Homeદે ઘુમા કેમેસ્સીના નેતૃત્વમાં આર્જેન્ટીનાએ કોપા અમેરિકાની ટ્રોફી જીતતા 28 વર્ષનો વનવાસ પૂર્ણ

મેસ્સીના નેતૃત્વમાં આર્જેન્ટીનાએ કોપા અમેરિકાની ટ્રોફી જીતતા 28 વર્ષનો વનવાસ પૂર્ણ

Team Chabuk-Sports Desk: લિઓનલ મેસ્સીની ટીમ આર્જેન્ટીનાએ કોપા અમેરિકા 2021 કપ જીતી લીધો છે. ફાઈનલમાં આર્જેન્ટીનાની ટીમે બ્રાઝીલને 1-0થી સજ્જડ પરાજય આપ્યો હતો. આર્જેન્ટીનાની ટીમ 28 વર્ષ બાદ વિજેતા બની છે. છેલ્લે 1993માં તેમણે આ કપ જીત્યો હતો. સ્ટાર સ્ટ્રાઈકર મેસ્સીના નેતૃત્વ હેઠળ ટીમ પ્રથમ વખત જીતનો સ્વાદ માણી શકી છે. ફાઈનલની મેચનો હીરો સ્ટ્રાઈકર એન્જલ ડી મારિયા રહ્યો હતો. તેણે અંતિમ 22મી મિનિટમાં ગોલ ફટકારી આર્જેન્ટીનાની જીત નક્કી કરી નાખી હતી.

1993ની સાલ પશ્ચાત આર્જેન્ટીના 4 વખત કોપા અમેરિકાની ફાઈનલમાં અને એક વખત વિશ્વકપની ફાઈનલમાં પહોંચી છે. જ્યારે પ્રતિદ્વંદી બ્રાઝીલની ટીમ નવ વખત કોપા કપ જીતી ચૂકી હતી. છેલ્લે 2019માં બ્રાઝીલની ટીમ વિજેતા થઈ હતી. આ ફાઈનલ રોચક એટલા માટે પણ હતી કે કારણ કે ધરતી પરના બે સર્વશ્રેષ્ઠ રાઈવલ મેસ્સી અને નેમાર આમને સામને હતા. જેથી દર્શકોને ઐતિહાસિક મુકાબલો જોવા મળશે તેવી આશા ફાઈનલ પહેલા બંધાઈ હતી.

બંને ટીમ વચ્ચે મેચ દરમ્યાન મજબૂત ટક્કર જોવા મળી હતી. 22મી મિનિટમાં ગોલ ફટકારનાર આર્જેન્ટિનીયન સ્ટ્રાઈકર ડિ મારીયા એન્જેલે બ્રાઝીલની આખી બાઝી પલટીને રાખી દીધી હતી. ડિ.મારીયાનો ગોલ જ મેચમાં ટર્નિંગ પોંઈન્ટ સાબિત થયો હતો અને બ્રાઝીલની ટીમની હાર નક્કી માની લેવામાં આવી હતી.

બ્રાઝીલે બીજા હાફમાં મેચમાં પરત ફરવાની ભરપૂર કોશિશ કરી હતી. બ્રાઝીલ 1-0થી પાછળ રહી જતા આર્જેન્ટીના જોશમાં આવી ગયું હતું અને બ્રાઝીલ દબાણમાં આવી ગયું હતું. આર્જેન્ટીનાએ વિરોધી ટીમ પર દબાણ લાદવાની પ્રક્રિયા સતત ચાલુ રાખી હતી. બ્રાઝીલ પાસે 60 ટકા બોલ પઝેશન રહ્યું હતું પણ તે ગોલ નહોતો દાગી શકી. સામે આર્જેન્ટીનાની ટીમ પાસે ચાલીસ ટકા બોલ પઝેશન રહ્યું હતું. આમ છતાં ગોલ આર્જેન્ટીનાનાં ભાગે આવ્યો હતો.

કોપા અમેરિકાનો ઈતિહાસ

કોપા અમેરિકાનો અર્થ થાય છે અમેરિકન કપ. 1975ની સાલ સુધી સાઉથ અમેરિકન ફુટબોલ ચેમ્પિયનશિપના નામે આ કપ ઓળખાતો હતો. આ ટૂર્નામેન્ટ સાઉથ અમેરિકાની ટીમ વચ્ચે રમાતો હતો. 1990 બાદ નોર્થ અમેરિકાની ટીમ પણ ભાગ લેવા લાગી હતી. વિશ્વની સૌથી જૂની ટૂર્નામેન્ટમાં કોપા અમેરિકાનો સમાવેશ થાય છે. 1910માં આ કપનો આરંભ થયો હતો. વિશ્વકપ અને યૂરો કપ બાદ ત્રીજી સૌથી વધારે જોવામાં આવતી ટૂર્નામેન્ટ છે.

આ વર્ષે દસ ટીમ

2021માં દસ ટીમે ભાગ લીધો હતો. સૌથી વધારે ઉરુગ્વેએ આ કપ 15 વખત જીત્યો છે. જોકે આ વખતે આર્જેન્ટીનાએ કપ જીતી લેતા બંને 15-15ની બરાબરી પર આવી ગયા છે. બ્રાઝીલે આ કપ 9 વખત અને પેરાગ્વે, ચીલી, પેરુની ટીમે 2-2 વખત જીત્યો છે.

મેસ્સીની કારકિર્દી ચમકી ઉઠી

આ કપ મેસ્સી માટે જરૂરી હતો. આર્જેન્ટીનાનાં 34 વર્ષીય સ્ટાર ખેલાડી મેસ્સીએ આ કપ જીતતાની સાથે પોતાનું વર્ષો જૂનુ સ્વપ્ન પૂર્ણ કર્યું છે. મેસ્સી આ રીતે કેપ્ટન તરીકે એક પાયદાન ઉપર પણ આવી ગયો છે. તેને પોતાની ઐતિહાસિક કારકિર્દીમાં વધુ એક યશકલગી ઉમેરવા આંતરાષ્ટ્રીય કપની જરૂર હતી. મેસ્સીએ અત્યાર સુધીમાં 10 લા લીગા, 4 યુએફા ચેમ્પિયનશીપના ટાઈટલ જીત્યા છે. ખેલાડી તરીકે ઢળતી વયે તેની પાસે કોપા અમેરિકા નામની આંતરાષ્ટ્રીય ટ્રોફી આવી ગઈ છે.

કડવો અનુભવ

2005ની સાલમાં આર્જેન્ટીના ટીમ તરફથી મેચ રમવાની શરૂઆત કરનારા મેસ્સીએ અત્યાર સુધીમાં 4 વિશ્વકપ અને 6 કોપા અમેરિકા ટૂર્નામેન્ટ રમી છે. 2015 અને 2016માં મેસ્સીના નેતૃત્વ હેઠળ ટીમ ફાઈનલમાં પહોંચી હતી. જોકે બંને વખતે ટીમને હારનો કડવો અનુભવ કરવો પડ્યો હતો. આખરે 2021માં ટીમના હાથમાં કોપાની ટ્રોફી આવી ગઈ છે.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments