Team Chbauk-International Desk: આજનો યુગ ઈન્ટરનેટનો યુગ છે. વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ વગેરે જેવા માધ્યમોમાં કોઈ પણ તસવીર કે વીડિયો ખુબ વાયુવેગે વાયરલ થઈ જતો હોય છે. તો કેટલીક વાર સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધી માટે કેટલાય અવનવા પ્રયોગ કરતાં હોય છે. જોકે, આવા અવનવા પ્રયોગો ક્યારેક તેમના માટે જ મુશ્કેલી સર્જી દે છે અને પોતાની જ બદનામી કરી દેતા હોય છે. આવી જ એક સોશિયલ મીડિયાની દુનિયામાં ઘટના બની છે.
સોશિયલ મીડિયા પર હાલ એક તસવીર ખુબ વાયરલ થઈ રહી છે. જેના પર યુઝર્સ પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ આ તસવીરને પ્રેન્ક ગણાવી રહ્યું છે તો કોઈ આવું હકીકતમાં થયું હોવાનો દાવો કરી રહ્યું છે. આ વિવાદીત તસવીરમાં એક યુવતી એક યુવકને ખુરશી બનાવી તેની પર બેસી છે.
જાહેર સ્થળ પરની આવી તસવીર વાયરલ થતાં સોશિયલ મીડિયા પર યુઝર્સ યુવતી પર ભડક્યા હતા. તસવીરમાં જોઈ શકાય છે કે યુવતી યુવકની પીઠ પર બેસી છે અને મોબાઈલમાં જોઈ રહી છે. તો ક્યારેક સેલ્ફી લઈ રહી છે. આ સેલ્ફી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

આ વીડિયો પણ યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. કોઈએ મજાકના મૂડમા કહ્યું છે કે, કદાચ યુવતીના પગમાં તકલીફ હશે. તો કેટલાક લોકોએ કહ્યું છે કે, લાઈક્સ અને વ્યૂ વધારવા બંને આવું કરી રહ્યા છે. અન્ય એક યુઝર્સે સલાહ આપતા કહ્યું છે કે, જાહેર જગ્યાએ આવી હરકતો ન કરવી જોઈએ.
દાવો કરાયો છે કે આ તસવીર અમેરિકાની છે અને જે યુવકની પીઠ પર બેઠી છે તે યુવતી ટિકટોકર છે. યુવતીએ યુવકને પોતાની ‘બોય ચેર’ ગણાવ્યો છે. જ્યારરે તેણે આ વીડિયો બનાવ્યો હતો ત્યારે પ્લેટફોર્મ પણ અન્ય લોકો પણ હતા.
ડેલી સ્ટારના એક રિપોર્ટ મુજબ ટીકટોકની એક યુઝરે એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ પહેલાં આ વિવાદીત તસવીરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. જેમાં યુવકને ખુરશી બનાવી યુવતી તેની પર બેસતા વિવાદ ઉભો થયો હતો. કારણ કે જે જગ્યાએ તેઓ બેઠા હતા તે એક રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ હતું. આમ, હાલ આ તસવીરે સોશિયલ મીડિયા ગાંડુ કર્યું છે અને યુવતીને આ તસવીર માટે ઘણી ખરી ખોટી સાંભળવી પડી રહી છે. બીજી તરફ ખરી ખોટી સાંભળવા છતાં તેના વીડિયોના વ્યૂમાં વધારો થઈ રહ્યો છે.
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ