Homeગામનાં ચોરેCBI તપાસના આદેશના ગણતરીના કલાકોમાં જ અનિલ દેશમુખનું મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી રાજીનામું

CBI તપાસના આદેશના ગણતરીના કલાકોમાં જ અનિલ દેશમુખનું મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી રાજીનામું

Team Chabuk-National Desk: મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના કેસમાં બોમ્બે હાઈકોર્ટે કરેલા તપાસના આદેશના ગણતરીના કલાકોમાં જ મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે પદ પરથી રાજીનામું આપી દીધું છે. અનિલ દેશમુખ પર મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે 100 કરોડ રૂપિયા વસૂલ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ બાદ અનિલ દેશમુખ સામે સંકટ ઘેરું બન્યું હતું. આજે બોમ્બે હાઈકોર્ટે અનિલ દેશમુખ સામે સીબીઆઈ તપાસને મંજૂરી આપી હતી. બોમ્બે હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યાના થોડા કલાકમાં જ અનિલ દેશમુખે મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપવાની વાત કહી દીધી.

પરમબીર સિંહે શું લગાવ્યો હતો આરોપ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ગંભીર આરોપ લગાવ્યો હતો. પરમબીર સિંહે કહ્યું હતું કે અનિલ દેશમુખે સસ્પેન્ડ કરાયેલા API સચિન વઝેને 100 કરોડ રૂપિયાની વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો. પરમબીર સિંહે આ વાત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનેપણ જણાવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ થોડા દિવસ બાદ જ પરમબીર સિંહને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.પરમબીર સિંહે એવો પણ દાવો કર્યો છે કે અનિલ દેશમુખ સચિન વઝે સાથે પોતાના બંગલા પર સતત બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન વઝેને 100 કરોડ વસૂલવાનો ટાર્ગેટ અપાયો હતો.

બોમ્બે હાઈકોર્ટે આપ્યો હતો CBI તપાસનો આદેશ

આજે સવારે જ બોમ્બે હાઈકોર્ટે અનિલ દેશમુખ સામે લાગેલા આરોપ મામલે CBI તપાસનો આદેશ આપ્યો હતો. કોર્ટે સમગ્ર આરોપને ગંભીર ગણીને કહ્યું હતું કે આરોપ નનો નથી અને રાજ્યના ગૃહમંત્રી પર છે. તેથી પોલીસ તેની નિષ્પક્ષ તપાસ કરી શકતી નથી તેથી તપાસ CBIને સોંપવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે CBIને 15 દિવસમાં પ્રાથમિક તપાસ કરવા માટેનો આદેશ કર્યો છે. ત્યારબાદ નક્કી થશે કે અનિલ દેશમુખ સામે ફરિયાદ નોંધવી કે નહીં. બોમ્બે કોર્ટે આ આદેશ ડૉ. જયશ્રી પાટીલે કરેલી જાહેરહિતની અરજી બાબતે આપ્યો હતો.

ભાજપે પણ રાજીનામાની માગ કરી હતી

સીબીઆઈ તપાસના આદેશ બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સંતોષ વ્યક્ત કર્યો છે. આ પહેલા ફડણવીસે કહ્યુ હતું કે, અનિલ દેશમુખે નૈતિકતાના આધારે રાજીનામું આપી દેવું જોઈએ. અથવા તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેઓને મંત્રિમંડળમાંથી બહાર કરી દેવા જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments