Homeગામનાં ચોરેશશિ કટાક્ષ : બઢતી કા નામ દાઢી અને ઘટતી કા નામ GDP!!

શશિ કટાક્ષ : બઢતી કા નામ દાઢી અને ઘટતી કા નામ GDP!!

Team Chabuk-National Desk : કોંગ્રેસ નેતા શશિ થરૂરે પીએમ મોદીની વધી રહેલી દાઢીની તુલના દેશની જીડીપી સાથે કરી માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટર પર કટાક્ષ કર્યો હતો. શશિ થરૂરે વર્ષ 2017થી 2019-20 સુધીના આંકડાઓ દેખાડતા પીએમ મોદી પર નિશાનો સાધ્યો હતો. જીડીપીના આંકડાની સાથે પ્રધાનમંત્રીની પાંચ તસવીરો શશિ થરૂરે સામે રાખી હતી. જેમાં તેમની દાઢી ક્રમશ: વધી રહી છે. જેમાં પીએમ મોદીની દાઢીની સાઈઝ અલગ અલગ છે. સાથે જ જીડીપીના આંકડાઓમાં આવી રહેલો ઘટાડો પણ કટાક્ષનાં સ્વરૂપે દર્શાવવામાં આવ્યો છે.

શશિ થરૂરે ટ્વીટની સાથે લખ્યું છે કે, આને કહેવાય છે ગ્રાફિક્સ ઈલેસ્ટ્રેશનનું કારણ. ગ્રાફિક્સમાં દર્શાવવામાં આવ્યું છે કે 2017-18માં ચોથા ક્વાર્ટરમાં ભારતની જીડીપી 8.1 ટકા હતી. એ પછી વર્ષ 2019-20ની સાલમાં ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી પડીને 4.5 ટકા રહી ગઈ છે.

દેશની જીડીપીની સ્થિતિ શું છે ?

તાજા આંકડાઓના આધારે ચાલુ નાણાકીય વર્ષ 2020-21ની ત્રીજી ક્વાર્ટરની જીડીપીમાં વૃદ્ધિ દર 0.4 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જે સતત વિકાસદરમાં વૃદ્ધિને દર્શાવે છે. જોકે સમગ્ર નાણાકીય વર્ષનાં જીડીપીનો વૃદ્ધિ દર તો શૂન્યની નીચે રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીજા અગ્રિમ અનુમાન આંકડાઓનાં અનુસાર, નાણાકીય વર્ષ 2020-21ના સમયે જીડીપી વૃદ્ધિદર માઈનસ આઠ ટકા રહી શકે છે. 2011-12ની સ્થિર કિંમતો પર નાણાકીય વર્ષ 2020-21ના સમયે દેશની વાસ્તવિક જીડીપી 134.09 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે.

જ્યારે જાન્યુઆરી 2021ના જાહેર કરવામાં આવેલા 2019-20ના પ્રથમ સંશોધિત અનુમાનમાં દેશની જીડીપી 145.69 લાખ કરોડ રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ રીતે જ દેશની વર્ષ 2020-21ની જીડીપીમાં વૃદ્ધિ દર માઈનસ આઠ ટકા રહેવાનું અનુમાન છે. જ્યારે 2019-20માં જીડીપી વૃદ્ધિ દર ચાર ટકા નોંધાયો હતો. ત્યાં જ સ્થિર કિંમતો (2011-12) પર નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ક્વાર્ટરમાં દેશની જીડીપી 36.22 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. જ્યારે 2019-20ની સમાન અવધિ દરમિયાન આ આંકડો 36.08 લાખ કરોડ રૂપિયા હતા. આ પ્રકારે, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપીની વૃદ્ધિ 0.4 ટકા રહેવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments