Team Chabuk-Sports Desk: અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબ્જો થયા બાદ કંઈ પણ યોગ્ય નથી ચાલી રહ્યું. અફઘાનિસ્તાનનું ક્રિકેટ થોડા વર્ષોથી ઊભરી રહ્યું હતું. એ જ વાત હતી કે હવે અફઘાનિસ્તાનના એ ક્રિકેટનું શું થશે? તાલિબાનનો ડોળો ત્યાં પણ પહોંચી ગયો છે. તાલિબાને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી નિર્દેશકને હટાવી દીધા છે. તેમની જગ્યાએ તાલિબાન સાથે સંલગ્ન વ્યક્તિને બાગડોર સોંપી દેવામાં આવી છે.
અત્યાર સુધી એસીબીના મુખ્ય કાર્યકારી નિર્દેશક હામિદ શિનવારી હતા. શિનવારીએ આ અંગેની જાણકારી પોતાના ફેસબુક પેજ પરથી આપી હતી કે તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. અફઘાનિસ્તાન ક્રિકેટના ઓફિશ્યલ ફેસબુક પેજ પર પણ નસીબુલ્લાહ હક્કાની જેમને નસીબ ખાનના નામે ઓળખવામાં આવે છે, તેમને કાર્યકારી નિર્દેશક બનાવ્યા હોવાની માહિતી મળી રહી છે.
જાણકારી પ્રમાણે, હામિદ શિનવારીને મુખ્ય કાર્યકારી નિર્દેશકના પદ પરથી તાલિબાન સરકારના નવા ગૃહમંત્રી સિરાઝુદ્દીન હક્કાનીના નાના ભાઈ અનસ હક્કાનીએ હટાવ્યા છે. શિનવારીએ કહ્યું કે, તેમને હટાવવામાં આવ્યા તેનું કારણ સામે નથી આવ્યું. ફક્ત એટલું કહેવામાં આવ્યું છે કે, નસીબુલ્લાહ હક્કાનીને એસીબીના મુખ્ય કાર્યકારી નિર્દેશક બનાવવામાં આવ્યા છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા પ્રમુખ બનનારા નસીબુલ્લાહ હક્કાની કોણ છે એ સ્પષ્ટ નથી. શું એ સિરાઝુદ્દીન હક્કાનીના નજીકના સંબંધિમાં થાય છે? એ વાત પણ સ્પષ્ટ નથી. સિરાઝુદ્દીન હક્કાની એબીઆઈની વોન્ટેડ લિસ્ટમાં સામેલ થાય છે. ગત વીસ વર્ષોમાં કાબુલમાં થયેલા કેટલાય મોટા હુમલા અંગે એફબીઆઈ તેની તપાસ કરી રહી છે.
હાલમાં જ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે અફઘાનિસ્તાન વિરૂદ્ધ રમાનારા ક્રિકેટ મેચને રદ્દ કરી દીધો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ નિર્ણય એવા સમયે લીધો હતો જ્યારે તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓના રમવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તાલિબાનનું કહેવું હતું કે, જરૂરી નથી કે મહિલાઓ ક્રિકેટ રમે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન આ વર્ષે જ મેચ રમવાના હતા પણ હવે અફઘાનિસ્તાનની નવી તાલિબાની સરકારના કારણે આ શક્ય નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત