Team Chabuk- National Desk: હવે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવતા કે એવું કન્ટેન્ટ પીરસતા પહેલાં ચેતી જજો. જો તમે આવુ કન્ટેન્ટ પીરસશો તો તમારા પર કાર્યવાહી થઈ શકે છે. ભારત સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઓટીટી પ્લેટફોર્મ અને ડિજિટલ મીડિયા માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે, પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદ યોજીને આ મુદ્દે માહિતી આપી હતી.
આવી છે ગાઈડલાઈન્સ
- ડિજિટલ પ્લેટફોર્મને નિયમનું પાલન કરવું પડશે.
- ઓટીટી પ્લેટફોર્મ માટે ત્રીસ્તરિય વ્યવસ્થા, સેલ્ફ રેગ્યુલેશન બનાવવા માટે કહ્યું.
- ઓટીટી અને ડિજિટલ મીડિયા માટે નોંધણી ફરજિયાત કરવી.
- પોસ્ટ હટાવવા માટે યુઝરને સૂચના આપવી પડશે, સાથે જ શા માટે પોસ્ટ હટાવી તેની માહિતી આપવી પડશે.
- સોશિયલ મીડિયાને મીડિયા જેમ જ નિયમોનું પાલન કરવું પડશે.
- સોશિયલ મીડિયાના નિયમ ત્રણ મહિનામા લાગુ થશે.
- સોશિયલ મીડિયાને એ તૈયારી કરવી પડશે કે તે યુઝર્સના એકાઉન્ટનું વેરિફિકેશન કેવી રીતે કરશે.
- દર મહિને ફરિયાદ, કાર્યવાહીનો રિપોર્ટ આપવો પડશે, સૌથી પહેલાં પોસ્ટ કરનારાની જાણકારી આપવી પડશે.
- 24 કલાકમાં વાંધાજનક પોસ્ટ હટાવવી પડશે.
- ચીફ કમ્પેન અધિકારી, નોડલ ઓફિસરની નિમણૂક કરવી પડશે.
- ફરિયાદનો ઉકેલ કરનારા અધિકારી ભારતમાં જ હોવો જઈએ.
- દર મહિને કેટલી ફરિયાદ મળી અને કેટલાનું નિરાકરણ થયું તેનો રેકોર્ડ રાખવો પડશે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભારતમાં વેપાર કરે તેમનું સ્વાગત છે. પરંતુ એ વાત પણ સાચી છે કે, સોશિયલ મીડિયામાં અશ્લિલતા પણ ફેલાવાઈ રહી છે. સરકાર આલોચના માટે તૈયાર છે. પરંતુ સોશિયલ મીડિયાના દુરઉપયોગ પર પણ ફરિયાદનો વિકલ્પ પણ મળવો જોઈએ. સોશિયલ મીડિયા માટે જે ગાઈડલાઈન્સ જાહેર કરાઈ છે તે ત્રણ મહિનામાં લાગુ કરી દેવામાં આવશે.
તેમણે કહ્યું કે, ભારતમાં વોટ્સએપના 53 કરોડ, ફેસબુકના 40 કરોડ અને ટ્વીટરના 1 કરોડથી વધુ યુઝર્સ છે. ભારતમાં સોશિયલ મીડિયાનો બહુ ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ જે ચિંતાઓ વ્યક્ત કરાઈ છે તેના પર કામ થવું જોઈએ.
રવિશંકર પ્રસાદે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ઓનલાઈન પ્લેટફોર્મ પરના કન્ટેન્ટ વિશે ગાઈડલાઈન બનાવવા માટે કહ્યું હતું. નિર્દેશના આધારે ભારત સરકારે ગાઈડલાઈન્સ તૈયાર કરી છે. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને યુઝર્સનું વેરિફિકેશન કરવું જોઈએ. અત્યારે સરકાર તેમાં હસ્તક્ષેપ નહીં કરે પ્લેટફોર્મને આ જાતે જ કરવું જોઈએ.
તેમણે જાહેરાત કરતા કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અધિકારીઓ તૈનાત કરવા પડશે. કોઈ પણ આપત્તિજનક કન્ટેન્ટને 24 કલાકમાં હટાવવું પડશે. પ્લેટફોર્મ્સે ભારતમાં પોતાના નોડલ ઓફિસર, રેસિડેન્ટ ગ્રિવાંસ ઓફિસરની તૈનાતી કરવી પડશે. આ ઉપરાંત દર મહિને કેટલી ફરિયાદ મુદ્દે પગલાં લેવાયા તેના વિશે જાણકારી આપવી પડશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, અફવા ફેલાવવાળો પહેલો વ્યક્તિ કોણ છે, તેની જાણકારી આપવી જરૂરી છે. કારણ કે તે પછી જ તે કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર સતત ફેલાતુ રહે છે. આમા ભારતની સંપ્રુતા, સુરક્ષા, વિદેશી સંબંધ, બળાત્કાર જેવા મહત્વના મુદ્દાઓને સામેલ કરવામાં આવશે.
તાજતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત