Team Chabuk-Vishesh Desk: એસિડિટી હાલના સમયમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સ્થિતિમાં અજમા તમારા માટે રામબાણ ઈલાજ છે. જ્યારે આ સમસ્યા થાય ત્યારે એવું લાગે છે કે ગળામાં બળતરા શરૂ થઈ ગઈ છે. આ માટે એક ચમચી અજમા લો અને તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠ્યા પછી પાણી પીઓ અને અજમા ચાવી જાઓ.
અજમો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે
પાચન સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા અજમો શ્રેષ્ઠ છે
પેટમાં દુખાવો થતો હોય ત્યારે તમે અજમાની મદદ લઈ શકો છો
આજકાલ પેટની સમસ્યાથી લોકો પરેશાન રહે છે, જો પાચનક્રિયા યોગ્ય ન રહે તો દરરોજની જીંદગીમાં નોર્મલ એક્ટિવિટીઝ કરવી મુશ્કેલ બની જાય છે. એવામાં અજમો એક એવો મસાલો છે જે તમને ઉપયોગી થશે. ભારતના લગભગ તમામ ઘરોમાં રસોડામાં અજમાનો ઉપયોગ કરવામાં આવે છે. જો તેને કોઈ રેસિપીમાં નાખવામાં આવે તો તેનો સ્વાદ અનેકગણો વધી જાય છે. પરંતુ તે પેટ માટે કેવી રીતે ફાયદાકારક છે.
અજમામાં મળી આવતા પોષક તત્વો
અજમામા પોષક તત્વોની કોઈ કમી નથી, આ જ કારણ છે કે તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં મિનરલ્સ, ફાઈબર અને એન્ટીઓક્સીડન્ટ મળી આવે છે જે પાચન સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
અજમાથી આ 3 પરેશાનીઓથી મળે છે છૂટકારો
પેટમાં દુખાવો
જ્યારે પેટમાં દુખાવો થતો હોય ત્યારે તમે અજમાની મદદ લઈ શકો છો. આ માટે એક વાસણમાં એક ચમચી અજમો અને તેમાં પાણી ઉમેરો. હવે તેને થોડી વાર ઉકાળો અને પછી ગેસ બંધ કરી દો. હવે તેને ગરણીની મદદથી ગાળી લો અને તેમાં એક ચપટી કાળું મીઠું ઉમેરો. મિશ્રણ હૂંફાળું થઈ જાય ત્યારે તેને પીવો, આમ કરવાથી તમને પેટના દુખાવામાં તરત જ રાહત મળશે.
અપચો
જ્યારે કોઈ લગ્ન કે પાર્ટીમાં જઈ ઘણુ ખાધા બાદ અપચો થાય ત્યારે ગભરાવાની જરૂર નથી. રસોડામાંથી અજમો લો અને આખા અજમાને ગરમ પાણીમાં પલાળીને પી લો. તમને જલ્દી આરામ મળશે અને ટોયલેટ જવામાં પણ કોઈ મુશ્કેલી નહી થાય.
એસિડિટી
એસિડિટી હાલના સમયમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સ્થિતિમાં અજમા તમારા માટે રામબાણ ઈલાજ છે. જ્યારે આ સમસ્યા થાય ત્યારે એવું લાગે છે કે ગળામાં બળતરા શરૂ થઈ ગઈ છે. આ માટે એક ચમચી અજમા લો અને તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠ્યા પછી પાણી પીઓ અને અજમા ચાવી જાઓ તેનાથી એસિડિટી દૂર થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત