Homeતાપણુંહવે ખરાખરીનો ખેલ : પત્ની ભાજપમાં પતિદેવ કોંગ્રેસમાં

હવે ખરાખરીનો ખેલ : પત્ની ભાજપમાં પતિદેવ કોંગ્રેસમાં

ગોવાબાપાઃ ચાબુક મને લાગે આ રાત્રિ કર્ફ્યૂ હવે અંત ભણી છે હો. સરકાર રાત્રિ કર્ફ્યૂમાં જે રીતે છૂટછાટ આપી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે 28 ફેબ્રુઆરી પછી રાત્રિ કર્ફ્યૂનું નામોનિશાન નહીં રહે. સૌપ્રથમ 9 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જવાનો નિયમ હતો તે હવે 12 વાગ્યે પહોંચ્યો છે. આજે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે 28 ફેબ્રુઆરી સુધી હવે રાતના 12 થી સવારના 6 વાગ્યા સુધી જ કર્ફ્યૂ રહેશે. જો કે લોકો તો એવીય વાતો કરી રહ્યા છે કે ચૂંટણીના કારણે નેતાઓ મોડે સુધી પ્રચાર કરી શકે તે માટે 12 વાગ્યા સુધી છૂટછાટ આપવામાં આવી છે.

આવા લોકોય ચૂંટણી લડવા નીકળી પડ્યા છે

જે રીતે ભાજપ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની અમુક બેઠકો પર બિનહરીફ ચૂંટાયું છે તે પરથી આપણે કહી શકીએ કે કોંગ્રેસમાં સંકલનનો અભાવ છે. છેલ્લે સુધી નામો ન જાહેર કરી શકતી કોંગ્રેસ ભાજપને જીતવા માટે મોકો આપી રહી છે. હવે આજેય ઘણી બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા છે.

વાત અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણીની છે. અમદાવાદ જિલ્લા પંચાયતની સિંગરવા અને ભુવાલડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થઈ ગયા છે. જેમાં સિંગરવાના કોંગ્રેસના ઉમેદવારના ઘરે શૌચાલય ન હતું જેથી ભાજપે વાંધો ઉઠાવ્યો અને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું. ભુવાલડી બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મમાં પક્ષનું નામ નહોતું લખ્યું. ચાબુક હવે જેના ઘરે શૌચાલય ના હોય તેવા ઉમેદવાર પાસેથી જનતાએ પણ શું અપેક્ષા રાખવી.

બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપ માટે જીતનો રસ્તો સાફ છે. ફોર્મ ચકાસણી દરમિયાન બોટાદ જિલ્લા પંચાયતની 20 બેઠકમાંથી 18 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. જેથી ભાજપના ઉમેદવારોને વગર પ્રચારે જીતી જવાની આશા જાગી છે.

પતિ-પત્ની અને પોલિટિક્સ

ચાબુક ચૂંટણીમાં આપણા ઘરનું માણસ ઉભું હોય તો આપણે તેના માટે પ્રચાર કરવો જોઈએ કે નહીં.

કરવો જ જોઈને ગોવાબાપા

પરંતુ આ સુરતમાં તો અવળી ગંગા વહી રહી છે. સુરતમાં વોર્ડ નંબર 15ના ભાજપના ઉમેદવાર મનીષા આહીર છે. હવે તેમના પતિ મહેશ આહીર પત્નીને જીતાડવાની જગ્યાએ વિરોધી પાર્ટીને જીતાડવા પ્રચાર કરી રહ્યા છે. ભાજપના ઉમેદવાર મનીષા આહીરના પતિ મહેશ આહીરે ચૂંટણી ટાણે જ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો અને પત્ની જે વોર્ડમાં ચૂંટણી લડી રહી છે તે જ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. ચાબુક આ એક મજબૂત લોકશાહીની નિશાની પણ કહેવાય હો. કોઈપણ વ્યક્તિને ગમે તે પક્ષ પસંદ કરવાનો અધિકાર છે. જોઈએ પતિ-પત્ની વચ્ચેની આ રાજકીય લડાઈ કોણ જીતે છે.

મોંઘવારીઃ બાપ રે બાપ

ચાબુક મોંઘવારી વિશે વાત કરતાં પહેલા આ નીચેનો ફોટો જોઈ લે.

બન્ને બાજુ ગેસના બાટલા અને વચ્ચે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત. વધી રહેલા ગેસ સિલિન્ડરના ભાવ અંગે કોંગ્રેસે આજે મીડિયાને સંબોધન કર્યું. જેમાં કોંગ્રેસે ખાલી ગેસ સિલિન્ડર રાખીને મીડિયાને સંબોધન કર્યું. ચાબુક ખરેખર હવે તો મોંઘવારી સામાન્ય જનતાના ખિસ્સા ખાલી કરી રહી છે. પેટ્રોલનો ભાવ સદી ફટકારવા તરફ આગળ વધી રહ્યો છે. ગેસના બાટલાના ભાવ પણ વધી રહ્યા છે. કોંગ્રેસે તો સરકાર પર પ્રહાર કરતાં કહ્યું છે કે, કાચા તેલની કિંમત ઘટી છે છતાં સરકાર જનતાને તેનો લાભ નથી આપી રહી. કોંગ્રેસ કહી રહી છે કે અમારી સરકાર હતી ત્યારે કાચા તેલની કિંમત હાલ કરતાં વધુ હતી છતાંય આટલા ભાવ નહતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments