Team Chabuk-Political Desk: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના ખેડૂતો માટે ગેરંટીની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા મહિલાઓ, યુવાનો, રોજગારી, હોસ્પિટલ, શાળા વગેરે અંગે ગેરંટી આપ્યા બાદ હવે રાજ્યના ખેડૂતો માટે ગેરંટી જાહેર કરી છે. આજે દ્વારકા ખાતે જનસભામાં અરવિંદ કેજરીવાલે ગુજરાતના ખેડૂતો માટે ગેરંટી કાર્ડ જાહેર કર્યું છે.
કેજરીવાલની ખેડૂતોને ગેરંટી
- ખેડૂતોને ખેતી માટે 12 કલાક વીજળી આપવામાં આવશે.
- અનેક પાકો પર ખેડૂતોને એમએસપીની કિંમત આપવામાં આવશે.
- નવા જમીન માપણી સર્વે રદ કરી ખેડૂતોના સહયોગથી જમીન સર્વે નવેસરથી કરવામાં આવશે.
- દરેક ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવશે, નર્મદા બંધના સંપૂર્ણ કમાંડક્ષેત્રમાં પાણી પહોંચાડવાની કામગીરી એક વર્ષની અંદર પૂરી કરવામાં આવશે
- ખેડૂતોને પાક નુકસાની પર 20 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચુકવવામાં આવશે.
આ ઉપરાંત પોતાના સંબોધનમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના સરકાર બનતાની સાથે ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે. ખેડૂત કહેશે ત્યાં જ વીજ કંપનીના થાંભલા નંખાશે.
અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે, સરકાર તેમના અરબપતિ દોસ્તોના દેવા માફ કરી રહી છે. સરકારે તેમના અરબપતિ દોસ્તોનું 10 લાખ કરોડનું દેવું માફ કરી દીધું છે. કેજરીવાલે કહ્યું કે દેવું ખેડૂતોનું માફ થવું જોઈએ. અરબપતિ દોસ્તોનું નહીં.
મહત્વનું છે કે, બે દિવસીય ગુજરાત મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલની આજે દ્વારકાના એનડીએચ હાઈસ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જનસભા મળી હતી. જેમાં ખેડૂતોને લઈને મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
