Homeગામનાં ચોરેપબજી રમતા રમતા બંગાળનો છોકરો અને કર્ણાટકની છોકરી પ્રેમમાં પડ્યા, લગ્ન કરી...

પબજી રમતા રમતા બંગાળનો છોકરો અને કર્ણાટકની છોકરી પ્રેમમાં પડ્યા, લગ્ન કરી લીધા

Team Chabuk-National Desk: પબજી ગેમના કેટલાય ગેરફાયદા છે પણ પહેલી વખત ફાયદો પણ સામે આવ્યો છે. ઓનલાઈનના જમાનામાં જેના વગર યુવાઓને ચાલતું નથી તે પબજીના કારણે એક કપલના લગ્ન ગોઠવાઈ ગયા છે. આ ગેમ રમતા રમતા પ્રેમમાં પડી ગયા અને લગ્ન કરી લીધાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. જેમના લગ્ન થયા છે તેમાં યુવક બંગાળ રાજ્યનો છે અને યુવતી કર્ણાટક રાજ્યની છે.

પબજી ગેમને લઈ કેટલાક રાજ્યોમાં પાબંધી લાગી ચૂકી છે, કારણ કે પબજી શોખીન યુવાનોને એક વખત તેની લત લાગી જાય છે તો છૂટવાનું નામ નથી લેતી. વિશ્વભરમાં પબજી રસિકોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. એવામાં સમાચાર છે કે પશ્ચિમ બંગાળના ધૂપગુડીનો સૈનૂર આલમ પબજી રમવાનો રસિયો છે. એ રોજ આ ગેમ રમે છે. ગેમ રમતા રમતા તે કર્ણાટકની ફિરઝા નામની યુવતી સાથે જોડાયો. બંને મિત્ર બન્યા અને પછી ભાવનાત્મકરૂપથી જોડાયા. બંનેની ફોન પર કલાકો સુધી વાતચીત થતી હતી.

શનિવારના રોજ ફિરઝા બેંગ્લોરની ફ્લાઈટ પકડીને વાયા બાગડોગરા થતા ધૂપગુડી આવી પહોંચી અને એરપોર્ટથી સીધી સૈનૂરના ઘરમાં પહોંચી ગઈ. જ્યારે તેણે સૈનૂરના ઘરની ઘંટડી વગાડી અને તેણે દરવાજો ખોલ્યો તો તે ચકિત્ત થઈ ગયો હતો. સામે ફિરઝા ઊભી હતી. એ માની નહોતો શકતો કે ફિરઝા આટલા દૂરથી ફક્ત તેના માટે આવી છે.

જેવી રીતે ઘર આંગણે ઉભેલી ફિરઝાને જોઈ સૈનૂર દંગ રહી ગયો તે રીતે સૈનૂરના પરિવારજનો પણ દક્ષિણ ભારતીય યુવતીને 2554 કિલોમીટર દૂરથી આવેલી જોઈ આભા થઈ ગયા હતા. બાદમાં આ ઓનલાઈન પ્રેમી પંખીડાઓએ વેવિશાળ કરી લીધા. સ્થાનિક લોકો પણ એ વાતથી અચંબિત છે કે ગેમ રમતા રમતા જીવનસંગીની મળી ગઈ?  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments