તે વધુ લોડિંગનો સામનો કરવામાં સક્ષમ છે. જ્યારે ફૂટવેલ એરિયાને પણ સ્થિર માનવામાં આવ્યો હતો. સાઇડ ઇફેક્ટ રેગ્યુલેશન યુએન 95માં, XUV300એ ટેકનીકલ જરૂરિયાતો પર ખરી ઉતરી. જેમાં આગળના ડ્રાઇવર અને પેસેન્જર બેઠકો માટે સીટબેલ્ટ રીમાઇન્ડર્સ સાથે જ ABS સામેલ હતા.

ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શનના કિસ્સામાં ત્રણ વર્ષીય બાળકની સીટ અથડાઈ ત્યારે વધુ પડતી ગતિને અટકાવવામાં તે સક્ષમ હતી. જે પરીક્ષણના પરિણામો અનુસાર બાળકની છાતીને યોગ્ય સુરક્ષા પૂરી પાડતી હતી. 18 મહિનાની ડમી ચાઇલ્ડ રેસ્ટ્રેંટ સિસ્ટમને ISOFIX અને સપોર્ટ લેગ સાથે લગાવાયા હતા. આ ઉપરાંત દોઢ વર્ષના ક્રેશ ટેસ્ટ ડમીને પણ સારી સુરક્ષા મળી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments