Team Chabuk-International Desk: અમેરિકાના સર્વોચ્ચ મેડિકલ સંસ્થાન સેન્ટર્સ ફોર ડિઝીસ કંન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને વિશ્વને ચેતવણી આપતાં ડેલ્ટા વેરિએન્ટની તાકાતનું માપ કાઢી આપ્યું છે. કોરોના વાઈરસનાં સૌથી ખતરનાક વેરિએન્ટમાં ડેલ્ટાનો સમાવેશ થાય છે. જે સતત અમેરિકા અને વિશ્વભરનાં દેશોને સંક્રમિત કરી રહ્યો છે.
છેલ્લા બે અઠવાડિયામાં અમેરિકામાં જે કોરોનાના નવા કેસ આવ્યા છે તેમાંથી અડધો ડઝન ડેલ્ટા વેરિએન્ટનાં છે. અમેરિકાના કેટલાક વિસ્તારોમાં લોકો હજુ પણ વેક્સિન નથી લઈ શક્યા. જેને લઈને અમેરિકાની સરકાર ચિંતામાં ગરકાવ થઈ ચૂકી છે. વેક્સિન ન લેવામાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
ડેલ્ટા વેરિએન્ટનો એક કેસ ઓક્ટોબર મહિનામાં ભારતમાં નોંધાયો હતો. જેને B.1.617.2 નામથી પણ ઓળખવામાં આવે છે. અમેરિકામાં જેટલા નવા કેસ આવી રહ્યા છે તેમાંથી 51.7 ટકા કેસ ડેલ્ટા વેરિએન્ટનાં છે. આ ડેટા 20 જુનથી લઈને 3 જુલાઈની વચ્ચેનો છે. આલ્ફા વેરિએન્ટ અથવા તો B.1.1.7 જેને પ્રથમ વખત બ્રિટનમાં જોવામાં આવ્યો હતો. કોરોનાના કેસમાં ડેલ્ટા બાદ બીજા સ્થાન પર છે.
સીડીસીનું આ સંદર્ભે કહેવું છે કે ડેલ્ટા વેરિએન્ટ ખૂબ ઝડપથી અમેરિકામાં ફેલાયો છે. હવે આ દેશ અને દુનિયાનો સૌથી પ્રમુખ વેરિએન્ટ છે. મે મહિનામાં તેના કેસની સંખ્યા 10 ટકા હતી. 6 જૂનથી 19 જૂનની વચ્ચે 30 ટકા થઈ ગઈ. સીડીસીએ વધુમાં જણાવ્યું કે, આયોવા, કન્સાસ, મિસૌરીમાં ડેલ્ટા વેરિએન્ટ એંસી ટકા ફેલાઈ ચૂક્યો છે. તો નેબ્રાસ્કા, કોલોરાડો, મોંટાના, નોર્થ ડકોટા, સાઉથ ડકોટા, ઉટાહ, વ્યોમિંગમાં સિત્તેર ટકા ફેલાઈ ચૂક્યો છે.
અમેરિકા એક એવો દેશ છે જ્યાં સૌથી વધારે વેક્સિનેશન કરવામાં આવ્યું છે. અહીં ડેલ્ટા વેરિએન્ટે એ લોકોને પોતાનો શિકાર બનાવ્યો છે જેમણે વેક્સિન લીધી નથી. અથવા તો વેક્સિન લેવાથી કોઈ કારણોસર ચૂકી ગયા હતા. જેથી ખાસ યુવાઓ અને બાળકો સંક્રમિત થયા છે. સીડીસીએ હાલ તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગાઈડલાઈનનું પાલન કરવાની ના પાડી દીધી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વેક્સિન લગાવેલા લોકો પણ માસ્ક લગાવશે.
વેક્સિન ડેલ્ટા વેરિએન્ટ સામે પણ પ્રભાવિત છે. લોકોને ગંભીરરૂપથી બીમાર પડવા પર રોકી રહી છે. સાથે જ લોકોને હોસ્પિટલ જતાં પણ રોકી રહી છે. જોકે અમેરિકાના પાંચ રાજ્યો મિસિસિપ્પી, લુસિયાના, ઈડાહો, વ્યોમિંગ અને અલાબામામાં હજુ પણ ચાલીસ ટકા લોકો છે, જેમણે વેક્સિનનો એક પણ ડોઝ નથી લીધો. જેને લઈ પબ્લિક હેલ્થ એક્સપર્ટ ઘણાં જ ચિંતિત છે.
ડેલ્ટા વેરિએન્ટનાં કારણે સમગ્ર વિશ્વ ત્રાહીમામ પોકારી ચૂક્યું છે, કારણ કે કોરોના વાઈરસનો આ વેરિએન્ટ વેક્સિન લગાવી ચૂકેલા લોકોને પણ સંક્રમિત કરે છે. આ કારણે જ ફરીથી ઈઝરાયલ, ઓસ્ટ્રેલિયા, યુકે અને યુરોપના કેટલાય દેશોમાં લોકડાઉન લગાવવાની ફરજ પડી છે. અમેરિકા જે કોરોનાના વિશાળકાય મોજાના ગમન બાદ નિશ્ચિત થઈ ગયું હતું તેને ફરી ભય સતાવી રહ્યો છે.
ડેલ્ટા વેરિએન્ટ વુહાનથી નિકળેલા મૂળ કોરોના વાઈરસ કરતા પણ 50 ટકા વધારે સંક્રમણ ફેલાવે છે. જેના કારણે વધુમાં વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. યુકેમાં ડેલ્ટા વેરિએન્ટની અસર ઓછી છે. બ્રિટનમાં થયેલો એક અભ્યાસ જણાવે છે કે લોકોને ગમે તે ભોગે વેક્સિનનો ડોઝ આપવામાં આવે અથવા તો લોકો સામે ચાલીને વેક્સિન ફટાફટ લે, તો ડેલ્ટા વેરિએન્ટથી બચી શકાય છે. બચી ન શકાય તો પણ તેની ગંભીર પરિસ્થિતિઓમાંથી આસપાસના લોકોનું રક્ષણ કરી શકાય છે.
જોકે માત્ર વેક્સિનેશનથી સંપૂર્ણ સુરક્ષા નહીં મળે. લોકોએ વેક્સિનેશન બાદ પણ માસ્ક લગાવવું પડશે. જેથી તે ડેલ્ટા કે કોઈ અન્ય વેરિએન્ટનાં સંક્રમણથી ખૂદને બચાવી શકે. બાળકો આ વેરિએન્ટથી ઈમ્યુન નથી. ન તો યુવા. જેથી તેમની સુરક્ષા કરવી અત્યંત આવશ્યક છે. અમેરિકામાં હાલ 47 ટકા લોકો જ એવા છે જેમને વેક્સિનની બંને ડોઝ આપી દેવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત