Team Chabuk-Tech Desk: Samsung કંપનીએ ભારતમાં બે નવા ફોન લોન્ચ કરી દીધા છે. Samsung કંપનીએ સોમવારે એટલે કે આજે ભારતીય બજારમાં Samsung Galaxy F12 અને Samsung Galaxy F02s લોન્ચ કરી દીધા છે. સેમસંગના આ બન્ને ફોન્સ ક્રમશઃ ગેલેક્સી એમ12 અને ગેલેક્સી એમ02એસના રીબ્રેન્ડેડ વર્ઝન છે. Samsung Galaxy F12માં એક્સીનોસ 850 પ્રોસેસર, 6000mAhની બેટરી અને ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. જ્યારે Samsung Galaxy F02sને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ, 64જીબી સ્ટોરેજ જેવી ખાસિયત સાથે લોન્ચ કરાયો છે.
શું છે કિંમત
Samsung Galaxy F12 ફોનને લોન્ચ ઓફર સાથે ભારતમાં આપવામાં આવી રહ્યો છે. 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ ધરાવતા મોડેલની કિંમત 9,999 રૂપિયા રખાઈ છે જ્યારે 4જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ ધરાવતા મોડેલની કિંમત 10,999 રૂપિયા રાખવામાં આવી છે. જો તમે આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ અને ઈએમઆઈથી ફોન ખરીદો છો તો તમને 1 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ફોનને બ્લેક, બ્લૂ અને ગ્રીન કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. હાલ લોન્ચ ઓફર ચાલી રહી છે પરંતુ ઓફર પૂર્ણ થઈ ગયા બાદ બન્ને મોડલની કિંમત 10,999 અને 11,999 રૂપિયા થઈ જશે.એટલે કે એક-એક હજાર રૂપિયા કિંમતમાં વધારો થશે. Samsung Galaxy F12નો સેલ ભારતમાં 12 એપ્રિલે બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ અને સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ પર શરૂ થશે.
Samsung Galaxy F02s ફોનની કિંમતની વાત કરીએ તો 3જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ ધરાવતા મોડેલની કિંમત 8,999 રખાઈ છે અને 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજવાળા ફોનની કિંમત 9,999 રાખવામાં આવી છે. આ ફોનને કંપનીએ બ્લેક, વાઈટ અને બ્લૂ કલરમાં લોન્ચ કર્યો છે. આ ફોનની સેલ 9 એપ્રિલ બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ અને સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ પર શરૂ થશે.
Samsung Galaxy F12ના સ્પેસિફિકેશન
આ મોડેલ કંપનીએ 6.5 ઈંચ એચડી+ઈનફિનિટી-V ડિસ્પ્લે સાથે લોન્ચ કર્યો છે. આ ડિસ્પ્લેની રિફ્રેશ રેટ90 હર્ટ્ઝ છે. ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 આપવામાં આવ્યો છે. ફોનમાં એક્સીનોસ 850 પ્રોસેસર, 4જીબી રેમ સાથે 64જીબી અને 128જીબી સ્ટોરેજ પણ ઉપલબ્ધ છે. સ્ટોરેજને માઈક્રો એસડી કાર્ડથી વધાર પણ શકાય છે. ફોનમાં એન્ડ્રોઈડ 11 આધારિત વન યૂઆઈ 3.1 કસ્ટમ સ્કિન સાથે આપવામાં આવ્યો છે. ફોનની બેટરી જમ્બો આપવામાં આવી છે. 6000mAh બેટરી આપવામાં આવી છે જે 15 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, ડ્યુઅલ બેંડ વાઈ-ફાઈ, બ્લૂટૂથ 5.0 અને જીપીએસ જેવા ઓપ્શન અપાયા છે. ફોનની કિનારી પર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં 48 મેગાપિક્સલ પ્રાયમરી, 5 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઈડ અને 2 મેગાપિક્સલ ડેફ્થ રિયર કેમેરા સાથે મેક્રો સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી કેમેરો 8 મેગાપિક્સલનો છે.
Samsung Galaxy F02sના સ્પેસિફિકેશન
Samsung Galaxy F02sના સ્પેસિફિકેશનની વાત કરીએ તો ફોનમાં 6.5 એચડી ઈનફિનિટી-V ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. હેંડસેટમાં ક્વાલકમ સ્નેપડ્રેગન 450 ચિપસેટ આપવામાં આવ્યું છે. ફોનમાં 3જીબી રેમ સાથે 32જીબી સ્ટોરેજ અને 4જીબી રેમ સાથે 64જીબી સ્ટોરેજ આપવામાં આવી છે. સ્ટોરેજને તમે માઈક્રો એસડી કાર્ડની મદદથી વધારી પણ શકો છો.
Samsung Galaxy F02sના કેમેરાની વાત કરીએ તો રિયરમાં 13 મેગાપિક્સલ પ્રાયમરી, 2 મેગાપિક્સલ મેક્રો અને 2 મેગાપિક્સલ ડેફ્થ લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી કેમેરો 5 મેગાપિક્સલનો છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ, 3.5 એમએમ ઓડિયો જેક અને યુએસબી ટાઈપ-સી જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. Samsung Galaxy F02s એન્ડ્રોઈડ 10 આધારિત વન યૂઆઈ કોર સિસ્ટમ સ્કિન સાથે આપવામાં આવ્યો છે. ફોનમાં 15 વોટ ચાર્જિંગ સપોર્ટેડ 5000 mAh બેટરી આપવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત