Team Chabuk-National Desk : દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત આભને આંબી રહી છે. રોજ સવારે ઉઠીને બસ પેટ્રોલ અને ડિઝલના નવા ભાવ શું છે અને ખિસ્સાને કેટલો માર પડવાનો છે એ જ જાણવામાં હમણાં ભારતનો સામાન્ય વર્ગ પડ્યો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાય જિલ્લાઓમાં પેટ્રોલની કિંમતે સેન્ચુરી ફટકારી દેતા જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે.
આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 31 પૈસા અને ડિઝલની કિંમત 33 પૈસા વધી ગઈ. આ મહિનાની જ જો વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં 13મી વખત ધરખમ વધારો થયો છે. આ બધાની વચ્ચે મધ્યપ્રદેશના ભાજપના મંત્રી વિશ્વાસ સારંગે પીએમ મોદીને પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ પર શુભકામનાઓ પાઠવી છે.
સૌર ઉર્જા અને વિદ્યુત ઉર્જા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે મોદી
મધ્યપ્રદેશના ચિકિત્સા શિક્ષા મંત્રી વિશ્વાસ સારંગે પીએમ મોદીને શુભકામનાઓ આપવા પાછળ એક તર્ક વહેતો કર્યો છે. વિશ્વાસ સારંગનું માનવું છે કે પીએમ મોદીની સૌર અને વિદ્યુત ઉર્જાને આગળ ધપાવવા માટે શુભકામનાઓ પાઠવવી જોઈએ તેમણે કહ્યું કે, મૂલ્ય વૃદ્ધિનાં કારણે દેશમાં ઈલેક્ટ્રિક અને સૌર ઊર્જાથી પણ વાહન ચલાવવાની સરકારી ઈચ્છા છે. પેટ્રોલ-ડિઝલના ભાવ આંતરાષ્ટ્રીય બજાર પર નિર્ભર કરે છે. એ માટે વૃદ્ધિ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના અનુપપુરમાં પેટ્રોલની કિંમત 100.25 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલની કિમત 90.35 રૂપિયા છે. વેટ જેવા સ્થાનિક કરો અને માલ ભાડાના આધાર પર ઈંધણની કિંમત રાજ્યોમાં અલગ અલગ હોય છે. દેશમાં રાજસ્થાનમાં પેટ્રોલ પર સૌથી વધારે મૂલ્ય વર્ધિત કર એટલે કે વેટની વસુલાત કરવામાં આવે છે. જે પછી મધ્યપ્રદેશનો નંબર આવે છે.
મધ્યપ્રદેશમાં 33 ટકાની સાથે 4.5 રૂપિયા લીટરનો કર અને પેટ્રોલ પર એક ટકા ઉપકર લગાવવામાં આવે છે. ડિઝલ ઉપર 23 ટકા અને ત્રણ રૂપિયા પ્રતિ લીટર અને એક ટકા ઉપકર લગાવવામાં આવે છે. આ સિવાય બ્રાન્ડેડ પેટ્રોલ, જેના પર સૌથી વધારે કર લગાવવામાં આવે છે. તેની કિંમત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં 100 રૂપિયા પ્રતિ લીટરનાં આંકડા પાર કરી ચૂકી છે.
દિલ્હીમાં સતત 10 દિવસમાં પેટ્રોલ 3.24 રૂપિયા લીટર મોંઘુ થઈ ગયું છે. જ્યારે ડિઝલના ભાવમાં 3.49 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. દિલ્હી સિવાયના બાકીનાં બે મોટા શહેરોમાં પેટ્રોલનાં ભાવ પર એક નજર કરીએ તો.
| શહેર | પેટ્રોલ | ડિઝલ |
| મુંબઈ | 96.57 | 87.62 |
| કલકતા | 91.41 | 91.41 |
કાચું તેલ-બ્રેડ ક્રૂડનો ભાવ પણ 65 ડોલર પ્રતિ બેરલ પાર ચાલ્યો ગયો છે. આંતરાષ્ટ્રીય વાયદા બજાર ઈંન્ટરક ટિનેન્ટલ એક્સચેન્જ (આઈસીઈ) પર બેન્ચમાર્ક કાચું તેલ બ્રેટ ક્રૂડ ડિલેવરી અનુબંધમાં ગુરૂવારનાં ગત્ત સત્રમાં 1.21 ટકા તેજીથી 65.12 ડોલર પ્રતિ બેરલનો વેપાર ચાલી રહ્યો છે.
ન્યૂયોર્ક મર્કેટાઈલ એક્સચેન્જ (નાયમેક્સ) પર વેસ્ટ ટેક્સસ ઈન્ટરમીડિએટ (ડબલ્યુટીઆઈ)ના માર્ચ અનુબંધમાં ગત્ત સત્રમાં 0.96 ટકા તેજીની સાથે 62.27 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત