Homeગામનાં ચોરેપ્રધાનમંત્રીએ કમલા હેરિસને કહ્યું, ‘સ્થિતિ સુધર્યા બાદ ભારત આવજો.’

પ્રધાનમંત્રીએ કમલા હેરિસને કહ્યું, ‘સ્થિતિ સુધર્યા બાદ ભારત આવજો.’

Team Chabuk-National Desk: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (kamala harris) અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (narendra modi) વચ્ચે ગુરૂવારના રોજ ફોન પર વાર્તાલાપ થયો હતો. આ બંને નેતાઓની વચ્ચે વેક્સિનને લઈને ચર્ચા થઈ હતી. કમલા હેરિસે (kamala harris) પ્રધાનમંત્રીને વેક્સિન સપ્લાયનો વાયદો કર્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રોનું કહેવું છે કે આ ફોન કૉલ કમલા હેરિસની તરફથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કરવામાં આવ્યો હતો.

આ વિષે પ્રધાનમંત્રીએ ટ્વીટર પર લખ્યું છે કે, થોડા સમય પહેલા કમલા હેરિસ (kamala harris)ની સાથે વાત થઈ. મેં વિશ્વભરમાં વેક્સિન (vaccine) શેરીંગ માટે અમેરિકી રણનીતિના ભાગીદારીના રૂપમાં ભારતને વેક્સિનના સ્પલાઈના આશ્વાસનની સરાહના કરી છે. આ સિવાય અમેરિકી સરકાર, કારોબારી અને પ્રવાસી ભારતીઓથી મળેલા સમર્થન માટે પણ તેમનો આભાર માન્યો છે.

પીએમ મોદીએ એ પણ લખ્યું છે કે તેમણે વેક્સિનને લઈને ભારત (India) અમેરિકા America)ની વચ્ચે ચાલી રહેલા સહયોગને લઈ પણ ચર્ચા કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીએ કમલા હેરિસને ભારત આવવાનું આમંત્રણ (invitation) પણ પાઠવ્યું છે. તેમણે કહ્યું કે સ્થિતિ સુધરે તો ભારત આવો.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને (joe biden) ઘોષણા કરી છે કે જૂનના આખર સુધીમાં વેક્સિનના 8 કરોડ ડોઝ સપ્લાઈ કરવામાં આવશે. જેમાંથી શરૂઆતમાં 2.5 કરોડ ડોઝ સપ્લાઈ થશે. જેમાંથી 75 ટકા એટલે કે 1.9 કરોડ કોવેક્સ હેઠળ અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવશે. જ્યારે બાકીના 60 લાખ ડોઝ એ દેશમાં મોકલવામાં આવશે જ્યાં કોરોનાના કેસ ખૂબ જ વધી રહ્યાં છે. તેમાં કેનેડા, મેક્સિકો, ભારત અને દક્ષિણ કોરિયાને મોકલવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments