Team Chabuk-National Desk: ઝારખંડમાં મંગળવારના રોજ વિધાનસભાએ મોબ લિન્ચિંગ પ્રિવેન્શન બિલ 2021 રેક્ટિફાઈ કર્યું છે. જોકે કાયદાની ઐસી કી તૈસી કરનારાઓને કંઈ નથી પડી. ઝારખંડના પલામુના લેસ્લીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કારમા ગામમાં પ્રેમ પ્રસંગમાં એક વ્યક્તિને ઝાડ પર ઉંધો લટકાવી ઢોર માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
પલામુ જિલ્લાના લેસ્લીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કરમા ગામનો આ વીડિયો હોવાની માહિતી મળી છે. વીડિયો પાંચથી છ દિવસ જૂનો હોવાનું સામે આવ્યું છે. જોકે બુધવારના રોજ જ્યારે આ વીડિયો વાઈરલ થયો તો પોલીસ સક્રિય થઈ હતી તપાસ આદરી હતી.
આ ઘટનાને સંલગ્ન પોલીસની પાસે કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી આવી. પણ પોલીસ વાઈરલ વીડિયોના આધારે તપાસ કરી રહી છે. એસપી ચંદન કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે તપાસમાં સામે આવ્યું છે કે પીડિતના પરિવારજનો સામે આવવા નથી માગતા, છતાં વીડિયો જોઈ અનુમાન લગાવી શકાય છે કે યુવકની સાથે મારપીટ થઈ છે. અને તેમના પર કાયદાકીય કાર્યવાહી અચૂક કરવામાં આવશે.
બીજી તરફ લેસ્લીગંજના પોલીસ પ્રભારી ગૌતમ કુમાર રાયે જણાવ્યું કે પીડિતનું ઘર સતબરવાના ઝાબર વિસ્તારમાં છે. તેની સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. તે ફરિયાદ કરવાથી ગભરાઈ રહ્યો હતો. તેના ઘરની મુલાકાત લઈ નિવેદન લખવામાં આવશે અને દોષિતો પર કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પ્રાથમિક તપાસમાં આ પ્રેમ-પ્રકરણ હોવાનું સામે આવી રહ્યું છે.
યુવક અને યુવતીને ગામના લોકોએ કઢંગી સ્થિતિમાં જોઈ લીધા હતા. જે પછી યુવકની પીટાઈ કરવામાં આવી. ગ્રામ્યજનોએ પ્રેમ-પ્રકરણ અને છેડતીનો આક્ષેપ લગાવી યુવકને ઝાડ પર ઉલ્ટો લટકાવી ઢોર માર માર્યો છે. આ યુવકની સાથે એક અન્ય યુવક પણ હતો જે ગામના લોકોના સકંજામાંથી ભાગી છૂટવામાં સફળ થયો હતો. તે યુવકની ઓળખ તાબર ગામના યુવકના રૂપમાં થઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત