ભગતસિંહ: અને તમે હિન્દુઓ, તમે કહો છો કે આજે જે કષ્ટ ભોગવી રહ્યા છો, એ પૂર્વજન્મના પાપ છે અને આજના ઉત્પીડક એ ગત્ત જન્મમાં તો સાધુ પુરુષ હતા. જેથી એ સત્તાનો આનંદ લૂંટી રહ્યા છે. મારે તો એ માનવું જ પડે કે તમારા પૂર્વજ ખૂબ જ ચાલાક હતા. તેમણે એવા સિદ્ધાંતો તૈયાર કર્યા જેમાં તર્ક અને અવિશ્વાસના તમામ પ્રયાસોને નિષ્ફળ કરવાની સંપૂર્ણ શક્તિ છે.
ન્યાયશાસ્ત્રના અનુસાર દણ્ડને અપરાધી પર પડનારા અસરના આધાર પર માત્ર ત્રણ કારણોના કારણે યોગ્ય ઠેરવવામાં આવે છે. એ છે – પ્રતિકાર, ભય અને સુધાર. આજે તમામ પ્રગતિશીલ વિચારકો દ્વારા પ્રતિકારના સિદ્ધાંતની નિંદા કરવામાં આવે છે. ભયભીત કરવાના સિદ્ધાંતનો પણ અંત એ જ છે. સુધાર કરવાનો સિદ્ધાંત જ ફક્ત આવશ્યક છે અને માનવતાની પ્રગતિ માટે અનિવાર્ય છે. તેનો ધ્યેય અપરાધીને યોગ્ય અને શાન્તિપ્રિય નાગરિકના સ્વરૂપે સમાજને પરત કરવાનો છે.
પણ જો આપણે મનુષ્યને અપરાધી માની પણ લઈએ તો ઈશ્વર દ્વારા તેમને આપવામાં આવેલા દણ્ડની શું પ્રકૃતિ છે ? તમે કહો છો એ એને ગાય, બિલાડી, વૃક્ષ, જડીબુટ્ટી કે જાનવર બનાવીને પેદા કરે છે. તમે એવા 84 લાખ દંણ્ડોને ગણાવો છો.
હું પૂછું છું કે મનુષ્ય પર આની સુધારકના રૂપે શું અસર છે ? તમે આવા કેટલા વ્યક્તિઓને મળ્યા છો ? જે એમ કહે છે કે એ કોઈ પાપના કારણે પૂર્વજન્મમાં ગધેડાના રુપે પેદા થયા હતા ? એક પણ નહીં ? આપણા પુરાણોમાંથી ઉદાહરણ ન આપો. મારી પાસે તમારી પૌરાણિક કથાઓ માટે કોઈ સ્થાન નથી. અને શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી મોટું પાપ ગરીબ હોવું છે. ગરીબી એક અભિશાપ છે. આ એક દણ્ડ છે.
હું પૂછું છું કે દણ્ડની પ્રક્રિયાની ક્યાં સુધી પ્રશંસા કરીએ, જે અનિવાર્યત: મનુષ્યને વધારે અપરાધ કરવા બદલ પીડા આપે ? શું તમારા ઈશ્વરે એ નહોતું વિચાર્યું કે એને પણ આ તમામ વાતો માનવતા દ્વારા અકથનીય કષ્ટોને સહન કરવાની કિંમત પર અનુભવથી શીખેલી હતી ? તમે શું વિચારો છો, કોઈ ગરીબ કે અભણ પરિવાર, જેવી રીતે એક ચમાર કે મેહતરને ત્યાં પેદા થવા પર મનુષ્યનું શું ભાગ્ય હશે ? કારણ કે એ ગરીબ છે, એટલે ભણી નથી શકતો. એ પોતાના સાથીઓથી તિરસ્કૃત અને પરિત્યક્ત રહે છે. જે ઊંચી જાતિમાં પેદા થવાના કારણે ખૂદને ઊંચા માને છે. તેનું અજ્ઞાન, તેની ગરીબી તથા તેની સાથે કરવામાં આવેલો વ્યવહાર તેના હ્રદયને સમાજના પ્રત્યે નિષ્ઠુર બનાવી દે છે.
જો એ કોઈ પાપ કરે છે તો તેનું ફળ કોણ ભોગવશે ? ઈશ્વર ? એ સ્વયં કે સમાજના મનીષીઓ ? અને એ લોકોના દંણ્ડના વિશે શું હશે ? જેને દંભી બ્રાહ્મણોએ જાણીજોઈને અજ્ઞાની બનાવી રાખ્યા તથા જેમને તમારા જ્ઞાનની પવિત્ર પુસ્તકો – વેદોના કેટલાક વાક્યો સાંભળી લેવાના કારણે કાનમાં પીગળેલા સીસાની ધારને સહન કરવાની સજા ભોગવવી પડી હતી ? જો તેઓ કોઈ અપરાધ કરે છે તો એના માટે કોણ જવાબદાર હશે ? અને તેમનો પ્રહાર કોણ સહન કરશે ?
મારા પ્રિય મિત્રો! આ સિદ્ધાંતો વિશેષાધિકાર યુક્ત લોકોના આવિષ્કાર છે. એ પોતાની શક્તિ, મૂળી અને ઉચ્ચતાને આ સિદ્ધાંતોના આધાર પર સત્ય ઠેરવે છે.
અપટાન સિંક્લેયરે લખ્યું છે કે, મનુષ્યને ફક્ત અમરત્વમાં વિશ્વાસ અપાવી દો અને એ પછી તેની તમામ સંપતિ લૂંટી લો. એ વગર કોઈ વાદ વિવાદે આ કામમાં તમારી સહાયતા કરશે. ધર્મના ઉપદેશકો અને સત્તાના સ્વામીઓના ગઠબંધનથી જ જેલ, ફાંસી, ચાબુક ફટકારવી અને આવા સિદ્ધાંતો ઉપજતા હોય છે.
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત