Team Chabuk-National Desk: 13 વર્ષીય સગીરાને બસમાં સેક્સ વિશે વાત કરવાની નિર્લજ્જ ઘટનામાં મુંબઈની વિશેષ અદાલતે આરોપી બસ કન્ડેક્ટરને એક વર્ષની સજા અને 15 હજારનો જુર્માનો ભરવાનો દંડ ફટકાર્યો છે. ચંદ્રકાંત સુદામ કોલી નામના આ વ્યક્તિને પોક્સોની કલમ 12 હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટે આદેશ કર્યો છે કે 15 હજાર જુર્માનાની રકમ ન ભરે તો તેને ત્રણ મહિના અતિરિક્ત જેલમાં પસાર કરવા પડશે.
આ ઘટના 2018ની સાલની છે. 13 વર્ષીય કિશોરી રોજ સવારે સરકારી બસમાંથી શાળાએ જતી હતી. એક જ બસ હતી જે તેના ઘરની પાસેથી પસાર થતી હતી. એક દિવસ તે બસમાં ચડી. તેણે જોયું કે બસમાં આગળ બે કે ત્રણ લોકો બેઠા છે તો તેણે બારીની નજીકની સીટ પાસે બેસવાનું નક્કી કર્યું. બસ કન્ડેક્ટર તેની પાસે આવ્યો. સગીર છોકરીએ પોતાનો પાસ બતાવ્યો અને છોકરીની બાજુમાં બેસી ગયો અને પૂછ્યું કે, ‘શું એ સેક્સ વિશે જાણે છે.’
છોકરીએ પ્રતિકાર કરતા કહ્યું કે, તે તેને આવા સવાલ ન પૂછે. એ પછી કન્ડેક્ટર તેની સીટ પર પાછો આવી અને બેસી ગયો. થોડા સમય પછી કન્ડેક્ટર ફરી તેની પાસે આવ્યો અને એ જ એક નો એક સવાલ પૂછવા લાગતા છોકરીએ જવાબ આપવાનું ટાળી દીધું.
બસ સ્ટોપ પર પહોંચતા જ છોકરી ઉતરી ગઈ હતી. તેણે પોતાના મિત્રોને આ ઘટના વિશે માહિતી આપી હતી. મિત્રોએ છોકરીની માતાને આ વિશે અવગત કરી હતી. આ ઘટનાના થોડા દિવસ બાદ છોકરીએ બસમાં જવાની ના પાડી દીધી. તેની માતાએ તેને આ વિશે પૂછ્યું હતું પણ તેણે જવાબ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.
છોકરીની માતા તેના મિત્રો પાસે ગઈ અને વિગત જાણી. સમગ્ર વાત જાણ્યા પછી છોકરીની માતા બસ ડેપોએ ગઈ હતી. ત્યાં આરોપીની ઓળખ કરવામાં આવી હતી. છોકરીની માતાએ પોલીસ ફરિયાદ નોંધવી હતી અને કન્ડેક્ટરની ધરપકડ કરી લેવામાં આવી હતી.
કેસ ફાઈલ થયા બાદ આરોપી 12 દિવસ સુધી જેલમાં રહ્યો હતો અને બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ઘટના કોર્ટમાં ગઈ અને ત્યાં મુંબઈની વિશેષ અદાલતે આરોપીને એક વર્ષની સજા સાથે 15 હજાર રૂપિયાનો દંડ ઠોક્યો છે. વકીલે સજા પર રોક લગાવવાની અરજી દાખલ કરી છે. કોર્ટે અપીલનો સ્વીકાર કર્યો છે અને સજા 30 દિવસ સુધી નિલંબિત કરી દીધી છે. કોલી 30 દિવસની અંદર અંદર હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત