Homeગામનાં ચોરેજમ્મુ કાશ્મીરમાં સેનાનું વાહન ઊંડી ખીણમાં પડ્યું, 5 જવાનોએ ગુમાવ્યો જીવ

જમ્મુ કાશ્મીરમાં સેનાનું વાહન ઊંડી ખીણમાં પડ્યું, 5 જવાનોએ ગુમાવ્યો જીવ

Team Chabuk-National Desk: કાશ્મીરમાં સેનાનું વાહન ઊંડી ખીણમાં પડતા 5 જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પુંછ જિલ્લાના બાલનોઈ સેક્ટરમાં મંગળવારે (24 ડિસેમ્બર, 2024) એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સેનાનું એક વાહન 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું હતું. વ્હાઇટ નાઈટ કોર્પ્સ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવેલી માહિતી આપતાં કહેવામાં આવ્યું છે કે પૂંછ સેક્ટરમાં ઓપરેશનલ ડ્યુટી દરમિયાન સેનાનું એક વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું. આ દુર્ઘટનામાં પાંચ જવાનોના મોત થયા છે. વ્હાઇટ નાઈટ કોર્પ્સે સૈનિકોના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આ વાહનમાં 18 સૈનિકો હતા, જેમાંથી 5ના મોત થયા છે અને બાકીનાની સારવાર ચાલી રહી છે. નીલમ હેડક્વાર્ટરથી બાલનોઈ ઘોરા પોસ્ટ તરફ જઈ રહેલા 11 MLIનું લશ્કરી વાહન ગોરા પોસ્ટ પર પહોંચતા જ અકસ્માતનો ભોગ બન્યું હતું. વાહન લગભગ 300-350 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું હતું. માહિતી મળતાની સાથે જ 11 MLI ની ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું.

પૂંછ જિલ્લાના મેંઢર સબ-ડિવિઝનના માનકોટ સેક્ટરના બાલનોઈ વિસ્તારમાં ભારતીય સેનાનું એક વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં મોટો અકસ્માત થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈન્યના જવાનો એક વાહનમાં તેમની ચોકી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને આ અકસ્માત થયો. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે વાહનમાં કુલ 18 સૈનિકો હતા.

jammu

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments