Homeગામનાં ચોરેએડિનોવાયરસથી આ રાજ્યમાં 2 બાળકોના મોત, જાણો શું છે લક્ષણો અને બચવા...

એડિનોવાયરસથી આ રાજ્યમાં 2 બાળકોના મોત, જાણો શું છે લક્ષણો અને બચવા શું કરવું જોઈએ

Team Chabuk-National Desk: બાળકોમાં એડિનોવાયરલના કેસ નોંધાઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં આ કેસ સામે આવ્યા છે. બાળકોમાં શ્વાસ સંક્રમણમાંથી ઓછામાં ઓછા 32 ટકા સેમ્પલમાં વાયરલ મળ્યો છે. રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે રાજ્યભરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બાળકોના વોર્ડ શ્વાસની બિમારીથી પીડાતા બાળકોને કારણે ભરાઈ ગયા છે, જેમાંથી ઘણા એડિનોવાયરસથી સંક્રમિત માનવામાં આવી રહ્યા છે. એક મીડિયા અહેવાલ અનુસાર, એડિનોવાયરસ સાથે સંબંધિત શ્વાસ સંક્રમણના કારણે રવિવારે એક છ મહિનાના બાળક અને એક અઢી વર્ષના બાળકનું મોત થયું છે.

શું છે એડિનોવાયરસ ?

ક્લીવલેન્ડ ક્લિનિકના એક રિપોર્ટ અનુસાર એડિનોવાયરસ એક પ્રકારનો વાયરસ છે જે તમારા શરીરને હળવાથી લઈને ગંભીર ઘણી રીતે સંક્રમિત કરી શકે છે. એડિનોવાયરસ ચેપ મોટે ભાગે શ્વસનતંત્રને અસર કરે છે.

આ બિમારીમાં નિયમિત શરદી અથવા ફ્લૂ જેવા લક્ષણો હોય છે. મોટાભાગના વાયરલ સંક્રમણ હળવા હોય છે અને તેના લક્ષણોમાં ઘટાડો થવાની જરૂર હોય છે. એડિનોવાયરસ જે લોકોને સંક્રમિત કરી શકે છે રિસર્ચસ તેની ઓળખ કરી છે. એડિનોવાયરસ સંક્રમણ આખા વર્ષ દરમિયાન થાય છે. પરંતુ શિયાળામાં તે વધારે થાય છે. સંક્રમણના લક્ષણો સામાન્યથી લઈને ગંભીર હોય શકે છે. પરંતુ તેમાં વધારે બિમાર થવું અસામાન્ય છે.

એડિનોવાયરસ તમામ ઉંમરના લોકોમાં બીમારીનું કારણ બની શકે છે. જો કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં સામાન્ય છે. એડિનોવાયરસ હંમેશા નવજાત બાળકો અને નાના બાળકો વચ્ચે ડેકેયરમા ફેલાય છે. આ સ્થિતિમાં બાળકો એકબીજાની નજીક હોય છે. ક્લીવલેન્ડ ક્લિનિકની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાળકો મોંઢામાં વસ્તુઓ નાખતા હોય છે અને તેમને હાથ નિયમિતપણે ધોવાની આદત પણ ઓછી હોય છે.

એડિનોવાયરસના લક્ષણો

યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) મુજબ, એડિનોવાયરસના ઘણા લક્ષણો છે
સામાન્ય શરદી અથવા ફલૂ જેવા લક્ષણો
તાવ
સૂકું ગળું
શ્વાસનળીનો સોજો
ન્યુમોનિયા (ફેફસામાં સંક્રમણ)
પેટ અથવા આંતરડાની બળતરાને કારણે ઝાડા, ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવો

બચાવ માટે શું કરવું જોઈએ

સીડીસી અનુસાર એડિનોવાયરસ અને અન્ય શ્વસન સંક્રમણોથી કેટલીક સાવચેતી રાખીને તેને રોકી શકાય છે
ઓછામાં ઓછા 20 સેકન્ડ માટે સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા
હાથ ધોયા વગર તમારી આંખો, નાક કે મોંઢાને સ્પર્શ કરશો નહીં.
બીમાર વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું ટાળો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments