Homeગામનાં ચોરેરશિયાની પર્મ યુનિવર્સિટીમાં છાત્રએ ધડાધડ ગોળીબાર કરતા આટલા વિદ્યાર્થીઓનાં મોત

રશિયાની પર્મ યુનિવર્સિટીમાં છાત્રએ ધડાધડ ગોળીબાર કરતા આટલા વિદ્યાર્થીઓનાં મોત

Team Chabuk-International Desk: રશિયાની પર્મ યુનિવર્સિટીમાં સોમવારના રોજ ફાયરિંગ થઈ હતી. આ ઘટનામાં આઠ વિદ્યાર્થીઓનાં મોત થઈ ચૂક્યા છે અને 6 વિદ્યાર્થીઓ ઘાયલ છે. શૂટરને સુરક્ષાબળોએ ઠાર માર્યો હતો. આ હુમલાખોરની ઓળખ તિમૂર બેકમાન્સૂરોવ તરીકે થઈ છે. જોકે હુમલો કરનારનો હુમલો કરવા પાછળનો ઉદ્દેશ્ય શું હતો તેના અંગે હજુ તપાસ ચાલી રહી છે.

એક વાતનો ઘટસ્ફોટ થયો છે કે હુમલો કરનાર કોઈ બીજું નહીં પણ આ યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી હતો. પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે કે હુમલાખોરને વર્ગખંડમાં જ કોઈ સમસ્યા હતી. પરંતુ સમસ્યા હતી, કે આ તેણે પોતાની વિકૃતિને શાંત કરવા માટે કર્યું છે તે અંગે કોઈ પણ જાતની ચોખવટ નથી થઈ.

ફાયરિંગનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં હુમલાખોરથી બચવા માટે વિદ્યાર્થીઓ બારીમાંથી જીવ બચાવવા કૂદી રહ્યા છે. પર્મ યુનિવર્સિટી રશિયાથી 1,300 કિલોમીટર દૂર આવેલી છે. રશિયાની તપાસ એજન્સીઓ દ્વારા આ અપરાધને ગંભીર ગણવામાં આવ્યો હતો. રશિયામાં અમેરિકાની જેમ હથિયારની ખરીદી સરળ નથી, જોકે એ વાત અલગ છે કે અહીં શિકારના શોખીન કે સ્પોર્ટસ સાથે સંલગ્ન લોકો હથિયાર ખરીદી શકે છે. ત્યારે આ વિદ્યાર્થી પાસે આવું ઘાતક શસ્ત્ર ક્યાંથી આવ્યું તે પણ તપાસનો મુદ્દો બન્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments