ભગતસિંહ : મનુષ્યની મર્યાદાઓને ઓળખવા પર તેમની દુર્બળતાઓ અને દોષને સમજ્યા પછી પરીક્ષાની ક્ષણોમાં મનુષ્યને બહાદુરીપૂર્વક સામનો કરવા માટે ઉત્સાહિત કરવા, તમામ મુસીબતોને પુરુષત્વની સાથે જીલવા તથા સમ્પન્નતા અને એશ્વર્યમાં તેના વિસ્ફોટને બાંધવા માટે ઈશ્વરના કાલ્પનિક અસ્તિત્વની રચના થઈ છે.
પોતાના વ્યક્તિગત નિયમો તથા અભિભાવકીય ઉદારતાથી પૂર્ણ ઈશ્વરની વધારી-ચડાવીને કલ્પના અને ચિત્રણ કરવામાં આવ્યું છે. જ્યારે તેની ઉગ્રતા તથા વ્યક્તિગત નિયમોની ચર્ચા થાય છે તો તેનો ઉપયોગ એક ભય દર્શાવવા કરવામાં આવે છે. જેથી કોઈ મનુષ્ય સમાજ માટે ખતરો ન બની જાય. જ્યારે તેના અભિભાવક ગુણોની વ્યાખ્યા થાય છે તો તેનો ઉપયોગ એક પિતા, માતા, ભાઈ, બહેન, મિત્ર તથા સહાયકની માફક કરવામાં આવે છે. જ્યારે મનુષ્ય પોતાના તમામ મિત્રો દ્વારા વિશ્વાસઘાત અને ત્યાગથી અત્યન્ત ક્લેષમાં હોય તો તેને એ વિચારથી સાન્તવના મળે છે કે એક સાચો મિત્ર હંમેશાં તેની સહાયતા કરવા માટે છે. તેને ટેકો આપશે તથા એ સર્વશક્તિમાન છે અને કંઈ પણ કરી શકે છે. વાસ્તવમાં આદિમ કાળથી આ સમાજ માટે ઉપયોગી હતું.
પીડામાં પડેલા મનુષ્ય માટે ઈશ્વરની કલ્પના ઉપયોગી હોય છે. સમાજને આ વિશ્વાસની વિરૂદ્ધ લડવાનું રહેશે. મનુષ્ય જ્યારે પોતાના પગ ઉપર ઊભા રહેવાનો પ્રયત્ન કરે છે તથા યથાર્થવાદી બની જાય છે ત્યારે તેને શ્રદ્ધાને એક બાજુ ફેંકી દેવી જોઈએ અને એ તમામ કષ્ટો, પરેશાનીઓનો પુરુષત્વની સાથે સામનો કરવો જોઈએ.
જેમાં પરિસ્થિતિઓ તેને નીચે પાડી શકે છે. આજે મારી એજ સ્થિતિ છે. આ મારો અહંકાર નથી, મારા મિત્ર! આ મારા વિચારવાની પદ્ધતિ છે. જેણે મને નાસ્તિક બનાવ્યો છે. ઈશ્વરમાં વિશ્વાસ અને રોજે રોજની પ્રાર્થનાને હું મનુષ્ય માટે સૌથી સ્વાર્થી અને ઓછું કામ માનું છું. મેં એ નાસ્તિકો વિશે વાંચ્યું છે, જેમણે તમામ આપત્તિઓનો બહાદુરીપૂર્વક સામનો કર્યો. અંત: હું પણ એક પુરુષની માફક ફાંસીનાં ફંદા પર અન્તિમ ક્ષણ સુધી માથું ઊચું રાખી ઊભો રહેવા ઈચ્છું છું.
મારે જોવાનું છે કે હું કેવી રીતે નિભાવી શકું છું. મારા એક મિત્રએ મને પ્રાર્થના કરવાનું કહ્યું. જ્યારે મેં તેને નાસ્તિક હોવાની વાત કહી તો તેણે કહ્યું, ‘તારા અન્તિમ દિવસોમાં તું વિશ્વાસ કરવા લાગીશ.’
મેં કહ્યું, ‘નહીં, પ્રેમાળ મિત્ર, આવું નહીં થાય. હું આને મારા માટે અપમાનજનક તથા ભ્રષ્ટ હોવાની વાત સમજુ છું. સ્વાર્થી કારણોથી હું પ્રાર્થના નહિં કરીશ.’
વાચકો અને મિત્રો, શું આ અહંકાર છે ? જો છે તો હું સ્વીકાર કરું છું.
(સંપૂર્ણ)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત