Team Chabuk-National Desk: વિવાદિત નિવેદનો આપી અવાર નવાર સમાચારમાં છવાતા રહેતા ભાજપના બિહારના બેગુસરાયથી સાંસદ એવા ગિરીરાજ સિંહે ફરી એક વખત પોતાની બેધારી જીભનો પરચો આપ્યો છે.
કૃષિક પ્રશિક્ષણ સમારોહમાં તેમણે કહ્યું કે, જે પણ અધિકારી ખેડૂતોની વાત કે ફરિયાદ ન સાંભળે તેને ડંડાથી મારો. આપણે ન તો એમને ગેરકાયદેસર કામ કરવાનું કહીએ છીએ ન તો ગેરકાયદેસર કામ આપણે સહન કરી શકીએ છીએ. કોઈ અધિકારીએ ગેરકાયદેસર કામનું નગ્ન નૃત્ય કર્યું તો સહન નહીં કરીએ.
કેન્દ્રિય મત્સ્યપાલન, પશુપાલ અને ડેરી મંત્રી ગિરિરાજ સિંહે શનિવારના બેગુસરાયના ખોદાવંદપુર કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જળવાયુ અનુકૂળ ખેતી સહ કૃષક પ્રશિક્ષણ સમારોહના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જ્યારે કેન્દ્રિય મંત્રી મંચ પર બિરાજમાન હતા ત્યારે જ શ્રોતાઓમાં ઉપસ્થિત કેટલાક લોકોએ તેમને અધિકારીઓ દ્વારા કાર્ય ન કરવામાં આવતું હોવાની વાત કરી. ગિરિરાજ સિંહને કેટલાક લોકોએ પોતાની ફરિયાદો પણ કહી.
પોતાના તડ અને ફડ જેવા નિવેદનો માટે ચર્ચામાં રહેતા ભાજપના નેતાએ કહ્યું કે તેમને હંમેશાં ફરિયાદ મળે છે. અધિકારીઓ જનતાની ફરિયાદને કાને લેતા નથી અને કામ કરતા નથી.
સિંહે લોકોની ફરિયાદ સાંભળ્યા બાદ આગળ કહ્યું કે, હું એમને કહેવા માગુ છું કે આટલી નાની વાત માટે મારી પાસે શા માટે આવો છો. સાંસદ, ધારાસભ્ય, ગામનાં સરપંચ, ડીએમ, એસડીએમ, બીડીઓ… આ તમામનું કર્તવ્ય જનતાની સેવા કરવાનું છે. જો એ તમારી વાત નથી માનતા તો બેઉં હાથેથી ડંડો ઉપાડો અને માથામાં ધડીંગ કરતો મારો. મોદીજીના મંત્રી અને સાંસદે કહ્યું કે, જો આનાથી કામ નથી થતું તો હું તમારી સાથે છું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત