Homeગામનાં ચોરેVIDEO: પ્લેટફોર્મ બદલવા માટે શખ્સે શોર્ટકટ અપનાવ્યો, ચાલતી ટ્રેન નીચે ફસાયો, હચમચાવી...

VIDEO: પ્લેટફોર્મ બદલવા માટે શખ્સે શોર્ટકટ અપનાવ્યો, ચાલતી ટ્રેન નીચે ફસાયો, હચમચાવી દેતો વીડિયો

Team Chabuk-National Desk: બિહારમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ટ્રેનની નીચે પડીને પોતાને બચાવવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. આ ઘટના ભાગલપુરની છે, જ્યાં યુવક ટ્રેનની નીચેથી બીજા પ્લેટફોર્મ પર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન ટ્રેક પર ટ્રેન ચાલવા લાગી હતી.

ભાગલપુરમાં શોર્ટકટ અને ઉતાવળના કારણે એક વ્યક્તિનો જીવ માંડ બચ્યો. એક વ્યક્તિ પાર્ક કરેલી માલગાડીની નીચેથી બહાર આવી રહ્યો હતો, અચનાક ટ્રેન ચાલવા લાગી. તેણે ટ્રેન નીચે પડીને પોતાનો જીવ બચાવ્યો હતો. ટ્રેક પર ટ્રેનની નીચે પડેલા એક વ્યક્તિનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક પછી એક માલગાડીના 5 ડબ્બા તેની ઉપરથી પસાર થયા. આસપાસ ઉભેલા લોકો બૂમો પાડી રહ્યા છે કે હવે ઉઠશો નહીં. તમે મરી જસો. પછી જેવી માલ ગાડી ઉપડે છે. લોકો કહે છે હવે ઉઠો.

આ વીડિયો ભાગલપુર જિલ્લાના કહલગાંવ રેલવે સ્ટેશનનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રેલ્વે ટ્રેકની વચ્ચે એક મુસાફર સૂઈ રહ્યો છે અને એક માલગાડી તેની ઉપરથી પસાર થઈ રહી છે. જ્યારે માલગાડી નીકળે છે, ત્યારે તે વ્યક્તિ ઉભો થાય છે અને હસતાં હસતાં ચાલ્યો જાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments