Homeદે ઘુમા કેએશિઝ: ચોથા દિવસે રૂટના પ્રાઈવેટ પાર્ટમાં વાગેલા બોલ પછીની ઘટનાઓ સોશિયલ મીડિયા...

એશિઝ: ચોથા દિવસે રૂટના પ્રાઈવેટ પાર્ટમાં વાગેલા બોલ પછીની ઘટનાઓ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ

Team Chabuk-Sports Desk: એડિલેડમાં રમાય રહેલી એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટમાં જો રુટને ગુપ્તાંગના ભાગે બોલ વાગી જતાં મેદાન પર હાસ્ય અને કરુણ એવું મિશ્ર વાતાવરણ સર્જાયું હતું. મેચમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો જોવા મળી રહ્યો છે. મેચનો અંતિમ દિવસ બાકી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડની સામે 386 રનનું લક્ષ્યાંક રાખ્યું છે. જોકે મેચના ચોથા દિવસે વિજય પરાજય કરતા રુટને જે ભાગમાં ઈજા પહોંચી તે ચર્ચાનું કારણ બન્યું હતું. ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ બેટીંગ કરી રહ્યો હતો. એ પછી તેના ગુપ્તાંગના ભાગમાં બોલ વાગી ગયો. બોલ વાગ્યા બાદ તેમને બેટીંગમાં અડચણનો સામનો કરવો પડ્યો હતો.

બીજી ઈનિંગમાં જો રુટ બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો. ઈંગ્લેન્ડની ટીમ મુશ્કેલીમાં હતી. દિવસની રમત પૂર્ણ થવા પર હતી અને જો રુટ બેટીંગ પર હતો. ત્યારે મિચેલ સ્ટાર્કનો ફેંકાયેલો બોલ તેના પ્રાઈવેટ પાર્ટમાં વાગ્યો હતો. બોલ વાગ્યા બાદ રૂટ જમીન પર જ ફસડાઈ પડ્યો હતો. મિચેલ તેને જોતા હસવા લાગ્યો હતો પણ બાદમાં અન્ય ખેલાડીઓએ નજીક આવી જો રુટની સ્થિતિની જાણકારી મેળવી હતી.

બ્રેક બાદ મેદાનમાં જો રુટ ફરી ઊભો થયો. જો રુટ તેનું ગાર્ડ જ્યારે વ્યવસ્થિત કરી રહ્યો હતો ત્યારે જ સ્પાઈડરકેમેરા તેની ઉપરથી પસાર થઈ રહ્યો હતો. જો રુટ તેને જોઈ જતાં ત્યાંથી જવાનો ઈશારો કર્યો હતો. આ ઈશારો પણ કેમેરામાં કેપ્ચર થયા બાદ ટ્વીટર પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જો રુટથી કેમેરો દૂર ગયો એ પછી તેણે ગાર્ડને એડજસ્ટ કર્યું હતું.

ગુપ્તાંગના ભાગે બોલ વાગ્યા બાદ જો રુટ લાંબા સમય સુધી પહેલાની માફક બેટીંગ નહોતો કરી શક્યો. તેને પીડા થઈ રહી હતી અને રનીંગ બીટવિન ધ વિકેટમાં પણ તકલીફ પડી રહી હતી. રુટ જ્યારે રનિંગ લેવા માટે દોડ્યો ત્યારે તેના પગની સ્થિતિને જોતા કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલ રિકી પોન્ટીંગ હસ્યા વિના નહોતો રહી શક્યો.

મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટ પણ ગુમાવવાની નજીક પહોંચી ગયું છે. ચોથા દિવસની રમત પૂર્ણ થતાં ઈંગ્લેન્ડનો સ્કોર 82-4 વિકેટ છે. ઈંગ્લેન્ડને અંતિમ દિવસે મેચમાં વિજય પ્રાપ્ત કરવા માટે 386 રનની આવશ્યકતા છે. સામે ઓસ્ટ્રેલિયાને જીત માટે 6 વિકેટની જરૂર છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments