Homeગામનાં ચોરેIT વિભાગના દરોડા પર તાપસી અને અનુરાગે મસ્ત મજા લીધી છે

IT વિભાગના દરોડા પર તાપસી અને અનુરાગે મસ્ત મજા લીધી છે

Team Chabuk-National Desk: 3 માર્ચના રોજ અભિનેત્રી તાપસી પન્નુ, અભિનેતા-દિગ્દર્શક અને પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ અને નિર્માતા-દિગ્દર્શક વિકાસ બહલની સંપત્તિ પર આયકર વિભાગનાં દરોડા પડ્યા હતા. આ દરોડાની કાર્યવાહી ત્રણ દિવસ સુધી ધમધમી હતી. કાર્યવાહી સમાપ્ત થયા પછી ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા અનુરાગ કશ્યપે ઈન્સ્ટાગ્રામ પર એક મેસેજ નાખ્યો હતો અને કટાક્ષ કર્યો હતો.

અનુરાગે લખ્યું છે કે – અને હવે અમે બીજી વખત (દોબારા) શરૂ કરી રહ્યા છીએ. હેટર્સને અમારો ખૂબ જ પ્રેમ.

અનુરાગની આ પોસ્ટમાં બીજી વખતનાં બે અર્થ સરી રહ્યા છે. એક તો છે અંગ્રેજીનો Again.  અને બીજું કે અનુરાગ કશ્યપની આવનારી ફિલ્મનું નામ દોબારા છે. ફિલ્મની જાહેરાત તો પહેલા જ થઈ ચૂકી છે જેમાં અનુરાગની સાથે તાપસી પન્નુ મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવી રહી છે. એટલે કે આયકર વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડાને અનુલક્ષીને જ અનુરાગ કશ્યપે આડકતરી રીતે પોતાની વાત સામે રાખી દીધી છે.

આ પહેલા 6 માર્ચની તારીખે જ તાપસી પન્નુએ પણ ટ્વીટ કરી વ્યંગાત્મક રીતે ત્રણ દિવસ સુધી આયકર વિભાગની ટીમ તેમના ઘરમાં શું શોધી રહી હતી તેના વિશે લખ્યું હતું. તાપસીએ ટ્વીટ દ્વારા ત્રણ વાત સામે રાખી હતી.

ત્રણ દિવસ સુધી ત્રણ વસ્તુની ઊંડાણપૂર્વક ખોજ કરવામાં આવી.

1) મારા પેરિસના કથિત બંગલાની ચાવી, કારણ કે ઉનાળું વેકેશન આવવાનું છે.

2) 5 કરોડ રૂપિયાની કથિત રસીદ જેથી ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકાય.

3) 2013નાં એ દરોડાની યાદ, જે આપણા માનનીય નાણામંત્રીના કહ્યા મુજબ મારે અહ્યાં પડ્યા હતા.

એટલે કે દરોડાની કાર્યવાહી આટોપાતા જ તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપે પોત પોતાની રીતે કટાક્ષ કર્યો છે. અને વાત મૂકી છે.

દરોડા શા માટે પાડવામાં આવ્યા ?

પ્રથમ : તાપસી પન્નુનાં ઘરે દરોડો પાડવામાં આવ્યો. આયકર વિભાગને સંદેહ હતો કે તાપસી અને તેની કંપનીએ 25 કરોડ રૂપિયાના ઈન્કમ ટેક્સની ચોરી કરી છે અને તાપસીએ આશરે પાંચ કરોડ રૂપિયા રોકડા લીધા છે. તેની જ તપાસ માટે દરોડો પાડવામાં આવ્યો હતો. સાથે જ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એ પણ દાવો કર્યો કે 5 કરોડ રૂપિયા લીધાની કેશ પેમેન્ટ રસીદ તાપસીની પાસે છે. એ રસીદનો ઉલ્લેખ તાપસીએ પોતાની એક ટ્વીટમાં કર્યો છે.

દ્રિતિય : ફેન્ટમ ફિલ્મના શેરધારકોને ત્યાં દરોડા પડ્યા. ફેન્ટમ ફિલ્મના શેરહોલ્ડર્સ પર આશરે 600 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીના આરોપમાં દરોડા પાડવામાં આવ્યા. એ પણ આરોપ લાગ્યો કે શેરધારકોએ ફેન્ટમ ફિલ્મ્સની ભાગીદારી વેંચી. જેના કારણે જ તેઓ રૂપિયા કમાયા. જોકે તેમાં થયેલા નફાના બદલામાં તેમણે કોઈ પણ પ્રકારનો ટેક્સ ચૂકવ્યો નથી. અનુરાગ કશ્યપ, મધુ મન્ટેના, વિક્રમાદિત્ય મોટવાણી અને વિકાસ બહલે મળીને 2011ના વર્ષમાં ફેન્ટ્મ ફિલ્મ્સની સ્થાપના કરી હતી. જોકે ઓક્ટોબર 2018નાં પહેલા કંપની બંધ કરી દેવામાં આવી. ફેન્ટ્મ ફિલ્મ્સની છેલ્લી ફિલ્મ ઋત્વિક રોશન સાથેની સુપર-30 હતી.

તાજેતાજો ઘાણવો 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments