Homeદે ઘુમા કેઆઈપીએલમાં ચીયર લીડર્સ ખુલ્લા વાળ રાખી નૃત્ય કરતી હોવાથી અફઘાનિસ્તાનમાં બ્રોડકાસ્ટિંગ નહીં...

આઈપીએલમાં ચીયર લીડર્સ ખુલ્લા વાળ રાખી નૃત્ય કરતી હોવાથી અફઘાનિસ્તાનમાં બ્રોડકાસ્ટિંગ નહીં થાય

Team Chabuk-Sports Desk: આઈપીએલ 2021ના ફેઝ-2ની શરૂઆત દુબઈમાં થઈ ચૂકી છે. પ્રથમ મેચમાં ચૈન્નઈ સુપરકિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને પરાજય આપ્યો હતો. મેચમાં કેટલીક શરત સાથે દર્શકોને પણ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. એક બાજુ વિશ્વ ક્રિકેટમાં આઈપીએલનો રોમાંચ ચરમસીમા પર છે બીજી બાજુ તાલિબાને આઈપીએલના ટેલિકાસ્ટને લઈ પ્રતિબંધ લગાવી દીધો છે. આઈપીએલ અફઘાનિસ્તાનમાં બ્રોડકાસ્ટ નથી થઈ રહ્યું જેની પાછળ તાલિબાનીઓના કડક કાયદા કારણભૂત છે.

અફઘાનિસ્તાન પર તાલિબાનીઓનું ગ્રહણ લાગી ગયા બાદ મનોરંજન માત્ર શબ્દ પૂરતો સિમિત રહી ગયો છે. અફઘાનિસ્તાનની ટીમ પણ ક્રિકેટમાં ધીમે ધીમે કાઠુ કાઢી રહી હતી, પણ હવે તાલિબાનીઓના કારણે એ ટીમનું શું થશે તે તાલિબાનીઓ પર આધાર રાખે છે.

આઈપીએલને લઈ નિવેદન આપતા તાલિબાને કહ્યું છે કે, આઈપીએલનું કન્ટેન્ટ ઈસ્લામ વિરોધી છે. જેથી તાલિબાનમાં આઈપીએલનું બ્રોડકાસ્ટિંગ નહીં થાય. તેમનું માનવું છે કે, મેચ દરમ્યાન ચીયર લીડર્સ ખુલ્લા વાળ સાથે ડાન્સ કરે છે, જે ઈસ્લામિક સંસ્કૃતિની વિરૂદ્ધમાં છે. તાલિબાનનો નવો કાયદો મહિલાઓને તેની પરવાનગી નથી આપતો. જેથી તાલિબાને આઈપીએલની બ્રોડકાસ્ટિંગ પર બ્રેક લગાવી દીધી છે.

ગઈકાલની મેચની વાત કરવામાં આવે તો મેચના આરંભમાં મુંબઈ ઈન્ડિયન્સનું પલડું ભારે લાગી રહ્યું હતું. ચૈન્નઈએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચૈન્નઈ સુપરકિંગ્સે પ્રારંભિક ઓવરમાં જ અનુભવી બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં ઋતુરાજ ગાયકવાડના અભુતપૂર્વ પ્રદર્શનના સહારે ટીમે મુંબઈ ઈન્ડિયન્સને વીસ રનથી પરાજય આપ્યો હતો. હાલ ચૈન્નઈ પોંઈન્ટ ટેબલ પર ટોચના સ્થાન પર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments