Team Chabuk- national Desk: વર્ષ 2020માં ભારતમાં કોરોનાની એન્ટ્રી થયા બાદ સતત સોનાના ભાવ વધી રહ્યા હતા. સોના-ચાંદીના વધી રહેલા ભાવ બાદ હવે વર્ષ 2021માં સતત સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. ઘટી રહેલા ભાવ આમ આદમી માટે ખરીદીની આશા જગાવી રહ્યા છે. લગ્નસરાની સિઝનની શરૂઆતમાં જ સોના-ચાંદીના ભાવ ઘટતા ખરીદદારોને પણ રાહત થઈ રહી છે.
ગઈકાલે એટલે કે 2 માર્ચના રોજ સોનામાં એક સાથે 910 રૂપિયાનો ઘટાડો નોંધાતા સોનાનો ભાવ 45 હજારની નીચે પહોંચી ગયો છે. અમદાવાદની જો વાત કરીએ તો ગત 7 ઓગસ્ટ,2020ના રોજ અમદાવાદમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 56 હજાર રૂપિયે પહોંચ્યા હતા. જે આજે એટલે કે 3 માર્ચના રોજ 44,630 રૂપિયા પર પહોંચી ગયા છે. એટલે કે સાત મહિનામાં સોનાના ભાવ 11,370 રૂપિયા ઘટ્યો છે.
છેલ્લા 10 દિવસમાં 1130 રૂપિયા ઘટ્યા
અમદાવાદ શહેરમાં છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં 1130 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
| તારીખ | 22 કેરેટ | 24 કેરેટ |
| 3 માર્ચ, 2021 | 44,630 | 46,630 |
| 2 માર્ચ, 2021 | 44,640 | 46,640 |
| 1 માર્ચ, 2021 | 45,550 | 47,550 |
| 28 ફેબ્રુઆરી, 2021 | 45,190 | 47,090 |
| 27 ફેબ્રુઆરી, 2021 | 45,200 | 47,100 |
| 26 ફેબ્રુઆરી, 2021 | 45,890 | 47,890 |
| 25 ફેબ્રુઆરી, 2021 | 45,900 | 47,900 |
| 24 ફેબ્રુઆરી, 2021 | 46,250 | 48,250 |
| 23 ફેબ્રુઆરી, 2021 | 46,350 | 48,350 |
| 22 ફેબ્રુઆરી, 2021 | 45,760 | 47,760 |
છેલ્લા સાત મહિનામાં આ રીતે ઘટ્યા ભાવ
| તારીખ | 22 કેરેટ | 24 કેરેટ |
| 3 માર્ચ, 2021 | 44,630 | 46,630 |
| 21 ફેબ્રુઆરી, 2021 | 45,760 | 47,760 |
| 17 ફેબ્રુઆરી, 2021 | 47,160 | 50,160 |
| 1 ફેબ્રુઆરી, 2021 | 48,500 | 51,600 |
| 5 જાન્યુઆરી, 2021 | 50,580 | 52,580 |
| 1 ડિસેમ્બર, 2020 | 47,680 | 49,680 |
| 1 નવેમ્બર, 2020 | 49,590 | 51,390 |
| 1 ઓક્ટોબર, 2020 | 48,980 | 51,380 |
| 19 સપ્ટેમ્બર, 2020 | 50,480 | 53,880 |
| 18 ઓગસ્ટ, 2020 | 52,210 | 53,800 |
| 7 ઓગસ્ટ, 2020 | 54,400 | 56,000 |
આમ 2021ની શરૂઆતથી જ સોનાના ભાવ ઘટી રહ્યા છે. ત્યારે લગ્નસરાની સિઝનમાં પણ સોનાની ખરીદી વધવાની શક્યતા દેખાઈ રહી છે. લોકડાઉન બાદ સોનાના વધી રહેલા ભાવથી વેપારીઓ અને ગ્રાહકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જો કે હવે જે રીતે ભાવ ઘટી રહ્યા છે તે જોતાં સોની બજારમાં પણ રોનક પાછી ફરશે તેવું વર્તાઈ રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત