Team Chabuk-National Desk: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા કેસને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કડક નિયમો લાદી દીધા છે. આ નવા નિયમો 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. દિલ્હીમાં નાઈટ કરફ્યૂ બાદ કેજરીવાલ સરકારે વધારે કેટલાક નિયમો નાખ્યા છે, દિલ્હીમાં તમામ પ્રકારની સામાજીક, રાજનીતિક, રમત ગમત, ધાર્મિક સભાઓ પર રોક લગાવી દેવામાં આવી છે. આ સાથે જ કેજરીવાલના કડક નિયમોના એ સાત મુદ્દાને જોઈએ.
નિયમ:1
દિલ્હીમાં હવે અંતિમ સંસ્કારમાં મહત્તમ વીસ લોકો જ સામેલ થઈ શકશે. જ્યારે લગ્ન પ્રસંગોમાં પચાસ લોકોને સામેલ થવાની અનુમતિ આપવામાં આવી છે.
નિયમ:2
નવી ગાઈડલાઈનના આધારે હવે હવાઈ જહાજના મારફતે મહારાષ્ટ્રમાંથી દિલ્હી જનારા તમામ યાત્રીઓએ 72 કલાક પહેલાની આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ દર્શાવવી પડશે. મહારાષ્ટ્રમાંથી જે લોકો નેગેટિવ રિપોર્ટ સાથે પ્રવેશ કરશે તેમને 14 દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે. જોકે કાયદાની રૂએ અને સરકાર સાથે જોડાયેલા લોકોને અનુમતિ મળશે.
નિયમ: 3
નવા આદેશ પ્રમાણે હવે દિલ્હીમાં કોઈ પણ પ્રકારના સામાજીક, રાજનીતિક, ખેલ, મનોરંજન, એકેડેમિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને તહેવારોમાં લોકોનો જમાવડો નહીં થાય. સાથે જ સ્ટેડિયમના સ્પોર્ટ્સ ઈવેન્ટને આયોજન કરવાની પરવાનગી રહેશે પણ એક પણ દર્શક હાજર નહીં રહી શકે.
નિયમ:4
દિલ્હીમાં રેસ્ટોરન્ટ અને બાર પણ પોતાની સીટીંગ કેપેસિટીની 50 ટકાની ક્ષમતા સાથે કામ કરશે. સિનેમા, થિયેટર અને મલ્ટીપ્લેક્સ પચાસ ટકા ક્ષમતા સાથે કામ કરશે. મેટ્રોના એક કોચમાં સિટીંગ કેપેસિટીમાં 50 ટકા ક્ષમતા રહેશે. બસમાં પણ પચાસ ટકા સિટીંગ કેપેસિટી રહેશે.
નિયમ:5
રાજધાની દિલ્હીમાં તમામ શાળા કોલેજ અને શિક્ષણ સંસ્થાઓ અથવા તો કોચિંગ સેન્ટર બંધ રહેશે. ઓનલાઈન ક્લાસને મહત્વ આપવામાં આવશે.
નિયમ:6
નવી માર્ગદર્શિકા પ્રમાણે દિલ્હી સરકારની તમામ ઓફિસ, પીએસયૂ, કોર્પોરેશન, ઓટોનોમસ બોડી અને લોકલ બોડીમાં ગ્રેડ-1 અથવા તો તેના બરાબરીના અધિકારી પોતાની સો ટકા ક્ષમતા સાથે કામ કરશે. જ્યારે બાકીનો સ્ટાફ પચાસ ટકા ક્ષમતા સાથે કામ કરશે.
નિયમ:7
સ્વાસ્થ્ય વિભાગ, પોલીસ, હોમગાર્ડ, ફાયર અને ઈમરજન્સી, સિવિલ ડિફેન્સ, જિલ્લા પ્રશાસનના લોકો પર કોઈ પણ પ્રકારની પાબંદી લાદવામાં નહીં આવે. આ સાથે જ પ્રાઈવેટ ઓફિસો અને સંસ્થાનોને સલાહ આપવામાં આવી છે કે એ પોતાના કર્મચારીઓને અલગ અલગ સમય પર બોલાવે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત