Team Chabuk-National Desk: દેશની વાયુ સેનામાં ફાઈટર પ્લેનના પાયલોટ તરીકે મહિલાઓની પ્રાયોગિક ધોરણે ભરતી શરૂ કરવામાં આવી હતી. આ પ્રાયોગિક ભરતીને હવે કાયમી કરવાનો દેશના સંરક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ફાઈટર પ્લેનના પાયલોટ તરીકે મહિલાઓની ભરતી કરવાનો નિર્ણય ભારતની નારીશક્તિની ક્ષમતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહિલાશક્તિ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ટ્વિટ ધ્વારા જણાવ્યું કે, સંરક્ષણ મંત્રાલય એ ભારતીય એર ફોર્સમાં મહિલા ફાઈટર પાયલોટની ભરતી માટે શરૂ કરેલી પ્રાયોગિક યોજનાને હવે કાયમી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નેશનલ ડિફેન્સ એકેડમીમાં મહિલાઓના એડમિશન બાબતે મહત્વનો ચુકાદો આવ્યો હતો. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વર્ષ 2018માં ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદીએ એકલા હાથે ફાઈટર પ્લેન ઉડાવીને ઈતિહાસ રચ્યો હતો. આવું કરનારી તે પ્રથમ ભારતીય મહિલા હતી. અવનીએ મિગ-21 ફાઈટર પ્લેન દ્વારા ઈતિહાસ રચ્યો હતો. વર્ષ 2020માં નૌ સેનાએ ડોરનીયર સમુદ્રી ફાઈટર પ્લેન મહિલા પાયલોટની પ્રથમ બેચની નિયુક્તિ કરી હતી.
નૌસેનાએ INS વિક્રમાદિત્ય સહિત લગભગ 15 યુદ્ધ જહાજમાં 28 મહિલા અધિકારીઓ તૈનાત કર્યા છે. આ પ્રકારે નવી નિમણૂક કરી આ સંખ્યમાં વધારો કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં ઇન્ડિયન આર્મીએ પણ મિલિટરી પોલીસમાં મહિલાની ભરતીની શરૂઆત કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત