Homeગામનાં ચોરેછાત્રાલયની છોકરીઓના વસ્ત્રો ઉતારાવી પોલીસ નૃત્ય કરાવતી હતી

છાત્રાલયની છોકરીઓના વસ્ત્રો ઉતારાવી પોલીસ નૃત્ય કરાવતી હતી

Team Chabuk-National Desk: મહારાષ્ટ્રમાંથી શર્મશાર કરી નાખતી એક ઘટના સામે આવી છે. અહીંના જલગાંવની એક છાત્રાલયમાં કેટલાક પોલીસકર્મીઓએ છાત્રાઓના જબરદસ્તી વસ્ત્રો ઉતરાવ્યા હતા અને તેમને ડાન્સ કરાવવા મજબૂર કરી હતી. બુધવારે આ ઘટનાનાં પડઘા મહારાષ્ટ્રની વિધાનસભામાં પડ્યા હતા અને વાત સામે આવી હતી. સમાચાર એજન્સી આઈએએનએસના જણાવ્યા પ્રમાણે વિપક્ષ ભાજપ દ્વારા ઉઠાવવામાં આવેલી આ ઘટનાને આધારે રાજ્યની મહાવિકાસ અઘાડીની સરકારે નિશ્ચિત સમયમર્યાદાની અંદર અંદર તપાસ કરવાના આદેશ આપી દીધાં છે.

ભાજપે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો

આ ઘટના પરથી પડદો ઉઠાવનારી ભાજપની ચિખલીની ધારાસભ્ય શ્વેતા મહાલેએ કહ્યું – જે સહયોગી છાત્રાઓએ પોલીસનો સહયોગ નથી કર્યો તેમને વસ્ત્રો ઉતારી નૃત્ય કરવા મજબૂર કરી છે. મહાલેએ આ વિષય અંતર્ગત આગળ કહ્યું કે, આ વખતે હોસ્ટેલની છાત્રાઓ ડરના પડછાયામાં છે. તેમને સુરક્ષિતતાનો અનુભવ કરાવવો જોઈએ. આ ઘટના રાજ્યના ચહેરા ઉપર ડાઘ બરાબર છે. રક્ષક પોલીસ જ ભક્ષક બની ગઈ છે.

વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આ શર્મનાક ઘટના છે. એક વીડિયો ક્લિપમાં દેખાઈ રહ્યું છે કે પોલીસવાળા છોકરીઓનાં વસ્ત્રો ઉતારાવી રહ્યા છે. આની વિસ્તૃત તપાસ કરાવવી જોઈએ. આપણે આ ઘટનાને સંવેદનશીલ રીતે જોવી જોઈએ. આ સાથે જ વિધાનસભાના કેટલાક સભ્યોએ મહાવિકાસ અઘાડીને બરખાસ્ત કરવાની માગ કરી છે. તો અન્યો દ્વારા વિધાનસભામાં શર્મ-શર્મના નારા લગાવ્યા હતા અને સરકારને ઘેરી લીધી હતી.

મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા

આ સાથે જ, તેમણે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને તપાસના આદેશ આપવા અને ઘટનામાં સંડોવાયેલા પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનું જણાવ્યું હતું. આ અંગે દેશમુખે વિધાનસભામાં કહ્યું કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અમે ચાર સભ્યોની એક કમિટિ બનાવી છે. જે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહી છે. 48 કલાકની અંદર અંદર રિપોર્ટ સોંપવામાં આવશે. તપાસ રિપોર્ટ મળ્યા બાદ નિયમો પ્રમાણે કાર્યવાહી પણ કરવામાં આવશે.

રાજ્યની મહિલા અને બાળવિકાસ મંત્રી યશોમતી ઠાકુરે કહ્યું કે, તમામ સાક્ષીઓને એકઠા કરવામાં આવશે અને તેની તપાસ કરવામાં આવશે. આ સાથે જ દોષિતોને બક્ષવામાં નહિ આવે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments