Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત તમામ બેઠકો પર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ ખાસ્સું એવું જનતાનું દિલ જીત્યું છે. 40 લાખ જેટલા મતો આમ આદમી પાર્ટીને રાજ્યભરમાંથી મળ્યા છે. જાડુનો જાદુ ભલે ન ચાલ્યો હોય પરંતુ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ભારે નુકસાન કર્યું છે. પરિણામો જોતાં લાગી રહ્યું છે કે, કોંગ્રેસની વોટબેંક આમ આદમી પાર્ટીએ ખેંચી લીધી છે. ઘણી એવી બેઠકો છે જ્યાં ભાજપ બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવારો મત મેળવવામાં બીજા નંબરે રહ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા નંબરે રહ્યા છે.
આ તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો બીજા નંબરે
ભિલોડા- રૂપસિંહ ભગોડા
ચોર્યાસી- પ્રકાશ કોન્ટ્રાક્ટર
ચોટીલા- રાજુ કરપડા
દેવગઢ બારિયા- ભરત વાખળા
ધરમપુર- કમલેશ પટેલ
ધારી- કાંતિ સતાસીયા
ફતેપુરા- ગોવિંદ પરમાર
ગઢડા- રમેશ પરમાર
જામનગર ઉત્તર- કરસન કરમૂર
જામનગર ગ્રામ્ય- પ્રકાશ દોંગા
જસદણ- તેજસ ગાજીપુરા
જેતપુર- રોહિત ભુવા
પાવી જેતપુર- રાધિકા રાઠવા
ઝાલોદ- અનિલ ગરાસીયા
કાલાવડ- ડો. જીગ્નેશ સોલંકી
કામરેજ- રામ ધડૂક
કતારગામ- ગોપાલ ઈટાલિયા
ખંભાળીયા- ઈસુદાન ગઢવી
લિંબાયત- પકંજ તયડે
લિંબડી- મયુર સાકરીયા
લિમખેડા- નરેશ બારીયા
મજુરા- પી.વી.એસ. શર્મા
માંગરોળ- સ્નેહલ વસાવા
મોરવા હડફ- બનાભાઈ ડામોર
માંગરોળ- પિયુષ પરમાર
નરોડા- ઓમ પ્રકાશ તિવારી
રાજકોટ ગ્રામ્ય- વશરામ સાગઠીયા
રાજકોટ દક્ષિણ- શિવલાલ બારસિયા
સુરત ઉત્તર- મહેન્દ્ર નાવડિયા
તાલાલા- દેવેન્દ્ર સોલંકી
વલસાડ- રાજુ મરચા
વરાછા રોડ- અલ્પેશ કથીરિયા
વિરમગામ- અમરસિંહ ઠાકોર
વ્યારા- બિપિન ચૌધરી
વઢવાણ- હિતેષ પટેલ ‘બજરંગ’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
