Team Chabuk-Cinema Desk: 2016માં મનીષ શર્માએ શાહરૂખ ખાનને લઈ ફેન નામની ફિલ્મનું નિર્માણ કર્યું હતું. એ ફિલ્મ શાહરૂખ ખાન અને તેના જીવનની બિલકુલ નજીક હતી. ફિલ્મમાં શાહરૂખ અભિનેતાના રોલમાં હતો, દિલ્હીમાં રહેતો હતો, કોઈનો ફેન હતો. એક સમયે જે જે વસ્તુ શાહરૂખના જીવનમાં બની હતી તેમાંની ઘણીનો ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ખાસ તો ક્લાસિક પોઝ અને શાહરૂખના જ બંગલામાં શૂટિંગ કરી શાહરૂખના જ બંગલાની બહાર ફેન્સની ભીડ ઉમટતી દેખાડવી.
આ ફિલ્મમાં વિવાદ જેવું તો કશું હતું નહીં, ને તેમ છતાં 2016માં રિલીઝ થયેલી આ ફિલ્મ પર એક મહિલાએ કેસ ઠોકી દીધો હતો. ફિલ્મમાં એક ગીત છે. જબરા ફેન. જેને ભારતની મહત્વની ભાષાઓમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. ગુજરાતીમાં તેને અરવિંદ વેગડાએ અવાજ આપ્યો હતો. આ માત્ર એક પ્રમોશનલ સોંગ હતું. ઔરંગબાદની રહેવાસી આફરી જૈદીએ આ ગીતને લઈ તેના મેકર્સ પર કેસ ફાઈલ કરી દીધો હતો.
આફરીને જિલ્લાની કન્ઝ્યુમર ફોરમમાં ફેનની પ્રોડક્શન કંપની YRF પર કેસ કર્યો હતો કે તેની સાથે એક ગ્રાહક તરીકે છળ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં તો જબરા ફેન ગીત હતું પણ ફિલ્મમાં દેખાડવામાં ન આવ્યું. આફરીન જૈદીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, ફેન ફિલ્મમાં જબરા ફેન ગીત ન જોવા મળતા તેના બાળકો ઉદાસ થઈ ગયા હતા. જેના કારણે એ રાતે તેમણે ભોજન પણ નહોતું કર્યું. આ કારણે તેમનું એસિડિટી લેવલ પણ વધી ગયું હતું અને તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જોકે ડિસ્ટ્રીક્ટ કન્ઝ્યુમર કોર્ટને આફરીનની દલીલો નબળી લાગતા તેમણે કેસને જ રદ કરી નાખ્યો છે.
વર્ષ 2017માં આફરીને સ્ટેટ કમીશન ઓફ મહારાષ્ટ્રમાં કેસ દાખલ કર્યો હતો. અહીં આફરીનના કેસની સુનાવણી થઈ. એ પછી YRFને નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યૂટસ રિડ્રેસલ કમીશન (NCDRC)એ દસ હજારનું કંપનસેશન આપવાનો વાયદો કર્યો હતો. NCDRCએ પોતાના આદેશમાં કહ્યું હતું કે, ફિલ્મના ટ્રેલરમાં ગીત દેખાડ્યા બાદ ફિલ્મમાં ગીત નહોતું, દર્શકને નિરાશ કરવા, ભ્રમિત કરવું છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સેક્શન 2(1) (r) હેઠળ આ એક અનફેયર ટ્રેડ પ્રેક્ટિસ છે. આ દલીલની સામે YRF દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ફેનના ડાયરેક્ટર્સ, એક્ટર્સ દ્વારા અનેક મંચ પર સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે, આ ગીત એક પ્રમોશનલ સોંગ છે.
20 સપ્ટેમ્બર 2021ના રોજ સુપ્રીમ કોર્ટે NCDRCના ઓર્ડર પર સ્ટે લગાવી દીધો હતો. જસ્ટીસ હેમન્ત ગુપ્તા અને જસ્ટિસ રામાસુબ્રમણ્યમે YRFની દલીલો સાંભળ્યા બાદ આ પિટીશન પર નોટિસ ઈશ્યુ કરી દીધી છે. યશરાજના એડવોકેટ્સે કહ્યું કે, જબરા ફેન ગીત માત્ર ફિલ્મના પ્રમોશન અર્થે હતું. અને આ વાત સ્ટેકહોલ્ડર્સ દ્વારા છુપાવવામાં નહોતી આવી. ફિલ્મમાં શું રાખવામાં આવશે અને શું કાઢી નાખવામાં આવશે તેનો અધિકાર ફિલ્મના નિર્માતા અને નિર્દેશકની પાસે હોય છે. યશરાજ ફિલ્મ્સની તરફથી લડી રહેલા વકીલોએ કહ્યું હતું કે, જબરા ફેન ગીત ન હોવાથી કોઈને વધારે નુકસાન નથી પહોંચ્યું. આફરીને વાત વધારીને કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત