ઝાલાવાડી જલજીરા : હૈદરાબાદમાં હું અક્ષય કુમારની સાથે ફિલ્મ જાનવરની શૂટિંગ કરી રહ્યો હતો. મહેશ ભટ્ટનો મારા પર ફોન આવ્યો મને કહે, ‘હું એક ફિલ્મની શૂટિંગ કરી રહ્યો છું. સંઘર્ષ નામ છે. તેમાં એક વિલનનો રોલ છે. પણ એ વિલનનો રોલ હું તને નહીં આપું. કોઈ બીજા એક્ટરને આપીશ.’ મને થઈ ગયું યાર ગજબ છે. ઓડિશન વિના કોઈ બીજાને વિલનનો રોલ આપી દેવો.
મહેશ ભટ્ટની વાત સાંભળીને મેં સવારની ફ્લાઈટ પકડી અને ચેમ્બુરમાં આવી ગયો. મહેશ ભટ્ટની પાસે જઈ મેં કહ્યું, ‘હું ખરાબ એક્ટર છું કે મારા અને તમે જે અભિનેતાને પસંદ કર્યો છે તેનું ઓડિશન કરાવી દો. જો એ ઓડિશનમાં જીતી જાય તો હું માની જઈશ કે તમે સાચું કહેતા હતા.’ મારી વાત સાંભળીને મહેશ ભટ્ટ હસવા લાગ્યા.
મહેશ ભટ્ટે મને વાત કહી કે તને કેટલાય દિવસથી હું મળ્યો જ નહોતો એટલે મળવાની ખૂબ ઈચ્છા હતી. તને ફોન કર્યો અને મને ખબર હતી કે એક્ટિંગનું નામ પડશે એટલે તું આવી જઈશ.
મને ખબર નહોતી કે ભટ્ટ સાહેબ પહેલાથી આ રોલ માટે મારી જ પસંદગી કરીને બેઠા છે.
ફિલ્મનું શૂટિંગ શરૂ થયું. મેં પહેલો સીન કમ્પલિટ કર્યો, બધા મારા અભિનયથી ખુશ થઈ ગયા. મહેશ ભટ્ટ મારી પાસે આવ્યા અને બોલ્યા, ‘મને એક સિગ્નેચર જોઈએ છે. જે છવાઈ જાય.’
એક વિલનનો સિગ્નેચર જે આખી ફિલ્મમાં લોકોને યાદ રહી જાય. મુશ્કેલ હતું પણ આવો સીન આપવો કઈ રીતે? મને નોર્થ ઈસ્ટની યાદ આવી ગઈ. નોર્થ ઈસ્ટના મંદિરોમાં મહિલાઓ મોઢાની પાસે હાથ રાખી જીભ અને પ્રથમ આંગળીથી અવાજ કાઢે. જેને રેડ ઈન્ડિયન ક્રાય કહેવાય. મેં કર્યું.
એ કરવાનું કારણ કે એ ખરાબ આત્માઓને ભગાડે. તેનો અર્થ જ એવો થાય. તો લજ્જાશંકર માટે સામેના લોકો એ ખરાબ આત્માઓ છે. મને લાગ્યું કે આ પ્રકારનો સાઉન્ડ કાઢવો જોઈએ. અને જ્યારે એ થયું. મને લાગતું હતું કે આ મૂર્ખતાભર્યું કાર્ય થશે, પણ જ્યારે તમે કોઈ કામ સંમેલ્લન સાથે કન્વિન્શનથી કરો. તો કોઈ કાર્ય મૂર્ખતાપૂર્ણ હોતું નથી.
મહેશ ભટ્ટ કેમેરાની પાછળ ઊભા હતા. તેમની પાછળ તનુજા હતી. મેં શરૂ કર્યું. પૂરી તાકાતની સાથે. મારા મનમાં એક જ નિશ્ચય હતો કે આને તો કરવું જ છે અને પૂરી શક્તિની સાથે કરવું છે. જેનાથી ભય ઊભો થાય અને લોકો ડરી જાય. મેં સમગ્ર તાકાત લગાવી દીધી અને જ્યારે તે નીકળ્યું સૌ ડરી ગયા. એક જ ટેકમાં મેં કરી બતાવ્યું.
*******
વાત છે સંઘર્ષના લજ્જાશંકર પાંડે એટલે કે આશુતોષ રાણાની. ધમાકેદાર એક્ટર છે. મોટી મોટી આંખો. સ્વામી વિવેકાનંદની જેમ જાણે કમળ ખીલ્યા હોય. સ્વામી વિવેકાનંદની એ આંખો તો તેમના પ્રેમમાં પાડતી હતી, પણ આશુતોષની આંખો ડરાવે છે. દુશ્મનનો ગોકુલ પંડિત લવ લેટરને નાકથી સુંઘી ખિસ્સામા નાખે અને ધીમેથી બોલે ત્યારે ડર ઊભો થાય.
લજ્જાશંકર પાંડે તરીકે સ્ત્રીનો વેશ ધારણ કરી રેડ ઈન્ડિયન ક્રાય કરે તો પથારીમાં સૂતેલો છોકરો ડરી જાય. 21 વર્ષ પહેલાં એમણે એ ખૌફ ઊભો કર્યો હતો. એ ખૌફનો કોઈ જવાબ નથી. જાણે હમણાં નાના છોકરાઓ પથારીમાં પીપી કરી નાખશે.
એ જ ફિલ્મમાં આશુતોષ ટકો થાય તો તે વિકરાળ દેખાય. જેમ્સ બોન્ડનો વિલન બની શકવાની તેનામાં સંભાવનાઓ તરી આવે. સોનચિડિયામાં પોલીસ ઈન્સપેક્ટર તરીકે ડાકુઓની સામે બદલો લેતો હોય તો તે પાત્રમાં કોઈ આશુતોષ ગોવારિકર નહીં પણ ગુજ્જર દેખાય. કેરેક્ટરને જીવંત કરવાની કળા ઈરફાનની જેમ જ આશુતોષમાં છે.
આ પ્રકારના કલાકારોને આપણે પૂછી નથી શકતા કે તમે કઈ રીતે અભિનય કરો છો. બસ થઈ જાય છે. બોર્ન ટુ બી એક્ટર. જન્મજાત કલાકાર હોય છે. તેમને બસ દોરી સંચાર કરવાની જરૂર રહે છે. આવા કલાકારો માટે કહેવાય કે તમે કોઈ સ્ટાર સાથે નહીં તમારી સ્ક્રિપ્ટના મનપંસદ પાત્ર સાથે અભિનય કરી રહ્યા છો. કાલ નો કન્ટ્રી ફોર ઓલ્ડ મેન વિશે લખ્યું. જેવિયર બોર્ડેમનો રોલ આશુતોષ સરસ પ્લે કરી શકે. જન્મદિવસની શુભકામનાઓ આશુતોષ સર. બાળપણમાં અમને ડરાવવા માટે.