Homeગામનાં ચોરેમિત્ર સાથે પાર્ટી કરી રહેલી યુવતી સાતમાં માળ પરથી નિર્વસ્ત્ર સ્થિતિમાં પટકાઈ

મિત્ર સાથે પાર્ટી કરી રહેલી યુવતી સાતમાં માળ પરથી નિર્વસ્ત્ર સ્થિતિમાં પટકાઈ

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાની હાઈ પ્રોફાઈલ સોસાયટીમાં 24 વર્ષીય યુવતી સાતમાં માળ પરથી નીચે પડી ગઈ હતી. ગંભીર સ્થિતિમાં તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતા. જેમાં યુવતીના ગરદન અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તે કોમામાં સરી ગઈ છે. યુવતી જ્યારે ફ્લેટ પરથી નીચે પડી ત્યારે નિર્વસ્ત્ર સ્થિતિમાં હતી. ઘટના અંગેની જાણકારી પ્રાપ્ત થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસે જણાવ્યું કે છોકરી પશ્ચિમ બંગાળની રહેવાસી છે અને હરિયાણાના પાણીપતમાં રહે છે. 12 ડિસેમ્બરના રોજ છોકરી ગ્રેટર નોઈડમાં પોતાના મિત્રને મળવા માટે આવી પહોંચી હતી. અડધી રાત્રે યુવતી સાતમાં માળેથી નીચે પટકાઈ. ઘાયલ યુવતીને પોલીસે હોસ્પિટલ સારવાર માટે ખસેડી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને એ જાણકારી મળી છે કે યુવતી ઉંઘ અને નશામાં હોવાના કારણે બારી પરથી નીચે પટકાઈ હતી.

પોલીસ ઓફિસરોનું કહેવું છે કે તેમણે યુવતીના પરિવારજનોને સૂચના આપી દીધી છે. જોકે હજુ સુધી કોઈ પણ યુવતીની સ્થિતિ જાણવા માટે આવ્યું નથી. યુવતીના મિત્રને પૂછતા તેણે કહ્યું કે યુવતી સાથે તેની અવારનવાર મુલાકાત થતી રહેતી હતી. જ્યારે પણ તે અહીં આવતી હતી યુવકના ફ્લેટ પર જ રોકાતી હતી.

યુવતીના મિત્રએ પોલીસને જણાવ્યું હતું કે જે દિવસે આ ઘટના ઘટી હતી, એ રાતે બેઉંએ પાર્ટી કરી હતી. અડધી રાત્રે યુવતી બાથરૂમમાં ગઈ હતી અને બારીમાંથી નીચે પડી ગઈ હતી. પોલીસ આ ઘટના પર આગળની કાર્યવાહી કરી રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments