Team Chabuk-Gujarat Desk: ભારતીય મૂળનાં અને અમેરિકાના ન્યૂજર્સીમાં રહેનારા બાર વર્ષીય અભિમન્યુ મિશ્રાએ ઈતિહાસ રચી દીધો છે. અભિમન્યુ સૌથી નાની ઉંમરે ગ્રાન્ડ માસ્ટર બની ગયો છે. બુધવારના રોજ બુડાપેસ્ટ ખાતે આયોજીત ઈવેન્ટમાં અભિમન્યુએ પોતાનો ત્રીજો ગ્રાન્ડ માસ્ટર કોટા પ્રાપ્ત કર્યો હતો.
આ અંગે ચેસની લોકપ્રિય વેબસાઈટ ચેસ ડોટ કોમ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, ‘મિશ્રાએ પોતાના નાના પણ સર્વશ્રેષ્ઠ કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી રમત જીતી છે. તેણે 15 વર્ષીય લિયોન લ્યૂક મેડોકાને કાળા પ્યાદાથી હરાવ્યો છે. તેણે નવ રાઉન્ડમાં 2600થી વધારે રેટિંગ મેળવ્યા છે.’
આ કિર્તીમાન રચવાની સાથે જ અભિમન્યુએ 19 વર્ષ જૂના ગ્રાન્ડ માસ્ટર સર્ગેઈ કારજાકિનના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે. 2016ના વિશ્વ ચેમ્પિયન ચેલેન્જર કરજાકિને 12 ઓગસ્ટ 2002નાં રોજ 12 વર્ષ અને સાત મહિનાની ઉંમરમાં ગ્રેડ માસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો.
અભિમન્યુનો જન્મ 5 ફેબ્રુઆરી 2009માં થયો હતો. તેને આ પુરસ્કાર મેળવવા માટે 12 વર્ષ, ચાર મહિના અને 25 દિવસનો સમય લાગ્યો. કારજાકિને પણ અભિમન્યુને ભવિષ્ય માટે શુભકામનાઓ આપી છે. તેમણે કહ્યું કે, એક શ્રેષ્ઠ કરિયર બનાવવા માટે આ સારી શરૂઆત છે. આ રેકોર્ડ લાંબો ચાલ્યો. આશરે વીસ વર્ષ જેવું થઈ ગયું. એક ને એક દિવસ તો આ કિર્તીમાનને તૂટવાનું જ હતું.
અભિમન્યુએ કેટલાય મહિનાઓ બુડાપેસ્ટ, હંગેરીમાં એક બાદ એક ટૂર્નામેન્ટ રમતા વિતાવ્યા છે. આ મહિનાના અંતિમ પ્રયાસમાં અભિમન્યુને સફળતા પ્રાપ્ત થઈ ગઈ. કેટલાય ખ્યાતનામ ચેસ પ્લેયર લાંબા સમયથી બુડાપેસ્ટમાં રોકાયા હતા. જેથી આયોજકોએ એક અંતિમ કાર્યક્રમ બનાવ્યો હતો.
અભિમન્યુને ખ્યાલ હતો કે હંગેરી છોડતા પહેલા તેની પાસે આ છેલ્લી તક છે. ગ્રાન્ડ માસ્ટર બન્યા બાદ પોતાની જીત પર અભિમન્યુએ કહ્યું કે, ‘મને વિરોધીઓની ભૂલનો ઘણા ફાયદો મળ્યો. સ્પર્ધા ખૂબ જ મુશ્કેલ હતી. જોકે અંતમાં લિયોનથી ભૂલ થઈ ગઈ. જેનો ફાયદો મને મળ્યો.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત