Homeદે ઘુમા કેરોહિતની ગેરહાજરી: આફ્રિકામાં કે.એલ.રાહુલ સાથે ઓપનિંગ કોણ કરશે? વાઈસ કેપ્ટન કોણ બનશે?

રોહિતની ગેરહાજરી: આફ્રિકામાં કે.એલ.રાહુલ સાથે ઓપનિંગ કોણ કરશે? વાઈસ કેપ્ટન કોણ બનશે?

Team Chabuk-Sports Desk: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી પૂર્વે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો છે. મુંબઈમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન તેના જમણા પગની માંસપેશીઓમાં ખેંચાવ આવી ગયો હતો. જે પછી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. ટીમમાં રોહિતની જગ્યાએ પ્રિયાંક પંચાલને સામેલ કરવામાં આવ્યો છે. વાઈસ કેપ્ટન રોહિત શર્મા, અજિંક્ય રહાણે, ઋષભ પંત, કે.એલ.રાહુલ અને શાર્દુલ ઠાકુર, શરદ પવાર એકેડેમીમાં નેટ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. અભ્યાસ દરમ્યાન રોહિત શર્માને ઈજા પહોંચી હતી.

ભારતનો આફ્રિકા પ્રવાસ

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીની શરૂઆત 26મી ડિસેમ્બરથી થશે. પ્રથમ ટેસ્ટ સેન્ચૂરીયનમાં રમાશે. તો વનડે સિરીઝની શરૂઆત 19 જાન્યુઆરીથી થશે. 16 ડિસેમ્બરના રોજ ટીમ ઈન્ડિયા આફ્રિકા પ્રવાસ માટે રવાના થવાની છે. રોહિત શર્માની ગેરહાજરીમાં કે.એલ.રાહુલની સાથે મયંક અગ્રવાલ ઓપનિંગમાં ઉતરી શકે છે. ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ ઘર આંગણે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં મયંકે સેન્ચુરી ફટકારી હતી. તો પ્રિયાંક પંચાલ પણ ઓપનિંગ કરી શકે છે. તેને રોહિતની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

રોહિતનું ધમાકેદાર વર્ષ

રોહિત 2021માં ટેસ્ટમાં ભારત માટે સર્વાધિક રન બનાવનારો ખેલાડી છે. તેણે 21 ઈનિંગમાં 47.68ની એવરેજથી 906 રન બનાવ્યા છે. ઋષભ પંતનો ક્રમ તેના પછી આવે છે. જેણે 19 ઈનિંગમાં 41.52ની એવરેજથી 706 રન બનાવ્યા છે. જોવાનું એ રહેશે કે ટેસ્ટમાં રોહિત બહાર થઈ જતાં તેની જગ્યાએ વાઈસ કેપ્ટનની જવાબદારી કોણ નિભાવે છે.

રોહિતની અનુપસ્થિતિ ભારતને ફટકો

2019માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ઘર આંગણે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમ્યા બાદ રોહિતે 16 ટેસ્ટમાં 58.48ની એવરેજથી 1462 રન બનાવ્યા હતા. જેમાં પાંચ સેન્ચુરીનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બરમાં ઓવલમાં ઈંગ્લેન્ડની વિરૂદ્ધ 127 રનની વિસ્ફોટક ઈનિંગ રમી તેનો પણ સમાવેશ થાય છે. રોહિતનું આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી પૂર્વે બહાર થવું એ ટીમને મોટો ફટકો છે.

પંચાલ બીજી વખત સામેલ

પ્રિયાંક પંચાલ પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં સામેલ નથી થયો. આ પૂર્વે ઈંગ્લેન્ડ સામે ઘર આંગણે રમાયેલી ચાર ટેસ્ટની શ્રેણીમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 31 વર્ષીય પંચાલ ગુજરાતની ટીમનો કેપ્ટન છે. ઈંગ્લેન્ડની વિરૂદ્ધ શ્રેણીમાં અભિમન્યૂ ઈશ્વરની સાથે રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. ઘર આંગણે ફર્સ્ટ ક્લાસ મેચમાં પંચાલ 100થી વધારે મેચ રમી ચૂક્યો છે.

રણજીમાં વિસ્ફોટક બેટીંગ

હાલમાં જ ઈન્ડિયા-એ ટીમના દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમ્યાન પ્રિયાંક પંચાલે ત્રણમાંથી બે ટેસ્ટમાં આગેવાની કરી હતી. જેમાં તેણે અનુક્રમે 96, 24 અને 0 સ્કોર બનાવ્યો હતો. વર્ષ 2016-17માં પંચાલનું નામ રણજી ટ્રોફીથી ચમક્યું હતું. તેણે 17 ઈનિંગમાં 87.33ની એવરેજથી 1310 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો હાઈએસ્ટ સ્કોર 314 છે. જેના કારણે ગુજરાતે રણજી ટ્રોફી જીતી હતી. ગત વર્ષે પાર્થિવ પટેલની નિવૃત્તિ બાદ ગુજરાત ટીમનું સુકાનીપદ પ્રિયાંક પંચાલના ફાળે આવ્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments