Homeદે ઘુમા કેENG vs PAK T20 World Cup Final: કાલે ટી-20નો સુપર સન્ડે, ઇંગ્લેન્ડ-પાકિસ્તાન...

ENG vs PAK T20 World Cup Final: કાલે ટી-20નો સુપર સન્ડે, ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, કોણ જીતશે ?

Team Chabuk-Sports Desk: ICC ટી20 વર્લ્ડકપ 2022ની આવતીકાલે ફાઇનલ મેચ રમાશે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ બન્ને ટીમો વચ્ચે ટ્રૉફી માટે જંગ ખેલાશે, પરંતુ આ ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)ની ફાઇનલ મેચ રમાય તે પહેલા બન્ને વચ્ચેના આંકડાઓ જોઇ લેવા જરૂરી છે. ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન (ENG vs PAK)ની વચ્ચે ફાઇનલ મેચ આવતીકાલે રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે.

બન્ને ટીમો અહીં 29મી વાર ટી20માં આમને સામને થવાના છે. આ પહેલા બન્ને ટીમો 28 વાર આમને સામને ટકરાઇ ચૂકી છે. જેમાં ઇંગ્લેન્ડ પાકિસ્તાની ટીમ પર એકતરફી રીતે હાવી રહી છે. કેમ કે ઇંગ્લેન્ડે 28માંથી 17 મેચોમાં જીત હાંસલ કરી છે, તો પાકિસ્તાનને માત્ર 10 મેચોમાં જીત મળી છે. આથી કહી શકાય કે આઇસીસી ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં આવતીકાલે ઇંગ્લેન્ડ જીત માટે લગભગ ટૉપ પર છે.

આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)માં રવિવારે એટલે કે 12 નવેમ્બરે, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ આમને સામને થવાના છે. આ વખતે બન્ને ટીમો ગ્રાઉન્ડ પર ટી20 ચેમ્પીયન બનવા માટે ટકરાશે. પાકિસ્તાને (Pakistan) ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલની ટિકીટ મેળવી લીધી, તો ઇંગ્લેન્ડે ભારતને હરાવીને ફાઇનલમાં એન્ટ્રી મારી લીધી છે. બન્ને ટીમોએ ઘણા વર્ષો બાદ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, હવે આગામી રવિવારે બન્ને ટીમો પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ટ્રૉફી માટે જંગ ખેલાશે, ખાસ વાત છે કે બન્ને ટીમો ગૃપ સ્ટેજ મેચો સુપર 12 રાઉન્ડમાં બીજા નંબરની ટીમો છે, જ્યારે પ્રથમ નંબરની બન્ને ટીમો ઘરભેગી થઇ ગઇ છે. જાણો આ ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલ ક્યારે ને ક્યાંથી કેટલા વાગે લાઇવ જોઇ શકાશે.

ક્યારે ને ક્યાં રમાશે ફાઇનલ મેચ ?


પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની વચ્ચે ફાઇનલ (PAK vs ENG Final) મેચ રવિવારે 13 નવેમ્બરે ભારતીય સમયાનુસાર બપોરે 1.30 વાગે શરૂ થશે. આ મેચ મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાશે. આ એક એવુ મેદાન છે, જ્યાં બૉલર અને બેટ્સમેનો બન્નેને બરાબર મદદ મળે છે.

ક્યાં જોશો લાઇવ મેચ ?

આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની અલગ અલગ ચેનલ પરો કરવામાં આવશે. મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે.

ટી-20ના 10 મહત્વના આંકડાઓ

  1. સર્વોચ્ચ સ્કૉર- બન્ને ટીમો એકબીજા સામે અનેકવાર 200+ રન બનાવી ચૂકી છે. અહીં સર્વોચ્ચ સ્કૉરનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે. પાકિસ્તાને જુલાઇ, 2021માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 6 વિકેટો ગુમાવીને 232 રન ફટકાર્યા હતા.
  2. ન્યૂનત્તમ સ્કૉર – પાકિસ્તાની ટીમ સપ્ટેમ્બર, 2010એ રમાયેલી કાર્ડિફ ટી20 માં માત્ર 89 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી.
  3. સૌથી મોટી જીત – ટી20 વર્લ્ડકપ 2022ના ઠીક પહેલા ઇંગ્લેન્ડે પાકિસ્તાનને લાહોર ટી20માં 67 રનથી હરાવ્યુ હતુ.
  4. સૌથી વધુ રન – બન્ને ટીમો વચ્ચે રમાયેલી મેચમાં બાબર આઝમ લીડ સ્કૉરર છે. તેને 15 મેચોમાં 560 રન ફટકાર્યા છે.
  5. સર્વશ્રેષ્ઠ ઇનિંગ – બાબર આઝમે ટી20 વર્લ્ડકપના ઠીક પહેલા રમાયેલી ટી20 સીરીઝમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 66 બૉલ પર 110 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી.
  6. સૌથી વધુ 50+ રનની ઇનિંગ – મોહમ્મદ રિઝવાને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 6 વાર 50 થી વધુ રનની ઇનિંગ રમી છે.
  7. સૌથી વધુ છગ્ગા – આ રેકોર્ડ ઇયૉન મૉર્ગનના નામે છે, તેને પાકિસ્તાન વિરુદ્ધ ટી20 મેચોમાં 17 છગ્ગા ફટકાર્યા છે.
  8. સૌથી વધુ વિકેટો – અહીં ઇંગ્લેન્ડના બૉલર ટૉપ પર છે. પૂર્વ સ્પીનર ગ્રીમ સ્વાન અને હાલના આદિલ રશિદે પાકિસ્તાન વિરુદ્ધ 17-17 વિકેટો ઝડપી છે.
  9. સર્વશ્રેષ્ઠ બૉલિંગ – પૂર્વ પાકિસ્તાની સ્પીનર સઇદ અજમલે ફેબ્રુઆરી 2012માં રમાયેલી અબુધાબી ટી20માં 23 રન આપીને 4 વિકેટો ઝડપી હતી.
  10. સૌથી વધુ મેચ – ઇંગ્લેન્ડના સ્પીનર આદિલ રશિદે પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી 28 માંથી 18 મેચો રમી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments