Team Chabuk-National Desk: બિહારના બેગુસરાયના વિદ્યાર્થીનું ટેલેન્ટ જોઈને ગુગલ કંપની પણ દંગ રહી ગઈ છે. બેગુસરાયના એક વિદ્યાર્થીએ ગુગલની એક એવી ભુલ શોધી બતાવી કે ગુગલે આ વિદ્યાર્થીને પોતાની રીસર્ચર ટીમમાં ભરતી કરી લીધો.
વાત જાણે એમ છે કે, આ વિદ્યાર્થીનું નામ ઋતુરાજ છે. જેણે ગુગલની એક સાઈટને માત્ર હેક જ ન કરી પરંતુ તેની જાણકારી પણ ગુગલને આપી. ઋતુરાજની આ માહિતીથી ગુગલ કંપનીએ પણ માન્યું કે આ સાઇટ હેક કરી શકાય છે. ગુગલે ઋતુરાજની કાબેલિયત જોતા પોતાની સંશોધન ટીમમાં સામેલ કર્યો છે.
ઋતુરાજએ જણાવ્યું કે ગુગલની ખામી બાબતે ધ્યાને આવતા તરત જ તેની જાણકારી ગુગલને મેઈલ કરીને આપી. માહિતી આપ્યાના એક દિવસ બાદ જ ગુગલે આ વિદ્યાર્થીને મેલ કરી તેને શોધેલી ખામી સાચી હોવાનું જણાવ્યું. આ પછી ગુગલે પોતાની રીસર્ચરની ટીમમાં સામેલ કર્યો છે.
બેગુસરાય શહેરના મૂંગેરીગંજના નિવાસી અને સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા રાકેશ ચૌધરીના પુત્ર ઋતુરાજ મણિપુરમાં બી.ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ઋતુરાજ એ પણ જણાવ્યું કે તે બાળપણથી જ હેકર બનવાના સપના સાથે અભ્યાસ કરી રહ્યો છે. ઘણી બધી કંપનીઓની સાઈટમાં એણે ખામી શોધી છે. તે ઘણા સમયથી ગુગલ કંપનીની સાઈટમાં ભૂલ શોધવાની કોશિશ કરતો હતો. આખરે તેને ગુગલની ની એક સાઈટમાં મોટી ભૂલ નજર આવી. આ ભુલ એટલી મોટી હતી કે જેનાથી સાઈટને એ કરી શકાય. એ ઋતુરાજે કરી બતાવ્યું.
મળતી જાણકારી મુજબ ગુગલ પોતાની સાઈટમાં ભુલ શોધવા વાળા આ વિદ્યાર્થીને મોટું ઇનામ પણ આપી શકત. હવે એ જોવાનું છે કે ઋતુરાજને કંપની શું ઇનામ આપે છે. હાલ પૂરતો ગુગલે ઋતુરાજને પોતાની રિસર્ચર ટીમમાં સમાવ્યો છે. તેની ઉપલબ્ધિ માટે પરિવારજનો અને પાડોશીઓ ખૂબ ખુશ છે. એના પિતાને કહ્યું કે હેકર બે પ્રકારના હોય છે. એક સારો અને ખરાબ. મારો દીકરો સારો હેકર છે. જે તેનો કોઈ ખોટો ઉપયોગ કરતો નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
